વડગામની ધરતી ઉપર અમૂલ્ય રક્ત ની દાનગંગા વહેતી થઇ…!!

Blood Donation -Rajput-2યુવાનો જો સંગઠિત થઇ સ્વવિકાસ ની સાથે પોતાની સામાજિક જવાબદારીઓને પણ સમજીને જો સાચી દિશા પકડે તો કોઈ પણ સમાજ માટે કેવા અણધાર્યા સકારાત્મક પરિણામો મળી શકે તેનો પુરાવો તા.૦૯.૦૪.૨૦૧૭ નાં રોજ તાલુકા મથક વડગામ મુકામે જોવા મળ્યો. પ્રસંગ હતો બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળ આયોજિત રક્તદાન કેમ્પનો…રાજપૂત સમાજનાં ઉત્સાહી યુવાનોની રગો માં લોહી દોડી રહ્યું હતું અને એ કોઈ ની જિંદગી લેવા માટે નહિ પણ બચાવાવા માટે. સામાજ પ્રત્યે પણ પોતાની કોઈ ફરજ છે એવી સમજણ સાથે વડગામમાં આવેલી સરસ્વતી વિદ્યાલય પ્રાગણમાં રાજપૂત યુવાનો આજે રોકોર્ડ બ્રેક રક્તદાન કરવાના મક્કમ ઈરાદા સાથે ઉમટી રહ્યા હતા. પાછલા વર્ષ નો ૫૫૧ બોટલ રક્ત નો રેકોર્ડ ઐતિહાસિક કહી શકાય તેવી ૧૦૨૧ બોટલ સાથે તૂટ્યો ત્યારે રક્તદાન કેમ્પ ખરા અર્થમાં મહારકતદાન કેમ્પ સાબિત થયો કારણ કે એપ્રિલ મહિનાની ગરમી વચ્ચે આટલી બોટલ રક્ત એકઠું કરવું એ કોઈ નાની સિદ્ધિ નથી એ એક મોટી સફળતા છે સાથે સાથે આજ નાં આ રક્તદાન કેમ્પમાં પોતાનું અમૂલ્ય રક્ત કોઈની જિંદગી બચાવવા નાં નેક ઈરાદા સાથે દાન કરનાર રક્તદાતાઓ ને બાવન વાંટા રાજપૂત શક્તિ મંડળ દ્વારા પક્ષીઓ માટે ૧૦૦૧ કુંડા નું વિતરણ કરીને જીવદયાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Blood Donation-Rajput-1

રાજપૂત સમાજ માટે તો આ ગૌરવપૂર્ણ ઘટના તો છે જ સાથે સાથે વડગામ ની ધરા પણ આજે ગૌરવીંત બની આવા ઉમદા સમાજલક્ષી પ્રયાસો બદલ…બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળનાં પ્રમુખ શ્રી ભરતસિંહ જી. સોલંકી , તમામ રક્તદાતાશ્રીઓ નો તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ www.vadgam.com અભિનંદન પાઠવે છે અને સમાજ વિકાસ નાં પ્રેરાદાયી કાર્યો થકી સામાજિક વિકાસનાં નવા નવા રેકોર્ડ બ્રેક કરે તેવી અંતર ની શુભેચ્છાઓ પાઠવે છે…!!