વડગામ ચોધરી યુવા પરિવાર દ્વારા દિશાસૂચક કાર્ય.

CYP-16.04.17-1વડગામ ચૌધરી યુવા પરિવાર નાં યુવાનો તા. ૧૬.૦૪.૨૦૧૭ નાં રોજ વડગામ ગામ માં ૪૨ થી ૪૪ ડીગ્રી નાં ધોમધખતા તાપમાં જીવદયા નાં કાર્ય માં પોતાનો જીવ રેડી રહ્યા હતા. જીવદયા સાથે સાથે શ્રમદાન પણ કરી રહ્યા હતા. ઘણી વખત ગામ નાં યુવાનોના કાર્યો જોઈએ તો લાગે કે તેમનામાં પુરતી સમજ અને શક્તિ ભરપુર માત્રામાં છે માત્ર અભાવ છે તો તેમની લાગણીઓને સમજવાનો. આપણે યુવાનોને યોગ્ય દિશા ચીંધવાનું ચૂકી ગયા છે , અત્યાર સુધી તેમની લાગણીઓ સાથે જે ભયંકર રાજ રમતો રમાઈ છે જેના પરિણામે ગ્રામ્ય વિકાસ માટે મહત્વ નાં કહી શકાય તેવા અમૂલ્ય વર્ષો વેડફાયા છે યુવાનોની યુવાની વેડફાઈ છે. દરેક સમાજ માં વત્તે ઓછે આ દુષણનો ભોગ બન્યો છે પરિણામે આદર્શ ગ્રામરચનાનું સ્વપ્ન સાકાર કરવામાં આપને નિષ્ફળ ગયા. પણ હવે ગામના દરેક સમાજના યુવાનો દ્વારા શૈક્ષણિક જાગૃતિ અને વિવિધ સામાજિક સેવાઓના માધ્યમથી વડગામનાં ડહોળાયેલા પાણીમાં બરોબરનું ફિલ્ટર માર્યું છે જે ગ્રામ્ય સમાજ ની તંદુરસ્તી સુધારશે તેવી અપેક્ષાઓ પ્રબળ બની છે. તાજેતરમાં જ ગામના યુવાનોએ વડગામના બસસ્ટેન્ડ વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરી , તો રાજપૂત યુવાનોએ રેકોર્ડ બ્રેક રક્તદાન કર્યું હવે સંગઠન ની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે સંગઠન દ્વારા મેવા નહિ પણ સેવા..પોતાનો સમાજ વિકસિત બને ગામના સાર્વજનિક કાર્યોમાં પોતાનું યોગદાન હોય તેવી વિચારસરણી સાથે દરેક સમાજનાં સંગઠિત યુવાનો આગળ વધી રહ્યા છે.

CYP-16.04.17-4એ જ પ્રમાણે વડગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા સમગ્ર વડગામમાં અનુકુળ જગ્યાઓએ પક્ષીઓ માટે પાણીની સગવડરૂપ કુડાઓ મુકવામાં આવ્યા હતા સમય ને અનુરૂપ એ એક ઉદાહરણરૂપ કાર્ય હતું આવા કાર્યો થકી સકારાત્મક સંગઠનનો વિકાસ થાય છે અને અંતે સામાજિક વિકાસ તરફી યોગ્ય દિશાના સામુહિક પ્રયત્નો આપોઆપ ગોઠવાય છે. યુવાનોએ વડગામ અંતિમધામમાં પણ પાણીના કુંડા પક્ષીઓ માટે માળાની વ્યવસ્થા ગોઠવવાની સાથે વડગામ સાર્વજનિક અંતિમધામ માં ચાલી રહેલા રીનોવેશન પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી થોડુક શ્રમદાન પણ કર્યું.

વડગામ ચોધરી યુવા પરિવારની તા. ૧૬.૦૪.૨૦૧૭ સેવાકીય કાર્યોને www.vadgam.com બિરદાવે છે અને અભિનંદન પાઠવે છે.