વડગામનાં દિલીપભાઈ મેવાડા નું સમાજ ઉપયોગી ઉમદા કાર્ય.

 

Dilip Mevada-Seminar-2018કેન્સર એટલે કેન્સલ એ લોક વિચારસરણી ને વડગામના શ્રી દિલીપભાઈ એ વર્ષો પહેલા ખોટી પાડી હતી જ્યારે તેઓએ છેલ્લા સ્ટેજ ના કેન્સર સામે મજબૂત મનોબળ અને સકારાત્મક અભિગમ થકી બાથ ભીડી ને કેન્સર નામના કોશોને પોતાના શરીર માંથી નેસ્તનાબૂદ કરીને ડૉકટરોને પણ આશ્ર્ચર્ય માં નાખી દીધા હતા. હા મેડીકલ ટ્રીટમેન્ટ તો જે લેવી પડે તેમ હતી તેનો તો સહારો લીધો જ પણ પોતાની સકારાત્મક માનસિકતા એ આ રોગ સામે વિજય મેળવવા અમૂલ્ય ફાળો આપ્યો તેમ એમના સ્વઅનુભવ પરથી એમને લાગ્યું અને તેમણે એ જ વખતે દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ અંગે મારા જેવા કેન્સર ના રોગનો સામનો કરી રહેલા લોકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમની જિંદગી બચાવવા શક્ય એટલા પ્રયાસો કરવા જે અંતર્ગત તેઓએ આજ સુધી અનેક સેમિનારો કરી તેમજ વ્યક્તિગત માર્ગદર્શન આપી અનેક કેન્સર દર્દીઓના જીવનમાં પોતાના ઉદાહરણ થકી વિશ્વાસ પેદા કર્યો કે ગમે તેવા કેન્સર ને પણ પરાસ્ત કરી શકાય છે..

dilip Mevada Seminar-1-2018આજ અંતર્ગત તાજેતરમાં શ્રી દિલીપભાઈ મેવાડાએ કેન્સર ગ્રસ્ત દર્દીઓ ને કેન્સર અંગે સાચી સમજણ આપી તેમને હિમંત આપી પ્રોત્સાહિત કર્યા હતા તો સાથે સાથે કેન્સર અવેરનેસ કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન કર્યુ હતું. વડગામ.કોમ દિલિપભાઈની social responsibility ને બિરદાવી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.