જન્મદિવસની પ્રેરક ઉજવણી……!!

Birthday celebration-Vrudhaashram-Surat

સુરત સ્થિત વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ એ પોતાની ધર્મપત્ની કમુબેનનેબહેનનો જન્મદિવસ કંઇક નોખા અંદાજમાં ઉજવવાનું નક્કી કર્યું અને એ માટે એમણે પસંદગી ઉતારી શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતી મૈયા આનંદધામ (વૃધધાશ્રમ) કે જે વેસુ રોડ સુરત મુકામે આવેલ છે. આ વૃધધાશ્રમ ના વડીલોના આશીર્વાદ લેવાનું આ પરીવારે નક્કી કર્યુ. હવે આશિર્વાદ લેવા કંઈ ખાલી હાથે તો જવાય નહી તેવું વિચારી પરીવારે નક્કી કર્યું કે વૃધ્ધાશ્રમમાં વસવાટ કરતા તમામ ૮૦ વડીલો માટે લગેજ બેગ લઈ જઈએ અને તેમની સાથે જન્મદિવસ ની ઊજવણી કરીએ. એમને મળવાનું થશે.. આશિર્વાદ મળશે એનો સંતોષ થશે.

મનોજભાઈ જણાવે છે કે ઈશ્વર અને માતા પિતાનાં આશીર્વાદ અને પ્રેરણાથી આવાં સત્કાર્યો કરી શકીએ છીએ…વાત પણ સાચી છે ઈશ્ચરકૃપા કે માતા પિતાના આશિર્વાદ વિના સત કાર્યો કરવાનો વિચાર પણ ન આવે.

કમુબેનને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ સાથે મનોજભાઈ પરિવાર ને સમાજ ઉપયોગી કાર્ય બદલ વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.