વડગામ તાલુકાના યુવાને શૈક્ષણિક મોબાઈલ એપ ડેવલોપ કરી.
ડિજીટલ ઇન્ડિયા મિશન સૂત્રને સાર્થક કરતા પાલનપુર સ્થિત વડગામ તાલુકાના કરનાળા ગામના વતની શ્રી વિપુલભાઈ એન. પટેલે તાજેતરમાં Elementary English Quizzer –નામની Android App ડેવલોપ કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે.
શૈક્ષણિક ક્ષેત્રે આ MCQs ની તૈયારી માટે હવે મશીન મદદ કરશે. MCQ ના મોટા મોટા મોંઘા થોથાઓનો યુગ પુરો થયો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી હવે…કહી ભી….કભી ભી…
આ શૈક્ષણિક એપમાં તદ્દન સરળ યુઝર ઇન્ટરફેસ, સાચા ખોટા જવાબોનું લીસ્ટ, સ્કોર સાથે ઓફલાઈન સુવિધા મેળવવા માટે ગુગલ પ્લેસ્ટોરમાં જઈ Elementary English Quizzer એપ આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો.
અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ શ્રી વિપુલભાઈએ વડગામ ડાયરી, પાલનપુર ડાયરી, ડિસા ડાયરી જેવી રોજબરોજના કામમાં ઉપયોગી સંપર્ક નંબરોની મોબાઈલ એન્ડ્રોઈડ એપ ડેવલોપ કરીને ટેકનોલોજીના માધ્યમથી સમાજને ખૂબ સારી સુવિધા પુરી પાડી છે.
વિપુલભાઈને તેમના સર્જમાત્મક કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન. !!!
Thanks Nitinbhai.