જન્મ દિવસની અનોખી ઉજવણી…

Janmdivasઆજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજોગો એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. કોઈ પણ બહાને આ પ્રકારના લોકો પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજને કંઈક ને કંઈક વત્તા-ઓછે મદદરૂપ થતા રહેતા હોય છે. આવો જ એક ઉમદા પ્રસંગ જાણવા મળ્યો. વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને ધંધાર્થે સુરત સ્થિત મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતીએ પોતાના પુત્ર જૈમીનના જન્મદિવસની ઉજવણી સુરતની સિવીલ હોસ્પિટલમાં સુરત માનવસેવા સંઘ “છાંયડો’ સંસ્થાના માધ્યમથી ચાલતા ભોજનાલયમાં ભોજનમાટેના દાતા તરીકે પોતાના પુત્રનું નામ લખાવીને કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભોજનાલયમાં દર્દીઓ તેમજ દર્દીઓના સગાવહાલાઓને ભોજન દાતાઓના સહકાર થકી પૌષ્ટિક ભોજન આ સંસ્થાના માધ્યમથી આપી ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભાઈ શ્રી મનોજભાઈ પરિવાર દ્વારા દરવર્ષે પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે રૂ.૧,૦૦,૦૦૦ નું આ ભોજનાલયમાં દાન કરવું એવો સંકલ્પ લિધેલો છે એટલું જ નહી આજીવન આ સંકલ્પ ચાલુ રહે છે પેઢી દર પેઢી સુધી.

આપણે સૌ વધુ કંઈ ના કરી શકીએ પણ કોઈ પણ સુખ-દુ:ખના પ્રસંગે કોઇ પણ નાના મોટા સમાજ ઉપયોગી શુભ સંકલ્પો લઈએ તો એક પંથ દો કાજ જેવી ઘટના બની શકે સમાજને ઉપયોગી થવાની સાથે સાથે અંતરનો અમર આનંદ પણ અનુભવી શકીએ.

મનોજભાઈ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.

સુરત માનવસેવા સંઘ તેમજ છાંયડો સંસ્થા વિશે વધુ માહીતી મેળવવા અહીં ક્લીક કરો.

———————————————————————————————————————————-

જાહેરાત

Camp