મગરવાડામાં નેત્ર-નિદાન કેમ્પ યોજાયો.

1

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારે પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડાના મણિભદ્રવિર મહારાજ મંદિરમાં પૂજ્ય સંતશ્રી વિરમદાસજી મહારાજ આયોજીત નેત્ર-નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. સતમાર્ગ બતાવે તે સંત તે પ્રણાલી ને સાર્થક કરતા પૂજ્ય સંત શ્રી વિરમદાસજી મહારાજ સંસારમાં રહીને વડગામ પંથકના સંસારીઓને આધ્યાતિમક સત્સંગના સહારે જીવનનો સાચો રાહ બતાવી રહ્યા છે. સાદુ સાધુ જીવન અને મણિભદ્રવિર મહારાજમાં અતૂટ શ્રધ્ધા થકી સારી એવી લોકચાહના ધરાવનાર આ સંસારી સંત દ્વારા મગરવાડા મુકામે નેત્ર-નિદાન કેમ્પના આયોજન થકી તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ ઉમદા સેવાકીય કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

2જ્યોતિ હોસ્પિટલ વિસનગર, રોટરી કલબ મહેસાણા તેમજ મણિભદ્રવિર મંદિરના સહકારથી દાદાની પવિત્ર ભૂમિ ઉપર વિના મૂલ્યે આયોજીત આ નેત્ર-નિદાન કેમ્પનું ઉદ્દઘાટન પૂજ્ય સંત શ્રી વિરમદાસબાપુ, પૂ. વિજય સોમજી મહારાજ સાહેબ, ડૉ.પ્રજાપતિ સાહેબ, મગરવાડા સરપંચ, પ્રમુખ રોટરી ક્લબ મહેસાણા તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું.

આ સેવા કેમ્પમાં જ્યોતો હોસ્પિટલના ડૉ. પ્રહલાદભાઈ પ્રજાપતિ, ડૉ. પાર્થ ગાંધી, ડૉ.સોહમ, ડૉ. ભાવિકાબેન પ્રજાપતિ દ્વારા કુલ ૩૭૦ જેટલા દર્દિઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્યોતિ હોસ્પિટલના રાજુભાઈ મોદી , સોનલબેન મિસ્ત્રી તેમજ ફતેપુરના ચતરસિંહ ભાટીએ સહયોગ આપી આ નિદાન કેમ્પને સફળ બનાવવા ભાર જહેમત ઉઠાવી હતી. કુલ ૩૭૦ દર્દીઓ ઉપરાંત ૬૫ જેટ્લા દર્દિઓનું વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે.

આ સંપૂર્ણ કાર્યક્રમમાં શ્રી મણિભદ્રવિર પરિવાર દ્વારા આ નેત્ર – નિદાન કેમ્પમાં સંપૂણ સહકાર આપવામાં આવ્યો હતો. સંત-સમાજ માટે પ્રેરણારૂપ સેવાકિય કાર્ય કરવા બદલ www.vadgam.com સોશીયલ મીડિયા ગ્રુપ વતી સંતશ્રી વિરમદાસ બાપૂને ખૂબ ખૂબ અભિનંદન.