કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે પોસ્ટલ વિભાગે ગ્રામીણોને માહિતગાર કર્યા.
પ્રજાજનો ના લાભાર્થે સરકારની અનેક યોજનાઓ હોય છે પણ યોગ્ય માહિતી અને ખટપટીયાઓની અટપટી પધ્ધતિ ઓને કારણે મોટાભાગનો જનસમાજ આ યોજનાઓના લાભોથી વંચિત રહી જતો હોય છે ત્યારે કેન્દ્ર સરકાર ના પોસ્ટલ વિભાગ દ્વારા તારીખ ૨૨/૭/૨૦૧૮ ના રોજ વડગામ તાલુકાના પેપોળ ગામે કેન્દ્ર સરકાર ની મહત્વ ની અટલ પેંશન યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો લાભ ગ્રામ્ય વિસ્તાર ની જનતા બહોળી સઁખ્યા મા લે એ માટે એક કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું જેમાં પોસ્ટ ખાતા તરફ થી શ્રી એસ.એમ .સુથાર સાહેબ આસિસ્ટન્ટ સુપ્રીટેડેન્ટ બનાસકાંઠા ડિવિઝન તેમજ રમેશ ભાઈ દરજી મેલ ઓવર્સિયર પાલનપુર ડિવિઝન તથા આજુ બાજુ ના ગામ ના બ્રાન્ચ પોસ્ટમાસ્તર હાજર રહી લોકો ને આ યોજના થી માહિતગાર કરી વધુ મા વધુ લાભ લેવા હાકલ કરી હતી આ પ્રસંગે પેપોળ ગામ ના સરપંચ શ્રી ભરતસિંહ સોલંકી,વાઘાજી હેદુજી રિટાયર્ડ ટી ડી ઓ,ખેમાભાઈ ચેલાભાઈ,રાજુ ભાઈ જોશી,ખોડાભાઈ પરમાર,જગદીશ ભાઈ શ્રીમાળી ગુજરાત સમાચાર તથા પેપોળ ગ્રામ ના ગ્રામ્યજનો બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નું મંચ સંચાલન ભારતીય જનતા પાર્ટી અનુ મોર્ચા બનાસકાંઠા જિલા મીડિયા પ્રભારી દિપક પંડયા એ કર્યુ હતું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા પેપોળ ગામ ના પોસ્ટમાસ્તર શ્રી મિતેશ ભાઈ પંડયા એ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રકાર ના કાર્યક્રમો ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં સમયાંતરે યોજાય અને સરળતા થી ગ્રામજનો ને સમજાવાય એટલું જ નહી અટપટી પ્રોસેસિંગ કામગીરી ને સરળ બનવાય તો યોજનાઓની સાર્થકતા સિધ્ધ થાય.
પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ને વડગામ તાલુકામાં જનજાગૃતિ હેતુ આયોજિત આ કાર્યક્રમ બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.