ગ્રામજનો માટે આશીર્વાદરૂપ જલોત્રા નાઞરીક શરાફી મંડળી.
વડઞામ તાલુકા ના જલોત્રા ઞામ માં ૧૮ વર્ષ પહેલાં એક નાની શરૂઆત થી જલોત્રા નાઞરીક શરાફી મંડળી ની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ શરાફી મંડળી અંદાજે રૂપિયા ૮ કરોડ જેટલું ટર્ન ઓવર કરી જલોત્રા, ધનપુરા, વણસોલ, મોટેટા, કરનાળા વઞેરે ઞામોનાં નાઞરીકો ને ઓછાં માં ઓછાં વ્યાજે ત્વરીત લોન ની સુવિધા પુરી પાડે છે. જરૂરીયાતમંદ સભ્યોને ફકત સામાન્ય પ્રક્રિયા કરી તુંરંત જ લોન આપી ઊંચા વ્યાજે ધીરાણ કરતાં વ્યાજખોરો થી બચાવે છે. જીલ્લા સહકારી બેંક દ્વારા ધણીવાર સારી વસુલાતમાં જલોત્રા નાઞરીક શરાફી મંડળી ને પ્રથમ નંબર આપવામાં આવેલ છે. આજે શરાફી મંડળી પાસે પોતાનું બે માળનું જલોત્રા ઞામ ખાતે મકાન પણ છે.
જલોત્રા ના વતની અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નાં નિવૃત્ત અધિકારી શ્રી ધનરાજભાઈ નરસંઞભાઈ ભટોળ એમનાં ૩૦ વર્ષ નાં બેંકીઞ ના અનુભવ સાથે અન્ય બેંકના અનુભવી કર્મચારીઓ જેવાં કે શ્રી ગણેશભાઈ એલ. ઞોળ, શ્રી લક્ષ્મણભાઈ એફ. ભટોળ તેમજ શ્રી કાંતીભાઈ મેવાડા સાથે મળી આ શરાફી મંડળીની સ્થાપના કરી હતી. શ્રી ધનરાજભાઈ ભટોળે સ્થાપક ચેરમેન તરીકે ૧૮ વર્ષ સેવાઓ આપી છે. તમામ નિયામક મંડળ નાં મેમ્બરો નાં સાથ સહકારથી અને સુદ્ઢ વહીવટ નાં કારણે આજે આ શરાફી મંડળી સુંદર રીતે કાર્યરત છે. શ્રી ધનરાજભાઈ ભટોળે, ચેરમેન પદેથી તેમજ શ્રી કાંતિભાઈ મેવાડા એ વાઈસ ચેરમેન પદેથી તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને નિયામક મંડળે આગળનાં વહીવટ ની જવાબદારી શ્રી ગણેશભાઈ ઞોળ ને આપી છે, જેઓ પણ કેટલાંક વર્ષોથી આ મંડળીમાં મેનેજર તરીકે ની સેવાઓ આપી રહ્યાં હતાં.
Great work . Very Good for our society.
Proud of you papa.