બાદરપુરા (મેપડા) ના યુવાનોનું જીવદયાનું પ્રેરક કાર્ય.

Badarpura-mepdaa-yuvak mandal-jivdayaવડગામ તાલુકાના બાદરપુરા (મેપડા) ગામના રાવત સમાજના યુવાનો દ્વારા વિવિધ સેવાકિય કાર્યો થકી પ્રેરણાત્મક કાર્યો થઈ રહ્યા છે પછી એ ગામામાં પીવાના પાણીની પરબ બાંધવાની હોય કે પછી જીવદયાનું કોઈ કાર્ય કરવાનું હોય.

આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ બાદરપુરા ને વડગામ સ્થિત જલારામ સેવક શ્રી વિરાભાઈએ જણાવ્યું કે તમારું યુવક મંડળ ગામમાં સારા કાર્યો કરે છે તો તમે અબોલ પશુઓ માટે પણ કંઈક કરો અને બાદરપુરા યુવક મંડળના હોંશિલા યુવાનોએ આ કાર્યને સહર્ષ વધાવી લેતા નિર્ણય કર્યો કે આપણે દર અગિયારસે ગામના અબોલ જીવો માટે ખીચડો બનાવીએ. અને એ હેતુ સ્ટીલની ચાટો ખરીદવા વડગામ આવ્યા. સારી ભાવના સાથે કરવામાં આવતા સારા કાર્યમાં કોઈને કોઈ મદદ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મળી જતી હોય છે એમ આ યુવાનોને સ્ટીલની ચાટોના દાતા સ્વરૂપે શ્રી ઉદેસિંહ કાળુસિંહ સોલંકી મળી ગયા એમના તરફથી ૧૦ સ્ટીલની ચાટો ઇશ્વરીય કાર્ય હેતુ મળી.

આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ બાદરપુરાના તમામ સભ્યોને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.