નાની ઉમર મોટુ કામ વડગામના યુવાનના કાર્યને વડગામ.કોમની સલામ.
ઉમર વર્ષ ૨૩, રક્તદાન કર્યુ સતત ૧૫ વખત. ૧૭ વર્ષની ઉંમરથી કોઈના જીવનને ટકાવી રાખવા પોતાનું રક્ત નિસ્વાર્થ ભાવે દાન કરવાનું શરૂ કર્યુ. પછી તે રકતદાન કેમ્પમાં રક્ત આપવાનું થયું હોય કે પછી વ્યક્તિગત ધોરણે આકસ્મિક કોઈને રક્ત આપવાની જરૂરિયાત ઊભી થઈ હોય. છેલ્લા પાંચ-છ વર્ષમાં ૧૫ બોટલ રકતનું દાન એ કાંઈ નાની સુની વાત ન કહેવાય અને હજુ તો આ દાનની સરવાણી ચાલુ છે એટલે સમજો કે આ યુવાનનું જીવન તો નાની ઉમરે જ સાર્થક થઈ ગયું એમ કહેવું અતિશયોક્તિ નહી ગણાય . ૩૦૦ ML ની એક બોટલ ગણીએ તો અત્યારસુધી ૪૫૦૦ ML રક્તનું દાન કરી કેટલાના જીવનની દશા અને દિશા બદલવામાં વડગામ તાલુકાના રામપુરા (ધોતા) ગામના શ્રી કેતનભાઈ નિમિત બન્યા હશે એ તો ઉપરવાળાના ચોપડાના હિસાબમાં સુવર્ણાઅક્ષરે નોંધાઈ ચૂક્યું હશે.
વડગામ.કોમ શ્રી કેતનભાઈની નિસ્વાર્થ સેવાને બિરદાવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.