વડગામ તાલુકાની અગ્રણી નાણાકીય સંસ્થા છાપી નાગરિક બેંકનો ૫૦ માં વર્ષ માં દબદબાભેર મંગળ પ્રવેશ.
વડગામ તાલુકાની અગ્રણી નાણાકીય સંસ્થા છાપી નાગરિક બેંકનો ૫૦ માં વર્ષ માં દબદબાભેર મંગળ પ્રવેશ. બેન્કિંગ ક્ષેત્રે જિલ્લામાં અગ્રીમ સ્થાન બનાવી તાલુકાનું નામ ગુંજતું કરી સભાસદો નો વિશ્વાસ મેળવ્યો.
પચાસ વર્ષ અગાઉ બનાસકાંઠાના અતિ પછાત ગણાતા વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે વેપારીઓને સરળતાથી ધિરાણ મળે અને લોકોની ડીપોઝીટોનું રક્ષણ થાય અને યોગ્ય વ્યાજ મળી રહે તેવા ઉમદા વિચાર ને લઈને વર્ષ ૧૯૬૬/૬૭ માં ૯૧ સભાસદો સાથે નોંધણી કરી મંડળી ની સ્થાપના આદરણીય બી.કે દોશી અને ડૉ. ચન્દ્રકાંત જાનીએ કરી હતી .
આ માટે એ વખતના સહકારી અને રાજકીય અગ્રણીઓએ પોતાનો મહામૂલો ફાળો આપ્યો હતો.એ વખતે શ્રી શાંતિલાલ સ્વરૂપચંદ શાહ, તત્કાલીન બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સહકારથી છાપીમાં વિકાસ કાર્યોના ઉદઘાટનમાં માજી મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ આવ્યા ત્યારે એમની સાથે શ્રી બાબુભાઈ કે. દોશી એ વાત કરતાં તેઓશ્રીની સંપૂર્ણ મદદથી આ સંસ્થાને બેંકની મંજૂરી મળી હતી.જોગાનુજોગ શ્રી બાબુલાલ કે,દોશી એ વખતે છાપી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ સેવા આપી રહ્યા હતા.બેંકની મંજૂરી માટે બનાસ બેંકના અધિકારી મોહનભાઈ રાવલ,તત્કાલીન ચેરમેન શ્રી ઇશ્વરલાલ એમ.શાહ,વેપારી મંડળ બનાસકાંઠાના પ્રમુખ શ્રી ધુડાલાલ મંગળજીભાઈ મહેતાનો સાથ અને સહકાર બેંકને મળ્યો હતો.
બેંક ના પ્રથમ ચેરમેન તરીકે ડૉ. ચંદ્કાંત જાની અને વા.ચેરમેન તરીકે સ્વ. બી.કે દોશી અને મેનેજર તરીકે રતુભાઈ એસ પટેલ નું સફળ નેતૃત્વ મળ્યું હતું
શ્રી રતુભાઈ પટેલના સંસ્થામા આગમન બાદ સંસ્થાને બેંકમાં તબદીલ કરવા માટે શેર ભંડોળ વધારવાનું કામ દિવસ-રાત શરૂ કર્યુ. પરિણામ સ્વરૂપ શ્રી રતુભાઈ પટેલની જહેમત,ઉત્સાહ અને કાર્યદક્ષતાથી બેંકના લક્ષ્યાંકો પાર પાડી શકાયા.જેના પરિણામે મંડળીની દરખાસ્તને તા.૦૧.૦૧.૭૦ના રોજ પરવાનગી મળી અને આ પરવાનગીને વધાવી લઈ બેંક શરૂ કરવામાં આવી.
૫૦ વર્ષ અગાઉ વડગામ તાલુકામાં પ્રાજાજનોના લાભાર્થે શરૂ કરવામાં આવેલી નાણાંકીય સંસ્થાના પાયાના સ્થાપકો, કાર્યકરોને વડગામ.કોમ યાદ કરી વંદન કરે છે.
છાપી નાગરિક બેંક વિષે વડગામ.કોમ ઉપર પણ લેખ મુકવામાં આવેલ છે જે આપ નીચેની લીંક ઉપર ક્લિક કરી વાંચી શકો છો.