વડગામની દિકરી રાજ્ય કક્ષાએ કરાટેમાં ચેમ્પિયન બની.

Trusha

ગાંધીનગરમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વડગામની દિકરી તૃષા નરેશભાઈ ગોળ (ચૌધરી) એ ગુજરાત સ્ટેટ વાડો-કાઇ કરાટે ચેમ્પિયનશીપ-૨૦૧૮માં ગોલ્ડ મેડલ મેળવી વડગામનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.

ભારત સરકારના કેન્દ્રિય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીના ઉપસ્થિતિમાં આયોજીત ફાઈનલ મેચ જીતી વડગામની દિકરી ચેમ્પિયન બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભર માંથી આ સ્પર્ધામાં કુલ ૪૫૦ દિકરીઓએ  ભાગ લીધો હતો.

તૃષા ચૌધરીને રમગજગતમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરવા બદલ વડગામ.કોમ અભિનંદન પાઠવે છે સાથે સાથે આવનાર સમયમાં તૃષા વડગામનું નામ રમતજગતમાં ઉજ્જવળ કારકિર્દી થકી દેશ-વિદેશમાં રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ…….