વડગામ (કોદરામ)નાં પ્રમથ પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “ “RAM, SHYAM JADU””
રંગમંચ ઉપર સમાજ જીવન ને બોધરૂપ ઉત્કૃષ્ટ નાટકોમાં અદ્દભુત અભિનય થકી નાયક માંથી મહાનાયક બનવા તરફ અગ્રેસર મૂળ વડગામ તાલુકાના કોદરામ ગામના શ્રી પ્રમથ પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “RAM, SHYAM JADU” ૧૪, મે, ૨૦૧૭ નાં રોજ વડોદરા નાં સી.સી.મહેતા ઓડીટોરિયમ માં ભજવાઈ ગયું. આ નાટકને જોવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત વડોદરા શહેરના નાટ્યરસિકોએ ખૂબ વખાણ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નાટ્ય શો માં સિનેમા જગતની પ્રસિદ્ધ અભિનેત્રી હિમાની શિવપુરી મુખ્ય મહેમાન તરીકે અને પ્રસિદ્ધ Fashion Journalist મેહૂલ સુથાર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ ફોટોગ્રાફ્સ માં શ્રીમતિ પલ્લવીબેન પંડિત ( પ્રમુખશ્રી રંગ દૈવત ), હિમાની શિવપુરી (પ્રસિદ્ધ અભિનેત્રી) અને શ્રી મેહુલ સુથાર(Fashion Journalist) દ્રશ્યમાન થાય છે. આ નાટક રંગ દૈવત નાટ્ય સંસ્થા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આપણા સૌ નાં માટે ગૌરવપ્રદ બાબત છે કે આ પ્રમુખ અને પ્રસિદ્ધ નાટ્ય સંસ્થાનું સંચાલન વડગામ તાલુકાના કોદરામ ગામના પ્રો.ડો.પંડિત ઈશ્વરચંદ્ર કેદારનાથજી સુશિક્ષિત પરિવાર હસ્તક છે…આ પરિવારની માલિકીની નાટ્ય સંસ્થા દ્વારા અનેક સુપ્રસિદ્ધ અને રસપ્રદ સફળ નાટકો આજ સુધી વડોદરા અને આજુબાજુનાં નાટ્યપ્રેમી લોકોએ નામી અનામી કલાકારોની હાજરી માં માણ્યા છે અને વખાણ્યા છે. શ્રીમતિ પલ્લવીબેન એ પ્રો.ડો.પંડિત ઈશ્વરચંદ્ર કેદારનાથજી નાં ધર્મપત્ની છે અને પ્રમથ પંડિતનાં માતૃશ્રી છે.
બીજા ફોટોગ્રાફ્સમાં રંગ દૈવત ની ટીમ, રંગ દૈવતનાં પ્રમુખ અને આમંત્રિત મહેમાનો જોઈ શકાય છે.
વડગામ તાલુકાના કોદરામ ગામના કેદારનાથજી જાદવ પરિવાર એ શિક્ષણ અને કળા જગતમાં વિશિષ્ટ ઉપલબ્ધી હાંસલ કરવાની સાથે વિશિષ્ટ સન્માનો પણ મેળવ્યા છે જે વડગામ તાલુકા માટે ગૌરવપ્રદ બાબત ગણી શકાય.
શ્રી પ્રમથ પંડિત અભિનય નાં ઉચ્ચતમ શિખરો સર કરે અને વડગામ તાલુકાનું નામ વૈશ્વિક ફલક ઉપર ગુંજતું કરે તેવી www.vadgam.com શુભેચ્છાઓ પાઠવે છે અને તેમને અભિનંદન પાઠવે છે.