ભરતનાટ્યમમાં વડગામ તાલુકાનું ગૌરવ કુ.જાહન્વી…!!

IMG-20170612-WA0013તાજેતરમાં પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે વડગામ તાલુકાના છાપી ગામની મૂળ વતની કુ.જાહન્વી અને તેની સાથી કલાકાર કુ. ખુશી દ્વારા સાત વર્ષની અથાક તાલીમ પછી મેળવેલી ભરતનાટ્યમ નૃત્યકલાની  સિધ્ધિને સાધના સ્વરૂપે આરંગેત્રમ દ્વારા પ્રભુ અને ગુરૂને દક્ષિણા સ્વરૂપે નૃત્યકૃતિ સમર્પિત કરવામાં આવી.

ભારતના સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ એટલે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ શબ્દમાં નૃત્યશૈલીના મુખ્ય શબ્દોનો સમાવેશ થયેલો છે. ‘ભ’ અર્થાત ભાવ, ‘ર’ અર્થાત રાગ, ‘ત’ અર્થાત તાલ. ભાવ, રાગ અને તાલની ત્રિવેણીથી ભગવાન શ્રી નટરાજની આરાધના એટલે ‘ભરતનાટ્યમ.’

આરંગેત્રમ એ તમિલ ભાષાનો શબ્દ છે. આ શબ્દનો ગુજરાતી અર્થ આરંગ એટલે રંગમંચ એત્રમ એટલે રંગમંચ પ્રસ્તુતી એવો થાય છે. ભરતનાટ્યમની આ એક પ્રણાલી છે. જેનો તાત્વિક અર્થ ‘દીક્ષાંત સમારોહ’ થાય છે. ભગવાન શ્રી નટરાજ, કલાગુરૂ અને વિધ્વાન પ્રક્ષકગણની સમક્ષ નૃત્યાંગના પોતાની કલાને પ્રસ્તુત કરે છે.

કલા જગતમાં ભારતના સાંસ્કૃતિક વારસાને શ્રી રજનીકાંત છોટાલાલ મહેતા કલાયતન અને કલાગુરૂ શ્રીમતી મોનાબહેન નાયકના માર્ગદર્શન હેઠળ કાનુભાઈ મહેતા હોલ, પાલનપુર મુકામે લબ્ધપ્રતિષ્ઠિત પ્રેક્ષકગણની ઉપશ્તિતિમાં  ઉત્કૃષ્ટ અભિનય થકી ગૌરવપૂર્ણ રજુઆત કરનાર  કુ.જાહન્વી અને તેની સાથી કલાકાર કુ. ખુશીને  www.vadgam.com અભિનંદન પાઠવે છે અને તેઓ બન્ને દિકરીઓ નૃત્યકળામાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.