વડગામ તાલુકાના ધોતા – સક્લાણા ગ્રામજનો દ્વારા ગામ સફાઈ ની અનોખી પહેલ.
વડગામ તાલુકાના ૧૧૦ ગામો પૈકી મોટા ભાગના ગામો માં વર્ષોથી કચરાના યોગ્ય નિકાલના અભાવે ગંદકીનું મહાસામ્રાજ્ય સ્થપાયું છે જેના કારણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ ગંદકીના ઢગ તાલુકાના પ્રજાજનોના નબળા થતા જતા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે અનેક કારણો પૈકી નું એક મહત્વપૂર્ણ કારણ ગણી શકાય, સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ આ બાબતે ખાસી એવી ઉદાસ જોવા મળી રહી છે. સરકારી મશીનરી નાં ઉપયોગથી આ બાબતે કાયમી નિરાકરણ મળતું નથી. એક માત્ર વિકલ્પ જો હોય તો એ જનજાગૃતિ છે અને આ બાબત માં ગામડાઓ હજી પછાત અવસ્થા માં છે તેવા સમયે તાજેતરમાં વડગામ તાલુકાના ધોતા- સક્લાણા ગ્રામજનો દ્વારા અને એમાં પણ ગામના વરિષ્ઠ નાગરીકો દ્વારા અર્થહીન બાબતો માંથી બહાર નીકળી ને ખૂબ જ જરૂરી અને પ્રેરણાદાયી કાર્યનો શુભારંભ કરીને ગામવિકાસ નવો ચીલો કંડાર્યો છે જે આવનારી પેઢી માટે દિશાસૂચન કરશે. યોગ્ય દિશાના સામુહિક વૈચારિક પરિવર્તન થકી જ ગોકુળીયા ગામો નિર્માણ થઇ શકે. નિરાશા માં આશા સમાન આવા કાર્યો વડગામ તાલુકાની ઉજ્જવળ આવતી કાલના સ્વપ્નો ને જીવંત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. www.vadgam.com ધોતા – સક્લાણા ગ્રામજનોનાં આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવે છે અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.
Great Work