વડગામ ની દિકરી ના નેતૃત્વમાં છારા કોમ્યુનીટી ઉપર રીસર્ચ કરાયું .

વડગામ પંથક માં Research (કાળજીપૂર્વકની શોધખોળ કે તપાસ, અભ્યાસ અને તપાસ કરીને સત્ય હકીકત શોધી કાઢવાનો પ્રયત્ન, સંશોધન, (-માં કે માટે) શોધ કરવું, તાપસ કરવું, સંશોધન કરવું ) અને Innovation (નવીન વસ્તુ, ચાલ, રીત, ઇ. દાખલ કરવું, ફેરફાર કરવો તે, નવેસરની સજાવટ, સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર) ક્ષેત્રે લગભગ શૂન્યાવકાશ જેવું છે ત્યારે કોઈ વડગામ ના રહેવાસી આ ક્ષેત્રે આગળ વધે ત્યારે અનહદ આનંદ અનુભવાય છે.

પુનાની પ્રતિષ્ઠિત ગણાતી Flame University માં અભ્યાસ કરતી વડગામ ની દિકરી રિયા હિતેશ શાહ ના નેતૃત્વ નીચે આ કોલેજ ના ૧૭ યુવક યુવતીઓ ના ગ્રુપ દ્વારા કોલેજના શૈક્ષણિક પ્રોજેક્ટ અને DISCOVERY INDIA PROGRAM અંતર્ગત છેલ્લા સાત આઠ મહિનાની મહેનત ના અંતે અમદાવાદ ની બહુચર્ચિત છારા કોમ્યુનીટી ઉપર ૧૪૦ પેજ નો રીસર્ચ રીપોર્ટ , ડોક્યુમેન્ટરી તૈયાર કરીને નાની ઉંમરમાં રીસર્ચ ક્ષેત્રે નોધપાત્ર પ્રદાન કર્યું છે જે વડગામ તાલુકા માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય.

રીપોર્ટ અને ડોક્યુમેન્ટરી માં પ્રથમ સ્થાન તેમજ ૧૬ ગ્રુપ પૈકી રિયા ના નેતૃત્વ માં રીસર્ચ કરનાર ગ્રુપ બીજા સ્થાને રહ્યું હતું.

બદનામ એરિયા તરીકે પ્રખ્યાત અમદાવાદા ના છારા નગર માટે સાહિર લુધિયાનવીની પંક્તિઓ ટાંકીએ તો

યે પૂરપેચ ગલિયાં, યે બદનામ બાજાર,
યે ગુમનામ રાહી, યે સિક્કોં કી ઝનકાર
યે ઇસ્મત (સ્વમાન) કે સૌદે, યે સૌદોં પે તકરાર……

સમયાંતરે પુના થી અમાદાવાદ આવી જોખમી એરિયાની મુલાકાત લઈ આ એરિયા માં વસતી છારા કોમ્યુનીટી (જેને ૧૮૭૧ મા૬ બ્રિટીશરો દ્વારા  જન્મજાત ગુનેગારો એવું લેબલ આપવામાં આવ્યું હતું) ના ઇતિહાસ અને વર્તામાન ની સીલસિલાબંધ માહિતી એકઠી કરવી , ઇન્ટરવ્યું લેવા અને રિસર્જ પેપર અને ડોક્યુમેન્ટરી તૈયાર કરવી એ ખુબ જ હિમંત અને મહેનત માગી લેતું કામ છે. એવું કહેવાય છે કે અમદાવાદનો ઓટો રીક્ષાવાળો અને સામાન્ય જન પણ આ એરિયા માં જતા પહેલા તમને હજારવાર ચેતવે ….

આજે પણ If there is misconduct or evidence of liquor in any area of Ahmedabad, the first place suspected and raided by the police is Chharanagar (Rahil, Personal communication, October 5, 2018)

વડગામના પ્રતિષ્ઠિત જૈન કુટુંબની દિકરી રીયા હિતેશ શાહ ને છારા કોમ્યુનિટી ઉપરના રીસર્ચમાં ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી બજાવી રીસર્જ પેપેર તૈયાર કરવા બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

નોંધ.:-

જો કોઈને આ રીસર્જ પેપર વાંચવું હોય તો પીડીએક ફાઈલ માટે વડગામ.કોમ ને ૯૪૨૯૪૦૭૭૩૨ ઉપર વોટ્સએપ કરી શકે છે……