ઉ.ગુ. યુનિવર્સિટીની રાષ્ટ્રિય ચેમ્પિયન બનેલી ટીમમાં વડગામનો દબદબો…….
મનિપાલ (કર્ણાટક) માં યોજાયેલ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વુમન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં હેમંચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓસમાનીયા યુનિવર્સિટી ને હરાવીને ચેમ્પિયન બની. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતી વડગામ કોલેજ ની વિધ્યાર્થીની વૈદેહી ચૌધરીએ સિંગલ સેમીફાઈનલ ૬-૧, ૬-૧ થી જીતી લીધી હતી.
હેમંચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી રમનાર ટીમમાં યુ એચ આર્ટસ કોલેજની બે વિધાર્થીનીઓ વૈદેહી અને ઋતવી ચૌધરીએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
ખેલો ઈન્ડિયા અંતર્ગત રાષ્ટ્રિય ટીમમાં વડગામ કોલેજની વૈદેહી અને ઋતવી ચૌધરીની પસંદગી લગભગ નિશ્ર્ચિત છે અને તે વર્લ્ડ ટુર્નામેન્ટ માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જે ગૌરવની બાબત છે.
હેમંચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમના કોચ તરીકે વડગામ તાલુકાના ભરકાવાડાના શ્રી વિરજીભાઈ ચૌધરીએ ચેમ્પિયન ટીમને મહત્વપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડયું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની ટીમે પ્રી ક્વાટર ફાઈનલમાં એસઓએ યુનિવર્સિટી ભુવનેશ્વરને હરાવી ક્વાટર ફાઈનલમાં એમ ડી યુનિવર્સિટી રોહતક ને હરાવ્યુ હતું. ત્યારબાદ સેમીફાઈનલમાં ગુજરાત યુનિવર્સિટીને હરાવી ફાઈનલમાં ઓસમાના યુનિવર્સિટી હૈદરાબાદને હરાવી ચેમ્પિયન બની હતી.
આ ઉપરાંત ખાસ મહત્વપૂર્ણ બબત એ છે કે તાજેતરમાં વડગામના વતની ડૉ. હિતેશભાઈ ચૌધરીની હેમચંન્દ્દ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટીમાં રમતગમત વિભાગના બોર્ડમાં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી.
વડગામ.કોમ વૈદેહી, ઋત્વી, કોચ શ્રી વિરજીભાઈ ચૌધરી, યુનિવર્સિટીના રમતગમત વિભાગના ચેરમેન ડૉ. હિતેશભાઈ તેમજ સમગ્ર ટીમ અને વડગામ કોલેજ તેમજ યુનિવર્સિટી પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
Congratulations