વડગામના સચિનની પ્રસંશનિય કામગીરી.

IMG-20200919-WA0021 વડગામનો ૨૦ વર્ષનો યુવાન સચિન શામજીભાઈ ચૌધરી તાજેતરમાં Gujarat Training Institute, ધાનેરામાંથી સબ ફાયર ઓફિસર નો અભ્યાસક્રમ પૂર્ણ કરી ગાંધીનગર સ્થિત ગાંધીનગર ફાયર & ઇમરજન્સી સર્વિસ માં છેલ્લા ૧.૫ મહિનાથી સબ ફાયર ઓફિસર તાલીમાર્થી તરીકે જોડાયો છે. અમને ગામને ગૌરવ એ બાબતનું છે જે આટલી નાની વયમાં તાલીમાર્થી તરીકે સચિન કોઈકની અકાળે અસ્ત થતી જિંદગી બચાવવા માટે નિમિત્ત બન્યો છે. સચિને Fire & Rescue ક્ષેત્રે કારકિર્દી પસંદ કરી એ વિશેષ ઉપલબ્ધી મેળવી છે. તા. ૧૮ સપ્ટેમ્બર ની સાંજે ડીપ્રેશનથી એક મહિલાએ અંબાપુર કેનાલમાં મોતની છલાંગ લગાવી ત્યારે એક રાહદારી આ ઘટના જોઈ જતા ત્યારે આ ઘટના સ્થળથી દૂર ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો ઊભેલા હતા. રાહદારીએ ફાયરમેન હિતેન્દ્ર ડામોર અને સચિન ચૌધરીને આ અંગે જાણ કરી હતી તેઓ તાત્કાલિક કેનાલમાં કૂદ્યા હતા અને મહિલાને બચાવી લીધી હતી.
સચિને તાલીમાર્થી તરીકે નાની ઉમરે કરેલ ગૌરવપૂર્ણ કાર્યને બિરદાવી તેને વડગામ પંથક વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ સરકારશ્રીને વિનંતી કરું છુ કે આવા કાર્યો કરવાની યુવાનોને પ્રેરણા મળે તે હેતુ સચિનની કામગીરી ની નોંધ લઈ તેને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે…..