ધોતા પ્રા.શાળાને પંચાલ પરિવાર દ્વારા શાળા પ્રવેશદ્વારની ભેટ.
વડગામ તાલુકાની ધોતા પેટા કેન્દ્ર શાળામાં ૧૫ મી ઑગષ્ટ ૨૦૧૮ના રોજ ધોતા ગામના વતની શ્રી નટવરભાઈ શીવરામભાઈ પંચાલ પરિવાર દ્વારા પોતાના ગામની શાળાને રૂ. ૨.૫ લાખના ખર્ચે નિર્મિત સુંદર પ્રવેશદ્વારની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનોની ઊપસ્થિતિમાં પ્રવેશદ્વારના દાતા શ્રી નટવરભાઈ શીવરામભાઈ પંચાલે પરિવાર સાથે શાળાના નવીન પ્રવેશદ્વારનું પોતાના વરદ હસ્તે ઉદ્દઘાટન કરી શાળા પ્રવેશદ્વારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે આ પરિવાર દ્વારા શાળાના બાળકોને થોડા સમય અગાઉ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા.
શાળા પ્રવેશદ્વારના દાતા પરિવારનું શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.સમાજઉપયોગી ઉમદાકાર્ય બદલ ધોતા ગામનું ગૌરવ શ્રી નટવરભાઈ શીવરામભાઈ પંચાલ પરિવારને વડગામ.કોમ અભિનંદન શહ શુભેચ્છાઓ પાઠવે છે.