વડગામ ના યુવાનોનું પ્રેરક કાર્ય.
વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને વડગામ ના શ્રી હિતેશભાઈ કાનજીભાઈ ચૌધરી એ સદભાવના ગ્રુપ ના માધ્યમથી નવા વર્ષ ના દિવસે પાલનપુર વૃધ્ધાશ્રમ ના વડીલોને અંબાજી સ્થિત મા અંબાના દર્શન કરાવી દિપાવલી પર્વ ને ખરા અર્થમાં દિપાવી વડિલોના આશિર્વાદ મેળવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ ના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં સતકાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે.
પાલનપુર વૃધ્ધાશ્રમના ૬૫ વડિલોને દિવાળીની બહુમૂલ્ય ભેટ આપી આશિર્વાદ મેળવનાર સદભાવના ગ્રૂપના તમામ મિત્રો ને વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.