વડગામ અંતિમધામ અને પુસ્તકાલયમાં માં વૃક્ષારોપણ.

IMG_20190630_114636તાલુકા મથક વડગામમાં ગામમાંથી લક્ષ્મણપુરા રોડ ઉપર આવેલું અંતિમધામમાં તાજેતરમાં ગામલોકોના સાથ સહકારથી રીનોવેશન કાર્ય ચાલી રહ્યું છે. અંતિમધામને વૃક્ષ આચ્છાદિત અને ફુલ છોડ થકી હરીયાળુ બનાવીઓક્સિજન પાર્ક તરીકે વિકસિત કરવાનું પણ એક ધ્યેય છે. થોડાક વૃક્ષો વર્ષો પહેલા વડવાઓએ વાવેલા છે..થોડાક વૃક્ષારોપણ કાર્યક્રમ થકી એક-બે વર્ષ અગાઉ રોપ્યા હતા જે આજે તંદુરસ્તીપૂર્વક ઉછરી રહ્યા છે. નોંધનિય બાબત એ છે કે ગરમીમાં જ્યારે તમે ગામમાંથી આવીને જેવા આ અંતિમધામ કેમ્પસમાં પ્રવેશ કરો તમને વાતાવરણમાં બહારની ગરમી કરતા ઓછી ગરમી લાગશે,તમને ઠંડક્નો અહેસાસ થશે.

IMG_20190630_110848

અંતિમધામ રીનોવેશન કાર્ય અતર્ગત તો કાર્ય પૂર્ણ થયે આખો એક લેખ વડગામ.કોમ ઉપર લખવાનો છે અત્યારે આપણે વાત કરવી છે વૃક્ષારોપણની…..

કોઇ પણ સાર્વજનિક સામાજિક સેવાના કાર્યમાં લોકો સ્વંભૂ જોડાય ત્યારે એ સામાજિક કાર્ય દીપી ઉઠતું હોય છે. પછી એ અર્થદાન હોય કે શ્રમદાન હોય. જુન ૨૦૧૯ ના અંતમાં વડગામ અંતિમધામ મુકામે આયોજિત વૃક્ષારોપણ કાર્યમાં ઘણા એવા લોકો હતા જે માત્ર સોશિયલ મિડિયામાં મેસેજ વાંચીને ઉપસ્થિત  રહ્યા હતા જે એક સકારાત્મક બાબત ગણી શકાય અને આવા લોકોની જેટલી સંખ્યા વધે એટલા સારા અને સાચા સામાજિક કાર્યો થઈ શકે.

IMG_20190630_130350

વૃક્ષારોપણ કાર્યક્રમ વ્યક્તિગત પણ હોઈ શકે અને સામુહિક પણ હોઈ શકે તમે વૃક્ષારોપણ કેવી રીતે કરો છે એ મહત્વપૂર્ણ બાબત છે. વૃક્ષોની પસંદગીથી માંડી તેને રોપવાના સ્થળ અને રોપવાની પધ્ધતિ વિશે સંપૂર્ણ જાગૃકતા હોવી અનિવાર્ય છે. શક્ય બને તો થોડાક નાણા ખર્ચીને પણ આ વિષયના એટલે કે બાગ બગીચાના નિષ્ણાતની સાથે રાખવો જોઈએ. નિયમિત પાણી અને સુરક્ષા હોવી જરૂરી છે નહી તો આપણી ખર્ચેલી શક્તિ અને સમયનું ફોટોગ્રાફી સીવાય કોઈ નક્કર વળતર મળતુ નથી. આપના વાવેલા વૃક્ષો સમાજને કેટલા ઉપયોગી થઈ શકે તેના ઉપર વૃક્ષારોપણની સફળતાનો આધાર રહેલો છે.

IMG_20190630_105259

અંતિમધામમાં અંદાજિત ૪૦ થી ૫૦ વિવિધ પ્રકારના ફુલછાડના નવિન રોપાઓ પાણી અને સુરક્ષાની વ્યવસ્થા સાથે બાગબગીચાના નિષ્ણાતની સેવા લઈને પુરતા ખાતર અને ઉધઈ નિયંત્રણ દવા સાથે રોપવામાં આવ્યા. રોપેલ રોપાઓમાંથી વિશ્વાસ છે કે આવનાર સમયમાં સમાજહિતમાં સારૂ પરિણામ મળશે.

IMG_20190630_113034

આજ રીતે વડગામ સરકારી પુસ્તકાલય મુકામે પણ થોડાક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક વર્ષો અગાઉ સરકારી પુસ્તકાલય ખાતે કરવમાં આવેલ વૃક્ષારોપણ થકી આજે ૮૦% રોપાઓ સંપૂર્ણ વિકસીત બની પુસ્તકાલયની શોભા વધારી રહ્યા છે.

IMG_20190630_120005

તા,૩૦.૦૬.૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ વચ્ચે ઉપરોક્ત સ્થળે આયોજિત વૃક્ષરોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ ગામલોકોનો વડગામ.કોમ આભાર માને છે.