કોમી એક્તાની મિશાલ.
કોમી એકતાની મિશાલ : વડગામના ભલગામનાં મૃતક મુસ્લિમ પરિવારની મદદે પરમ પુજય મોરારીબાપુએ કરી આર્થિક સહાય : મૃતકના પરિવારજનોને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
અંબાજી – દાંતા ત્રિશુળીયા ઘાટ ખાતે વડગામ તાલુકાના ભલગામના મુસ્લિમ પરિવારનો ગોજારો અકસ્માત સર્જાયો હતો.જેમા ૯ લોકોના મોત થયા હતા.આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.જો કે આ દુઃખદ ઘટનામાં સહભાગી બનવા માટે વિવિધ સંસ્થાઓ આગળ આવી છે ત્યારે કોમી એકતા ના પ્રતિક રૂપ પરમ પૂજ્ય શ્રધ્ધેય શ્રી મોરારીબાપુ પણ આ ગરીબ પરિવાર ના દુખ માં ભાગીદાર બન્યા છે. પૂજ્ય મોરારીબાપુ ની સૂચનાથી શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મૃતકોના પરિવારજનોને હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતક પરિવારને રૂ.૫૦૦૦ ની આર્થિક સહાય કરવામાં આવી છે.જે લાયન્સ ક્લબના ભૂતપૂર્વ ગવર્નર મુકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઇ અગ્રવાલના હસ્તે પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂ.૫૦૦૦ નો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.તેઓએ મૃતકના પરિવારજનોને પ્રભુ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
Attachments area