વડગામની કેશરબા જાડેજા શાળા સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
તારીખ:-૧/૭/૨૦૧૮ ને રવિવાર ના રોજ વડગામ ની શૈક્ષણિક સંસ્થા કેશરબા જાડેજા સંકુલ ખાતે ગુજરાત સરકાર ના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોર્ચા ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રી ગૌતમ ભાઈ ગેડિયા ની અધ્યક્ષતા માં ભારતીય જનતા પાર્ટી વડગામ અને કેશરબા જાડેજા ટ્રસ્ટ સંકુલ દ્વારા વન વિભાગ વડગામ રેન્જ ના સહયોગ થી વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ચેરમેન શ્રી ગૌતમ ભાઈ ગેડિયા એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ ના સમય મા પર્યાવરણ નું જતન એ આપણા સૌ ની નૈતિક જવાબદારી છે વડગામ પંથક ની ભુમી ધાન્યધરા તરીકે ઓળખાતી હતી પરંતુ ક્રમશ વૃક્ષો ઓછા તથા વડગામ પંથક ની ઓળખ અને અસ્મિતા જળવાઈ રહે એ માટે વૃક્ષો નું જતન જરૂરી છે આ પ્રસંગે વડગામ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ રાણા એ શ્રી ગૌતમ ભાઈ ગેડિયા ના વૃક્ષારોપણ કાર્યક્રમ ને યાદગાર બનાવવા હરિયાળા વડગામ ની યોજના ની જાહેરાત કરી જેના થકી આગામી સમય મા વડગામ પંથક મા વધુ વૃક્ષો વાવવા મા આવશે આ સમગ્ર કાર્યક્રમ મા ભાજપા વડગામ ના મહામંત્રી ગોવિંદભાઇ ચૌધરી,ડી વી સોલંકી,કાનજી ભાઈ ધૂળિયા,રજની ભાઈ શ્રીમાળી,સતીશભાઈ ભોજક આર એસ એસ ના અગ્રણી આદરણીય રતુભાઇ ગોળ તથા ગુજરાત વન કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી વાઘજીભાઈ ચૌધરી તેમજ ભાજપા અને આર એસ એસ કાર્યકરો અને અતિપછાત સમાજ ના અગ્રણી ઓ તેમજ વડગામ પંથક ના અગ્રણી ઓ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા કેશરબા જાડેજા તેમજ ગેલક્ષી શિક્ષાધામ ના પ્રમુખ શ્રી કાનજી ભાઈ ચૌધરી તેમજ જિલા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સક્સેના અને ભાજપા યુવા અગ્રણી દિપકભાઈ પંડયા એ ભારે જહેમત ઉઠાવી હતી.