વૃક્ષારોપણ -2017 @ વડગામ અંતિમધામ
વડગામનાં સન્માનીય દાતાશ્રીઓ નાં સહયોગ થકી વડગામ અંતિમધામ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત તા. ૦૨.૦૭.૨૦૧૭ ને રવિવારના રોજ ગામ માંથી લક્ષ્મણપુરા જવાના માર્ગ ઉપર આવેલ વડગામ અંતિમધામમાં ગ્રામજનો દ્વારા સદ્દગત આત્માઓને શ્રધાંજલી સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અવિરત વરસાદી ઝાપટા વચ્ચે રોપવામાં આવેલ રોપાઓ સારી રીતે ઉછરી અને વિકસી શકે તે અંગે વૃક્ષારોપણ પહેલા વિશેષ કાળજી રાખવામાં આવી હતી. ૧૫ દિવસ પહેલા જરરી માપના ખાડા તૈયાર કરી પુરતું છાણીયું ખાતર નાખવામાં આવ્યું હતું તેમજ ચોમાસા બાદ પણ જરૂરી પાણીની સપ્લાય ચાલુ રહે તે હેતુ ડ્રીપ ની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. રોપાઓની પસંદગીમાં પણ વિશેષ કાળજી રાખીને દાંતા સ્થિત પાતળીયા નર્સરી કે જે ગુજરાત ની ઉત્તમ નર્સરીઓ પૈકીની ISO Certified નર્સરી છે તેમાંથી રોપાઓની પસંદગી કરીને ખરીદી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગામના યુવાનો અને વડીલોએ વરસાદી માહોલમાં વૃક્ષારોપણ કરી સામુહિક શ્રમદાન નો વિશેષ આનંદ લીધો હતો.
આ દરમિયાન ડિસા હવામાન વિભાગના અધિકારી શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી એ વોટ્સએપ ઉપર વડગામ અંતિમધામ વૃક્ષારોપણ કાર્ય સંદર્ભે ખૂબ જ ઉપયોગી સલાહ કોમેન્ટ સ્વરૂપે મોકલી આપી હતી જે સૌ વૃક્ષપ્રેમી લોકોને જરૂર જાણવી ગમશે જે અક્ષરશ નીચે મુજબ છે.
ભાઈ ..સરસ ..ઉમદા …રાષ્ટ્રભક્તિનું કામ કર્યું છે …અભિનંદન …પણ સાથે સલાહ કે વૃક્ષ ઉછેરવું અને એક બાળક ઉછેરવું સરખું છે ..તમે વાવેલા આ બધા વૃક્ષ ને પહેલા તો જનાવરો ખાઈ ના જાય તેવું રક્ષણ આપજો …બીજું વરસાદ પૂરો થાય એટલે કે સપ્ટેમ્બર મહિના પછી પાણી આપવા નું ચાલુ કરજો …વાવ્યા પછી ૧૫ દિવસ બાદ ઉધઈ ની દવા …નિંદામણ કરજો …આવતા ચોમાસા સુધી તેની દેખ રેખ રાખશો તો જ ઝાડ મોટા થશે …બને ત્યાં સુધી આપણા વિસ્તાર ના ઝાડ વાવવા ..લીંબડો ,કણજી ,કરંજ .મહુડો ,સીસમ ,ખીજડો ,વડ,પિંપર અને આંબલી જેવા લાંબા આયુષ્ય વાળા ઝાડ જ વાવવા …ગુલમહોર ,આસોપાલવ બને એટલા ઓછા સલાહ માનસો તેવી અપેક્ષા…!!
વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લીક કરો….