વડગામ તાલુકાએ પુલવામાં શહીદોને શ્રધાંજલી અર્પી.

હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આ ભીખમંગી જમાત ને ખબર નથી કે હિન્દુસ્તાનને વફાદાર પ્રત્યેક નાગારિક વીર જવાનોની પડખે છે. હિન્દુસ્તાન ની સરકાર અને જનતા તેના પરિવાર ની સંભાળ લેવા સક્ષમ છે. હિન્દુસ્તાન ના વીર જવાનોની શહીદી ક્યારેય એળે જતી નથી.

Tribute-Sahid-Vadgam-2પુલવામાં માં શહીદી વહોરનાર ભારાતના જાબાંઝ CRPF ના વીર જવાનો ને શ્રધાંજલી અર્પવા અને તેમના પરિવારજનો ને મદદરૂપ થવા હેતુ વડગામ તાલુકામાં અનેક જગ્યાએ શ્રધાંજલી ના કાર્યક્રમો યોજાયા હતા. વડગામ તાલુકાની જનતામાં ઘટના સંદર્ભે આક્રોશ અને જોશ જોવા મળતો હતો.

Tribute To Sahid-Vadgam-1તાલુકા મથક વડગામ ના લક્ષમણપુરા મુકામે આયોજિત શ્રધાંજલી કાર્યક્રમમાં ગ્રામજનો સ્વંભુ ઉમટી પડ્યા હતા. આ પ્રસગે ગ્રામજનો દ્વારા શહીદોને શ્રધાંજલી અર્પી શહીદોના પરિવારને મદદરૂપ થવા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. કાશ્મીર સરહદે આર્મીમાં પોતાની ફરજ નિભાવતા અને વડગામ આવેલા ગામના પાંચ નવયુવાનોને શાલ ઓઢાડી ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. લક્ષમણપુરા (વડગામ ) રીંગ રોડ ઉપર શહિદોને શ્રધાંજલી અર્પતા જોમ જુસ્સા સાથે ભવ્ય કેન્ડલ માર્ચ નીકળી હતી. શ્રધાંજલી પ્રસંગે ઉપસ્થિત લોકો સમક્ષ ગામના મહાનુભાવો દ્વારા પ્રસંગ ને અનુંરૂપ ઘટના સંદર્ભે પ્રવચન આપી દેશ એકતામાં સહભાગી થવા આવહાન કરવામાં આવ્યું હતું.

વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી મુકેશભાઈ અને શ્રી હરેશભાઈ ચૌધરીએ પોતાના માતૃશ્રી નું અવસાન થતાં લૌકિક પ્રસંગે આવેલ રકમ પુલવાવામાં શહીદ થયેલ જવાનો ના પરિજનોને આપવાનું નક્કી કરી એક આદર્શ ઉદાહાણ પૂરું પાડ્યું હતું.

વડગામતાલુકાના તેનીવાડા ગામમાં વીર શહીદોને કેન્ડલ થી શ્રદ્ધાંજલી  કરવામાં આવી હતી.

 

તેનીવાડા ગામના ચોકની અંદર    તેની વાડાના સંપૂર્ણ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ .બહેનો નાના ભૂલકાઓ એક સાથે ભેગા મળીને વીર શહીદોને કેન્ડલ થી શ્રદ્ધાંજલી આપવામાં આવી. પાકિસ્તાનનાઆતંકવાદી દ્વારા કરવામાં આવેલા   હુમલાને સંપૂર્ણ ગામી સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. અને શહીદના પરિવારને આઘાત સહન કરવાની ભગવાન અલ્લાહ શક્તિ આપે એવી દુવા કરવામાં આવી હતી.  આ નિમિત્તે શહીદોના કેન્ડલની શ્રદ્ધાંજલી અને  બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

Tribute Sahid-Tenivadaઆ ઉપરાંત વડગામ તાલુકાના અનેક ગામો માં નાના મોટા પાયે વીરા જવાનોને શ્રધાંજલી અર્પી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને દેશહિત માટે વડગામ તાલુકાના સર્વે નાગરિકો દેશહિત માટે એક છે તેવી એકતાની પ્રતિતિ કરાવી હતી.