વડગામની અનુપમ શાળાને શાળાની શિક્ષિકાબેન દ્વારા અનુપમ ભેટ.

Chbutaroવડગામ તાલુકાની અનુપમ પે.કેન્દ્ર શાળા-૧માં શાળાના શિક્ષિકાબેન શ્રીમતી રમિલાબેન એસ.પટેલ તરફથી તેઓના સસરા સ્વ. કિશોરભાઈ એમ.પટેલની ત્રીજી વાર્ષિક પૂણ્યતિથિએ આશરે દશ હજારની કિંમતનો ચબૂતરો શાળાને ભેટ આપવામાં આવ્યો. તેઓના પતિશ્રી વડગામ GEB માં ફરજ બજાવે છે. કર્મચારી દંપતિએ અગાઉ પણ શાળાના બાળકોને પ્રિતિ ભોજન અને મધ્યાહન ભોજન યોજના માટે વાસણો આપી આશરે રૂ. ૨૫,૦૦૦ નું દાન કરેલ છે.

શાળા પરિવારે કર્મચારી દંપતિની ઉદાર ભાવનાને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકો શાળાને સતત દાન આપી અન્ય દાતાઓને પ્રેરણા પુરી પાડતા રહે છે. અનુપમ શાળામાં મૂલ્ય શિક્ષણની ચાલતી અસંખ્ય પ્રવૃતિઓ પૈકી અક્ષય દ્રવ્ય પ્રવૃતિને ચબૂતરાની ભેટ મળવાથી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. શાળાના ઉત્સાહી અચાર્ય શ્રી રઘુભાઈ જેગોડાએ સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ પાસેથી  પુષ્કળ દાન મેળવી શાળાને ગુણવત્તાની સાથે સાથે ભૌતિક સુવિધાઓમાં પણ સમૃધ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે.

વડગામ.કોમ શાળાના શિક્ષિકાબેન શ્રીમતી રમિલાબેન એસ. પટેલને  શાળા પ્રત્યેની ઉમદા ભાવનાને બિરદાવી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.