વડગામમાં રક્તદાન કેમ્પ યોજાયો.

4શ્રી બ્રહમાણી યુવક મંડળ પુરબિયા પરિવાર વડગામ તેમજ વાલ્મીકી યુવા સેવા સંગઠન બનાસકાંઠા દ્વારા તા. ૨૭.૦૧.૨૦૧૯ ને રવિવારના રોજ વડગામ મુકામે આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા કુલ ૫૮ બોટલ રક્ત એકત્ર કરી વડગામની ભૂમિને ગૌરંવિત કરવામાં આવી હતી.

અમારા વડગામના વિવધ સમાજના યુવા સંગઠનોના સકારાત્મક કાર્યોએ વડગામને એક નવી ઓળખ આપી છે એમા  વડગામના શ્રી બ્રહ્માણી યુવક મંડળ પુરબિયા પરિવારના યુવાનો પણ સતત સહયોગી બની રહ્યા છે તે એક ખાસ નોંધપાત્ર બાબત છે. રક્તદાન પ્રસંગે વડગામ બાવન વાંટા યુવા પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા રક્તદાતાઓને ઘડીયાળ ભેટ આપી વિશેષ પ્રોત્સાહિત કરવમાં આવ્યા હતા તો આદર્શ પેથોલોજી લેબોરેટરીના શ્રી ઘેમરભાઈ ચૌધરી ભોજન દાતા બન્યા હતા. મહિલા બલ્ડ ડોનરના કીટ દાત ડૉ, સુરેન્દ્ર ગુપ્તા બન્યા હતા. ગણપત એજ્યુકેશન ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

1પાલનપુરના જાણીતા તબીબ ડૉ. સુરેન્દ્રભાઇ ગુપ્તા, શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, શ્રી એ.એસ.પરમાર (TDO) ,શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી ઘેમરભાઈ ચૌધરી (આદર્શ પેથોલોજી) , શ્રી વિજયભાઈ ચક્રવર્તી, શ્રી ડિ.વી. સોલંકી, શ્રી દિપકભાઈ પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચોરસિયા,શ્રી ભરતભાઈ પરમાર, શ્રી અશ્વિનભાઈ સક્સેના, મજ્જાની લાઈફના શ્રી વસંત ગોસ્વામી અને તેમની સમગ્ર સ્ટારકાસ્ટ ટીમ, વડગામ ૧૦૮ ટીમ તેમજ અનેક ગણમાન્ય  મહાનુભાવોએ રક્તદાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી શ્રી બ્રહ્માણી યુવક મંડળ પુરબિયા પરિવારના કાર્યોને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

3રક્તદાન કેમ્પના આયોજન થકી સમાજઉપયોગી કાર્યમાં સહભાગી બનવા બદલ શ્રી બ્રહમાણી યુવક મંડળ પુરબિયા પરિવાર વડગામને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.