પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ.

Varnavada-School-2

વડગામ તાલુકાના એક નાનકડા ગામ એવા વરણાવાડાની શાળામાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીની ઈમાનદારીથી એ જાણવા મળે કે ખાનદાની અને પાયાની કેળવણી એ કોઈ સત્તા, સંપત્તિ ની મોહતાજ નથી.

ક્ષુલ્ક સ્વાર્થ માટે પોતાના સિધ્ધાંતો અને માનવતાને તડકે મુકી દેતા અનેક કિસ્સાઓ આજે સમાજ જીવનમાં જોવા મળે છે ત્યારે રૂ. ૨૫૦૦ જેવી રકમ કે જે નાના ગામના સરકારી શાળાના વિદ્યાર્થી માટે તો રૂ.૨૫૦૦૦ બરોબર ગણાય છતાં અણહકના લાભને જતો કરી જે તે વ્યક્તિ ને પરત પહોંચાડવા એ નાનું સુનું કામ નથી.. મને તો વિજય માલ્યા કરતાં વરણાવાડા જેવા નાના ગામનો આ વિધાર્થી ક્યાંય મોટો લાગ્યો.

વરણાવાડા પ્રાથમિક શાળા ના ધોરણ-7 માં અભ્યાસ કરતા વિધાર્થી કલ્પેશકુમાર લાલાભાઇ રાવળ ને શાળાના મેદાનમાંથી રૂપિયા 2500 મળી આવેલ હતા.જે તેણે શાળાના શિક્ષકશ્રી અલ્પેશકુમાર પટેલ ને આપેલ અને તેમના દ્વારા તેના મૂળ માલિક ને પરત કરવામાં આવેલ.શાળા ના આચાર્યશ્રી મનોહરસિંહ જે. રાજપૂત દ્વારા વિદ્યાર્થીને ઇનામ આપી સન્માનવામાં આવેલ.

ઇમાનદારી બજારમાં વેચાતી મળતી નથી.

શાળા પરિવાર અને કલ્પેશ રાવળ ને વડગામ.કોમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.