નળાસર (વડગામ) ના યુવાનોનું જીવદયાનું પ્રેરક કાર્ય.

Jivdaya-Nalasar-4બનાસકાંઠા જિલ્લાના મુક લોક્સેવક અને બનાસડેરીના આધ્યસ્થાપક સ્વ. શ્રી ગલબભાઈ નાનજીભાઈ પટેલના જન્મસ્થળ એવા વડગામ તાલુકાના નાનકડા નળાસર ગામમાં ગામના યુવાનો દ્વારા તાજેતરમાં જીવદયાનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે જેનો નજરે જોયેલો અહેવાલ મજાદર (વડગામ) ગામના વતની શ્રી વિશ્વેશ જોષી એ વડગામ.કોમ ને મોકલી આપ્યો છે. નળાસર ગામના જીવદયા કાર્યમાં જોડાયેલ તમામ યુવાનોને વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.

Jivdaya-Nalasar-1વિશ્વને પોતાની જવાબદારી સમજીને આ શિયાળાની કડકડતી ઠંડીમાં નિસ્વાર્થ કામ કરતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નળાસર ગામના યુવાનો
આ ભાગદોડવાળી જિંદગીમાં લોકોને પોતાના માટે સમય નથી હોતો, ત્યારે બીજાના માટે સમય કાઢી શકશે!! તેવુ માનવું કે સમજવું તે મુર્ખામી ભર્યું કહેવાશે!!! પણ શું આવું ખરેખર હોય છે ખરા કે લોકો બીજાના માટે પણ જીવતા હોય? હા… આવું દર 1000 વ્યક્તિએ એક વ્યક્તિ એવુ મળી જશે કે જે બીજા માટે જીવતું હોય. અને તેવા લોકોને તમારી આગળ લાવવાનું કામ તો Visw : Our Responsibility એટલે કે જે દુનિયાને પોતાની જવાબદારી સમજે છે તેમને તમારી સમક્ષ લાવે છે. નળાસર ગામમાં રહેતા સંજય પ્રજાપતિ અને અતુલ પ્રજાપતિને વિચાર આવ્યો કે, જમવાનું અન્ન જમ્યા પછી વધે છે તે વેસ્ટ જાય છે. તો આનો કઈંક રસ્તો નિકાળવો જોઈએ અને તે પછી બંને ભાઈઓએ નક્કી કર્યું કે ,રોજ સાંજે ઘરે ઘરે જઈને એ વેસ્ટ અન્નને ઉઘરાવીને ભેગું કરી જરૂરિયાતમંદને આપવું. કલ કરે સો આજ કર આજ કરે સો અબ અને આ રીતે તેમણે આ શુભ કામ કર્યું અને તે ભેગું કરેલું અન્ન એ ગામના અને ગામના બહારના શ્વાનને આ અન્ન પૂરું પાડ્યું. કહેવાય છે ને કે તમે સારું કામ કરો તો આજુબાજુની બધી જ શક્તિ તમારા કામમાં જોડાઈ જાય છે. બસ, આવી જ રીતે યુવા શક્તિઓ આ કામમાં જોડાઈ ગઈ, અને અત્યારે અલગ અલગ ગ્રુપમાં બધા યુવાનો શેરીએ શેરીએ જઈને અન્ન ભેગું કરીને શ્વાનને આપે છે.
Jivdaya-Nalasar-2આ તમને કહેવા પાછળનું કારણ એ છે કે તમે પણ આવા કામ કરો. અને જેટલું ખાવાનું હોય તેટલું જ લો અને જે બચે તે ફેંકી ના દેતા જરૂરિયાતમંદને પહોંચાડો. જો તમારામાંથી કોઈ એક પણ આવું કરશે તો મારું પોસ્ટ કરવાનું સાર્થક થશે.
વધુ આવા લોકો વિશે જાણવા માટે આ પેજને લાઈક કરો.

https://www.facebook.com/viswourresponsibility1/

નિઃસ્વાર્થ ભાવે એકલા, વન મેન આર્મીની જેમ, જે પણ પોતાના ખર્ચે, બધા કરતા અલગ સેવા કરતા હોય તેવા લોકો પરની (દસ્તાવેજી ચલચિત્રો) ડોક્યુમેન્ટરી ફિલ્મસ્ નીચેની યુટ્યુબ ચેનલ પર આવશે. તો આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો.
https://m.youtube.com/channel/UCLvlhhdwnMimtuCMVMb8taA?sub_confirmation=1

વિશ્વેશ જોષી (ભારતીય)
8140441452

Jivdaya-Nalasar-3