વડગામ પુસ્તકાલય ના આદર્શ ગ્રંથપાલશ્રીને ભાવભીની વિદાય.

Library-patel-Fairwellવડગામ સરકારી લાયબ્રેરી ના ગ્રંથપાલ શ્રી એન.આર.પટેલ(નિતીનભાઈ) એ સ્વેચ્છીક નિવૃતી લઈ લેતા પુસ્તકાલય સ્ટાફ સાથે વાચક મિત્રોએ તા.૦૧.૦૮.૨૦૧૮ના રોજ વડગામ સરકારી પુસ્તકાલય ખાતે ભાવભીની વિદાય આપી હતી. શ્રી એન.આર.પટેલ છેલ્લા 9-8-2012 થી વડગામ પુસ્તકાલયનો કાર્યભાર સંભાળતા હતા એમણે વડગામ લાયબ્રેરી ને અધતન બનાવવામા છ વર્ષના કાર્યકાળ દરમ્યાન ખૂબ મહેનત કરી હતી.એમના મળતાવડા સ્વભાવને કારણે તેઓ વાચકમિત્રો મા પણ લોકપ્રિય થયેલા. શ્રી એન.આર.પટેલે, શ્રી અનવરભાઈ તેમજ વશરામકાકા જેવા સ્ટાફ મિત્રોના સકરાત્મક સહકારથી વડગામ સરકારી પુસ્તકાલયને એક આદર્શ પુસ્તકાલય બનાવ્યું છે. સ્વછતા અને વાંચન વ્યવસ્થામાં વડગામ તાલુકાના પ્રથમ હરોળના આ પુસ્તકાલયની એકવાર મુલાકાત અવશ્ય કરવા જેવી છે. વડગામ પુસ્તકાલયના ગ્રંથપાલ પદેથી વિદાય લઈ રહેલા શ્રી એન.આર.પટેલનું નિવૃતિકાળ જીવન સુખમય અને તંદુરસ્તીમય વિતે તેવી વડગામ.કોમ શુભકામનાઓ પાઠ્વે છે…..