વડગામની રહેણાક સોસાયટી સુંદરવન બની..
યોગ્ય દિશામાં કંઈક સર્જનાત્મક કરવાની ઘગશ હોય તો સ્વર્ગ બીજે ક્યાંય નહી પણ પૃથ્વી ઉપર જ છે જેની પ્રતિતિ આજે વડગામથી લક્ષ્મણપુરા જવાના વરવાડિયા રોડ ઉપર આવેલી ૬૦ ઘર ધરાવતી ઉરલબ સોસાયટીના રહીશોએ પ્રેરણાદાયી કાર્ય કરતા ઓક્સીજનના પુરવઠાની આગોતરી વ્યવસ્થા રૂપે સોસાયટીમાં કુલ ૩૫૧ વિવિધ પ્રકારના ઉપયોગી વૃક્ષો વાવીને સમાજને એક વિશેષ સંદેશો આપ્યો છે.
સોસાયટીના ઉત્સાહી યુવા પ્રમુખ શ્રી ધવલભાઈ બારોટ અને તેમની સમગ્ર ટીમે જે રીતે સોસાયટીમાં વૃક્ષારોપણનું કામ કર્યુ છે તે જોતા અચંબો પામી જવાય તેવુ છે. દરેક ઘરની આગળ યોગ્ય આયોજન થી હારબંધ વાવેલા વૃક્ષો જોઈને અપાર ખુશીનો અહેસાસ થયા વગર રહેતો નથી. પોતાની સોસાયટીને આદર્શ સોસાયટી બનાવવા પ્રયત્નશીલ યુવા પ્રમુખ શ્રી ધવલ બારોટ આમ તો ગામમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રહરોળ નું નામ છે. સદા ઉત્સાહી અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કાર્યશીલ શ્રી ધવલ બારોટ અને તમામ સહયોગી ટીમને તેમની સોસાયરી એક આદર્શ સોસાયટી બને તેવી વડગામ.કોમ અભિનંદ સહ શુભેચ્છાઓ પાઠવે છે.