મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ગ્રામજનોને યાદગાર દિવાળી ભેટ.
તન મન ધન થી પોતાના માદરે વતન કોદરામ માટે આજ સુધી અનેક સેવાકીય કાર્યો થકી દ્રષ્ટાંતરૂપ બનેલ શ્રી લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ પરિવારનાં દિલ માં દિવાળી તેની ચરમસીમા એ તેજોમય બની રહી હતી. રૂડા અવસરનો હરખ દરેક પરિવારજનોનાં ચહેરા ઉપર સ્પષ્ટ જાણતો હતો. જગતજનની વંદનીય શ્રી ચૂંદડીવાળા માતાજીનાં આશીર્વાદ સતત વરસી રહ્યા હતા. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું મનોજભાઈ લવજીભાઈ પરિવાર દ્વારા કુમકુમ તિલક અને શાલ ઓઢાડી સન્માન થઇ રહ્યું હતું સાથે સાથે ગ્રામજનો દ્વારા દાતા પરિવાર નું પણ જોરદાર સ્વાગત થઇ રહ્યું હતું. આખું ગામ હરખના હિલ્લોળે ચડ્યું હતું. ગ્રામજનો માં ઉત્સાહ સમાતો નહોતો.
પ્રસંગ હતો ૨૫ લાખ રૂપિયા ને ખર્ચે નિર્મિત વડગામ તાલુકાના કોદરામ ગામ પ્રવેશદ્વાર નાં લોકાપર્ણ નો. ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ માં લાભપાંચમ નાં શુભ દિને કોદરામ ગામ ને યાદગાર દિવાળી ભેટ આપતા મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ પરિવાર માદરે વતનની શોભા માં અભિવૃદ્ધિ કરતા આ પ્રવેશદ્વાર વિષે જણાવ્યું હતું કે આ પ્રવેશદ્વાર માત્ર પાષાણનું પ્રવેશદ્વાર નથી એ એક વતન પ્રત્યેની ઋણ અદા કરવાની તીવ્ર ઇચ્છા લાગણી અને સંઘર્ષમાંથી ઉદ્દભવેલું સ્નેહ્દ્વાર છે…લાભપાંચમનાં દિવસે લોકાપર્ણ થયેલ આ પ્રવેશદ્વાર ફક્ત માણસો અને વાહનો માટેનું પ્રવેશદ્વાર બની ન રહેતા નવા વિચારો નું, નવી આશાઓનું , નવા સતકાર્યોનું, નવા સપનાઓનું પ્રવેશદ્વાર બને.
શંકર મહાદેવ મંદિર પરિસરમાં આવેલ ચૌધરી સમાજની વાડીમાં પ્રસાદ લેવા જતી વખતે એક ચૌધરી ભાઈ એ વાત કરી કે આ વાડી માત્ર ચૌધરી સમાજની છે પણ અમારા ગામના ભામાશા એવા લવજીબાપા માટે આ જગ્યાના ઉપયોગની કોઈ પણ સમયે છૂટ છે. લવજીભાઈ પ્રજાપતિ એ અમારા ગામનું ગૌરવ છે આનાથી મોટું સન્માન કયું હોઈ શકે ?