વિશ્વ: અવર રીસ્પોન્સીબિલિટી અને શુશ્રુત સેવા મંડળ અમદાવાદ દ્વારા બનાસકાંઠામાં વૃક્ષારોપણ.
વિશ્વ: અવર રીસ્પોન્સીબિલિટી અને શુશ્રુત સેવા મંડળ અમદાવાદ દ્વારા તા. ૦૭.૦૮.૨૦૧૮ના રોજ બનાસકાંઠામાં પાલનપુરની ગુરૂકુળ શાળા, મજાદરની સરકારી પ્રાથમિક શાળા તેમજ પારપડા મુકામે કુલ ૧૩૫૦ વૃક્ષોનું રોપણ કાર્ય કરી સમાજને એક હરીયાળો સંદેશ આપ્યો છે. અમદાવાદથી આટલે દુર પર્યાવરણની રક્ષા કાજે કોઈ પણ અપેક્ષા વગર પોતાના ખર્ચે પર્યાવરણ રક્ષા કાજે આવેલ ટીમને વડગામ તાલુકાના મજાદર ગામે મળવાનું થયું ત્યારે ખાસ તો એ બાબત જાણીને આનંદ થયો કે આ લોકો માત્ર વૃક્ષો લાવતા ,વાવતા અને વવરાવતા જ નથી સાથે સાથે આવનાર ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકોને વૃક્ષનુ મહત્વ સમજાવવાનું અને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યેની આપણી કંઈક જવાબદારી બને છે તે સંદેશો પહોંચાડવાનું મહત્વપૂર્ણ જનજાગૃતિનું પ્રેરણાદાયી કાર્ય પણ કરે છે. વિશ્વ: અવર રીસ્પોન્સીબિલિટીના શ્રી વિશ્વેસ ભારતીય તો આપણા વડગામ તાલુકાના જ મજાદર ગામના મૂળ વતની છે તે જાણી વિશેષ ગૌરવ અનુભવ્યું.
સમાજ પ્રત્યે , દેશ પ્રત્યે આપણી પણ કંઈક ફરજ બને છે તે સમજ લઈને પર્યાવરણ ની રક્ષા કાજે અતિ મહત્વપૂર્ણ કામ કરી રહેલા મિત્ર શ્રી વિશ્વેશ ભારતીય અને તેમની મળવા જેવી સમગ્ર ઉત્સાહીટીમને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
વિશ્વ: અવર રીસ્પોન્સીબિલિટીના વડગામ તાલુકાના મજાદર ગામના મૂળ વતની શ્રી વિશ્વેશભાઈ ભારતીયે આપણને સૌ ને નીચેનો સંદેશો મોકલી આપ્યો છે.
વૃક્ષાકાર મિત્રો,
બહુ પહેલા પણ આપને જણાવ્યું હતું કે @Visw : Our Responsibility , @sushrut seva organization , @Radio one fm 95 અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બધા સાથે મળીને અમદાવાદમાં વૃક્ષારોપણ કરે છે. પણ @Visw :Our Responsibility પહેલા પણ એકલા હાથે અમદાવાદમાં જ નહીં ગુજરાતમાં વૃક્ષારોપણ કરતા હતા. અને આ વખતે એમની સાથે @Sushrut seva organization પણ બનાસકાંઠામાં વૃક્ષ રોપણ કરવા આવેલા…
એમને બનાસકાંઠામાં 1350 વૃક્ષોનું રોપણ કર્યું છે. અને એમની એક વાત ખાસ નોંધ લેવા જેવી છે કે *તે વૃક્ષનું સારી રીતે પાલન પોષણ થાય અને એ નાના પ્લાન્ટમાંથી વૃક્ષ બને તે માટે એ બધા ને એક એક વૃક્ષ દત્તક લેવડાવે છે* તેમ કરવાથી લોકો જે તે વૃક્ષ દત્તક લે તેની પોતાનું બાળક સમજી સારી રીતે માવજત કરે છે. અને બીજી વાત કે *તે આ વાત લોકોના મન સુધી લઈ જાય છે તેનું મહત્વ સમજાવે છે અને દેશના ઉત્તમ ભવિષ્ય સમાન બાળકોને જાગૃત કરે છે અને પર્યાવરણ પ્રત્યે એમની જવાબદારીની સમજ આપે છે.*
આ કામ સફળ ત્યારે જ બન્યું હતું કે હરેશભાઇ શ્રીમાળી એ બધા વૃક્ષોને જે તે જગ્યા પર મોકલવાની જવાબદારી લીધી હતી. અને આ સિવાય ગુરુકુળના સ્વામીજી, ચેલાભાઈ, ગુરુકુળના આચાર્ય, રમેશભાઈ, નીતિનભાઈ (Vadgam.com), ગૌતમભાઈ ચોરસિયા (શ્રેષ્ઠ ગુરુ ચેનલ), મહિપત ભાઈ, ગૌરાંગભાઈ પંડ્યા, શૈલેષ ઠક્કર, સાગર પટેલ, નીતિન કાપુરે, સાગર પટેલ, માનસી પુજારા, દીનમહોમ્મદ ભાઈ, રમેશભાઈ તલાટી, કાંતિભાઈ, શૈલેષભાઇ સોલંકી, ડૉ. યોગીતા, જીગર સોની અને જે તે સ્પોટ પરના વિદ્યાર્થીઓ ગામ લોકો અને વડીલો બધા વિના આ કામ સફળ થઈ જ ન શકે.
આ સિવાય પણ એમના બહુ સારા કામકાજ ચાલે છે તમે એમની સાથે જોડાવા માંગો અથવા અમને સપોર્ટ કરવા માંગતા હોવ તો એમને સંપર્ક કરો. Visw :Our responsibility અને Sushrut seva organization બધી જ સોશિયલ સાઈટ પર છે ત્યાં પણ એમને લાઈક કરી શકો છો.
Viswesh Bhartiya:- 7779099404 (વિશ્વ : અવર રેસ્પીન્સીબિલિટી)
Rajul pandya:- 9898017271 (સુશ્રુત સેવા ઓર્ગેનાઇઝેશન)