વડગામમાં દેશી કેરીના કારોબારને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
વડગામ બસ સ્ટેશન પર ટોપલા લઇને બેઠેલો દેવી પૂજક સમાજ.. વર્ષો થી આ વેચાણની પરંપરા છે.. દેશી આંબાઓની કેરીઓ વેચાય.. આજુ બાજુના ગામડાના લોકો જતા આવતા આ કેરીઓ ની ખરીદિ કરે.. મધ જેવી દેશી મીઠી કેરીઓ.. આ સમાજ મા શિક્ષણ ઓછું છતા માર્કેટીંગ સ્કિલ કે ક્મ્યુનિકેશન સ્કિલ એવી કે એમ.બી.એ કરેલા ને પણ પાછા પાડે… બાર્ગેઇનીંગમા પણ નિરાશ ના કરે… પહેલાના ગામડા મા વિનિમય પ્રથા પછી અત્યારે નાણાની પરંપરામા પણ આ સમાજ એ જ રીતિ નિતિથી વેપાર કરવાનો… આજે જયારે શિસ્તબધ એક જ પંકિતમા બધા ને તંદુરસ્ત સ્પર્ધા નો વેપાર કરતા જોઇ ગ્રામ્ય સંસ્ક્રુતિ પર ગર્વ થાય.. વિનંતિ કે ગામ ના નાના વેપારી …લારી કે દુકાનદાર જોડે સંપર્ક રાખી ..ખરીદિ કરીને ગામ ને જીવંત રાખીએ… જયારે ગામ નો સ્વાવલંબી… સર્વ સ્પર્શી સર્વ વ્યાપી વિકાસ થશે તો જ ભારત નો વિકાસ થશે એ વાત ચોક્કસ છે… ભલે રેહતા બહાર હોય પણ ગામ મા આવો ત્યારે આ લોકોને પ્રોત્સાહિત જરુર કરીએ… ભારત નું હ્દય એ ગામડું જ છે. વડગામ અને તાલુકાની અંદર આ રીતે આંબા રાખીને..કેરીઓ ઉતારી.. ભાડા ની વખાર મા પ્રાક્રુતિક રીતે પકવી મીઠી મધુર ઓર્ગેનિક કેરી ખાવાની મજા લઇએ.
– અલ્પેશ ત્રિવેદિ વડગામ
ઘોળવાની કેરી તો ઘોળવાની કેરી
કયું ધોળવા ? વધુ વિગતો આપશો .