હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરતી ભૂખલાની પાણીની પરબ.

Idayat-newતાલુકા મથક વડગામથી ૧૬ કિ.મી હવાઈ અંતરે આવેલ અંદાજીત ૧૦૦૦ થી ૧૫૦૦ ની વસ્તી ધરાવતા વડગામ તાલુકાના નાના એવા ભૂખલા ગામે હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરતી પાણીની પરબ શરૂ કરીને ગામની નોંધ લેવી પડે તેવું પ્રેરણાદાયી કામ કરી બતાવ્યું છે અને તેના માટે નિમિત બન્યા આ જ ગામના દાતા એવા ભાઈ શ્રી ઇદાયતભાઈ અયુબખાન પઠાણ. ભૂખલા ગામના બસ સ્ટેન્ડ પર પીવાના ઠંડા પાણીની પરબ બનાવીને ઇદાયતભાઈએ માનવતાનું એક ઇશ્વરીય કાર્ય તો કર્યુ જ છે  સાથે સાથે સેવાના આ માધ્યમથી હિન્દુ-મુસ્લિમ એકતાને અખંડ રાખવાનો સુંદર પ્રયાસ પણ કર્યો છે. ગામના આગેવાનો સર્વ શ્રી અમરતભાઈ દેસાઈ, લાલજી ઠાકોર,રાજુભાઈ દેસાઈ, નટુભાઈ પ્રજાપતિ, ખાનાભાઈ પરમાભાઈ અને સમસ્ત ગ્રામજનોએ પરબના દાતાનું વિશિષ્ઠ સન્માન કર્યુ હતું. સમાજ ઉપયોગી આવા કાર્યો થકી જ ગામના નામ મોટા થતા હોય છે તેનું પ્રેરક ઉદાહરણ ભૂખલા ગામે પ્રસ્તુત કર્યુ છે. વતન પ્રત્યેની પોતાની લાગણી જાળવી રાખવા બદલ પરબના દાતા ઇદાયતભાઈ તેમજ તેમને સંપૂર્ણ સહકાર આપનાર તમામ ભૂખલા ગ્રામજનોને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

Parab-Idayat-Bhukhla-3

નોંધ : ૨૦૧૮ ના મે મહિનામાં આ પરબ ખુલ્લી મુકવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા દાતાશ્રીનો સન્માન કાર્યક્રમ ૨૦૧૮ના જુન મહિનામાં યોજવામાં આવ્યો હતો.