યોગ સંવાદ કાર્યક્રમમાં જલોત્રાના શ્રી હસમુખભાઈ ભટોળના પ્રેરક વિચારો…..
તા.૧૬.૧૨.૨૦૧૮ ને રવિવારના રોજ પાલનપુર મુકામે પતંજલિ યોગ સમિતિ બનાસકાંઠા આયોજિત યોગ સંવાદ કાર્યક્રમમાં રાજ્ય પ્રભારી શ્રી શીશપાલજી અને જિલ્લા ના કાર્યકારણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જલોત્રા (વડગામ)ના શ્રી હસમુખભાઈ ભટોળે જીવનમાં યોગનું મહત્વ સમજાવી યોગ ઉપરના પોતાના સ્વઅનુભવો જણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે શ્રી હસમુખભાઈ ભટોળ છેલ્લા ઘણા સમયથી પોતાના ગામ જલોત્રા તેમજ વડગામ તાલુકામાં યોગના માધ્યમથી તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. વડગામ.કોમ શ્રી હસમુખભાઈ ડી. ભટોળને સમાજ ઉપયોગી કાર્યને બિરદાવી અભિનંદન પાઠવે છે.