વડગામનો ઇતિહાસ

ભૂતકાળ માં વડગામ મહાલ.

આજ ની તારીખે વડગામ તાલુકા તરીકે ઓળખાતો આ તાલુકો મધ્યકાળ મા વડગામ મહાલ તરીકે જાણીતો હતો. તા.૦૧.૦૯.૧૯૫૩ મા એટલે કે સવંત ૧૯૬૯ મા લેફટનન્ટ નવાબજાદા તાલેમહમદ ખાન પાલણપુર સ્ટેટ ધ્વારા વડોદરા ની લક્ષ્મી વિલાસ પ્રિંટિંગ પ્રેસ મા મુદ્રિત થયો હતો.તે પાલણપુર રાજ્ય ના ઇતિહાસ મા ઇ.સ. ૧૭૧૯ થી ૧૭૩૫ દિવાન કરીમદાદખાન ના સમય મા અને ઇ.સ. ૧૭૮૫ થી ૧૭૯૨ દરમિયાન દિવાન શેરખાન ઉર્ફે શેરામારૂ સરદાર ના રાજ્ય વહિવટ દરમિયાન વડગામ મહાલ ની સાથે કેટલાક ગામો નો ઉલ્લેખ કરવામા આવેલ છે.

પાલણપુર સ્ટેટ ના શાસન દરમ્યાન વડગામ મહાલ ના વહીવટકર્તા તરીકે દિવાન શમસેરખાનજી ને રાખવામા આવેલ હતા.તેમની વફાદારી અને બહાદુરી ચોમેર ફેલાયેલી હતી.તેમના લગ્ન મોરીયાવાસ ના (ભાળુના) જાગીરદાર ચાંદખાન આલમખાન ની દીકરી સાથે થયા હતા.

વડગામ ખાતે થોડાક વર્ષો પહેલા જ્યાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન હતું  તે વડગામ મહાલ ની રાજગઢી કહેવાતી.મહાલ નો તમામ વહિવટ અહિંથી થતો હતો.આજે તે સ્થળ હયાત છે.
વડગામ મહાલ ના રાજકપટ માં  દિવાન શમશેરખાનજી ના સસરાને વડગામ મહાલ ની કચેરી મા જ તેમના નોકર હાપાણીએ છળકપટ કરીને શહીદ કરી દીધા હતા.ત્યા જ તેમનો છિલ્લો છે.

વફાદારી-બહાદુરી તેમના નામ સાથે વણાયેલી હતી એ જ રીતે તેમના સસરા સતવચન કહેનારા ધાર્મિક સદભાવનાવાળા અને વિશ્વાસ પાત્ર હોવાના કારણે છેતરાઈ ગયા હતા અને શહીદી વહોરી લીધી હતી.તેમની હયાતી મા તેમની શાખ ના પણ કોઈ ખોટા સોગંધ ખાતા નહિ.

આજે પણ જ્યા તેમનો છિલ્લો છે ત્યાં  દર ગુરૂવારે શ્રીફળ ધરવામા આવે છે. લગ્ન બાદ વર-વધુ ત્યાં  જઈ એક બિજા ઉપર અતુટ વિશ્વાસ રાખવાના સોગંધ  લે છે. મામલતદાર કચેરી હતી ત્યારે પણ ત્યા અધિકારી સોગંધ લેવાની વાત કરતા ત્યારે લોકો શાવકારે થી સાચુ કહી તુમરનો નિકાલ કરાવતા પણ ખોટા સોગંધ  કોઈ ખાતુ નહિ.આ શહિદવીર ની કબર પાલણપુર ના માલણ દરવાજા બહાર જમણી બાજુ મોટા કબ્રસ્તાન મા આવેલ છે.

વડગામ  મહાલ ની વિશેષતા એ છે કે વડ…..ગામ એટલે વડનુ ગામ. સમગ્ર વડગામ તાલુકા ના (મહાલ) પ્રવાસ દરમિયાન અમો એ અનુભવ્યુ કે વડગામ મહાલ મા ભાગ્યે જ કોઈ ગામ હશે જ્યા વડ નુ વ્રુક્ષ ન હોય ! ક્યાંક ક્યાંક તો પાંચ સાત કે તેનાથી પણ વધારે વડ ના વ્રુક્ષો નજરે પડેલા. વડગામ ગામ મા એસ.ટી. સ્ટેન્ડ  પાસે  એક વડ નુ વ્રુક્ષ છે.ત્યા કોઈ જમાના મા લોકો પ્રશ્નો ના નિરાકરણ માટે,મસલેહત માટે ભેગા થતા ,વખત જતા ગામ વસ્યું  અને  સામે પંચાયત ઘર બન્યું.આજે  તાલુકા પંચાયત કચેરી પણ વ્રુક્ષ ની સામે જ છે.આખા તાલુકાની પ્રજા અહિયા રોજ ની પંચાત કુટવા ભેગી થાય છે એ પણ હકીકત છે.નવાબી કાળ મા પણ વડગામ અને વડલો રાજકીય બખેળા ઉકેલવાનો ચોરો જ કહેવાતો હતો.

આજે જે વડગામ ગામ છે ,તે ઇ.સ. ૧૯૦૯ મા પાલણપુર સ્ટેટ એજંસી ની પ્રસિધ્ધ થયેલ ડિરેક્ટરી મુજબ તેના પાના નં. ૬૩૨ ઉપર પ્રસિધ્ધ થયેલી વિગત મુજબ ગામ ની કુલ જન સંખ્યા માત્ર ૨૦૯૯ ની હતી.પાલણપુર સ્ટેટ એજંસીની ડિરેક્ટરી મુજબ મેતા અને ચિત્રોડા તાલુકા હતા,અને તાલુકાના મુખ્ય મથકો પણ હતા.તેની વિગતવાર માહિતી “વડગામ ગાઈડ” પુસ્તક મા સમાવવા મા આવી છે.

વડગામ થી મગરવાડા તરફ જતા ડાબા હાથે ભાઈ-બહેન નુ તળાવ છે. વયોવૃદ્ધ  પ્રતાપજી રાજપુત ના જણાવ્યા અનુસાર આ તળાવ મા બે સગા ભાઈ બહેન ડૂબી ગયાનુ જાણવા મળે છે. ગંગા મા રાજ્પુતો ની કુવાંસી  માનવામા આવે છે.તેમણે જીવતા સમાધી લીધેલ તે સ્થળ પણ તળાવની પાસે છે .તળાવ ની વચ્ચે એક પાળ હતી તે હવે નામશેષ થઈ ગઈ છે. લોકો ગંગામાને માને છે.તેમના ખોટા સોગંધ  કોઈ ખાતુ નથી.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (રેફ.-વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર.)

ફોટોગ્રાફ્સ:- નિતિન પટેલ અને  ડિ.વિ.સોલંકી (વડગામ)