Group Discussion

ડેમના કાંપ માટે ચૂકવવી પડતી રોયલ્ટી મારી જાણકારી મુજબ એક ફેરાના (પ્રતિ ટ્રેક્ટર) ફક્ત ૧ રૂ. છે , જે ફક્ત નિયંત્રણ માટે છે , એ માફ કરાવીને શું કરવું છે ?
-નરેન્દ્રભાઈ મનવદરિયા

બનાસકાંઠા માં જળ સંચય માટે શું કરી શકાય ?
ખેત તલાવડી.
વાવ થરાદ બાજુ જ્યાં ટેબા ઢાળ વાળા ખેતરો છે ત્યાં આ પ્રયોગ વધારે ઉપયોગી નીવડે.
રેતાળ જમીન ધરાવતા વિસ્તારો માં સપાટ ખેતરો ના શેઢા પાળા ચીકણી માટી થઈ બાંધી તેના ઉપર ધરો વાવી દેવી કે કુરી કે બંટી વવાવી જે પકડ પકડી તેને મજબૂત બનાવે.
જુના કુવા માં કે બોરવેલ માં વરસાદી પાણી ઉતરવું.
(આ માટે ઉતુસુક ખેડૂત ને ત્યાં એકપર્ટ મોકલી ડિજાઇન બનાવી આપવી. ને શક્ય એટલી આર્થિક મદદ કરવી.)
નાના આડ બંધ ખાસ કરીને અંબાજી. દાંત. અમીરગઢ જેવા વિસ્તારો માં ખાસ બનાવવા.
સપાટ મેદાની વિસ્તારો માં તળાવ ઊંડા થાય.જેનો કંપ ખેડૂત ને ખાતર તરીકે મળે.ને સપાટી ના છિદ્રો ખુલા થવાથી પાણી નું જમીન માં દાખલથવુ ઝડપી બને.
દાંતીવાળા ડેમ કે મોકેશ્વર જેવા નાના મોટા ડેમ માંથી દરવર્ષે કંપ ખેડૂત ને વગર રોયલ્ટી એ મળે તો ઉત્તમ વસ્તુ થાય.
સરસ્વતી ને બનાસ બન્ને નદી માં નાના નાના આડ બંધ બને તો ખૂબ સારું…એમાંય બનાસ નદી માં મેં અભ્યાસ કર્યો તેમ 90 ફૂટ સુધી તો ચોળીયું જ છે.જો ધીમું પાણી વહે તો ઉત્તર ગુજરાત નું પાતાળ લોક સજીવ થાય.
હવે જ્યાં ચીકણી માટી છે.ત્યાં આપણે હોલિયા પદ્ધતિ..જે દાસડા.. પાટડી ના ખેડૂતો કરે છે .એ અપનાવવી પડે.જે શિયાળામાં માં ખેતી માટે પાણી પણ આપે ને પાતાળ ને સંચિત કરે.
આ મારા મૌલિક સુજાવ છે.
ભૂલચૂક હશે.પણ એમાં સામાજિક.રાજકીય.ને લોકભાગદારી થીજ આ વિશાળ કાર્ય ચોક્કસ થાય તેમ છે

– જીતુભાઈ વૈધ ( ડીસા)

—–

આપનો ખુબ ખુબ આભાર મને ગ્રુપમાં એડ કરવા બદલ. ગ્રુપમાં ઘણા વરિષ્ઠ મહાનુભાવો છે જેમણે સરકારી અને બિનસરકારી સંગઠનોના સહયોગ થી ઘણું સારું કામ જળ સંચય ની દિશા માં કરેલ છે. હોલિયા એ જૂની પરંપરાગત પદ્ધતિ છે રાધનપુર ના બનાસ નદીના કાંઠા વિસ્તારમાં ૫૦ વર્ષો થી આ હોલિયા પ્રચલિત છે ત્યાં સ્થાનિક લોકો આને હોલીયું નામ થી ઓળખે છે. હોલિયા નો ઉપયોગ મોટા ભાગે પાણી ખેંચવામાં વધારે થતો હતો અમે એને રિચાર્જ થાય એ માટે ના પ્રયાસો કરેલ છે. સાતલપુર ના ઉનરોટ ગામ માં હોલિયા રિચાર્જ નું રિઝલ્ટ ખૂબ સારું જોવા મળતા એ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાવો થયેલ છે. પાટણ ના મનરેગા સ્કીમ હેઠળ ઘણા કામ થયેલ છે. આ હોલિયા કોઈ મોટું રોકેટ સાયન્સ નથી ઘણા લોકો આ બનાવવાની પદ્ધતિ જાણે છે.ઓછા રોકાણ થી બનાવી શકાય છે. ટેકનોલોજીના ના જાણકાર પ્રોફેશનલ આ બાબતે વધુ યોગ્ય માર્ગદર્શન આપી શકે ખેડૂતો નો કોઠાસૂઝ અને વૈજ્ઞાનીક આધાર લઈને આગળ ચાલી એ તો ઓછા ધન થી મોટી ક્રાંતિ આવી શકે અને પાણી નું સંકટ હળવું કરી શકાય એમ છે. હું ખાસ ટેક્નિકલ નોલેજ નથી જાણતો થોડું ઘણું શીખ્યો એ ખેડૂતો પાસે થી શીખ્યો છું.
— હેમજીભાઈ – સાંતલપુર

—–
કોઇપણ ટેકનોલોજી નો આવિષ્કાર એ સામાન્ય માણસ ને પરવડે એવો હોવો જોઈએ જો એ ટેકનોલોજી ખર્ચાળ અને જલ્દી ગળે ઉતરે એવી ન હોયતો એનો વ્યાપ વધતો નથી અમે સાંતલપુર ના અમુક ગામોમાં ખેત તળાવડી બનાવી વરસાદી પાણી ખારું ન થાય અને જમીનમાં ઉતરી ન જાય એ માટે પોન્ડ લાઇનિંગ નો પ્રયોગ કરેલ અતિ ખર્ચાળ હતું એક તળાવડી પાછળ એક લાખ નો ખર્ચ હતો ઈરાદો નેક હતો પણ કોઈ નાનો સીમાંત જેની ખેતી ની વાર્ષિક આવક માંડ અડધો લાખ છે એ નહિ અપનાવે એટલે એ પ્રયોગ આગળ નહિ ચાલ્યો.
— હેમજીભાઈ – સાંતલપુર

—–

મારુ ગામ પાલનપુર જિલ્લા મથક થી ૧૩૦ કિલોમીટર દૂર છે. *અત્યારે પીવાનું પાણી ટેન્કર મારફતે આવી રહ્યું છે. એક ટ્વીટ અને ફોન અને સમસ્યાના છાપામાં ન્યુઝ પછી હવે ત્રણ ટેન્કર રોજ ના આવી રહ્યા છે.**હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો કેનાલો પણ અનિયમિત ચાલી રહી છે અને પુરા ગામની જમીન ને પાણી નથી મળતું આવતી કાલે મારા ખેતરમાં એક હોલિયા નિર્માણ નું કામ કરવાનું છે ઉપરના એકવિફર માં પાણી હશે તો ૨૦ ફૂટ થી લઈને ૪૦ ફૂટી ઊંડે જવાનું છે. એ અનુભવ ખર્ચ ની વિગતો આવતી કાલે ગ્રુપમાં શેર કરીશ. *આ હોલિયા માં ખેતરમાં ભરાતું પાણી રિચાર્જ કરવાની યોજના પણ બનાવવી છે.*(કમસેકમ એક પરિવાર જે ખેતરમાં રહીને ખેતી કામ કરે છે અને ૬ ગૌવંશ ને પીવાનું પાણી મળી રહે એ માટે આ હોલીયું બનાવી રહ્યા છીએ. આપણા ગ્રુપના આ બાબતે કોઈ સૂચન હોયતો અવશ્ય જણાવશો શક્ય હશે તો એનો અમલ થાય એવું કરીશ
– હેમજીભાઈ – સાંતલપુર

—–

અમારે ત્યાં જમીનના ઉપલા સ્તરમાં એટલે કે 25 – 30 ફૂટ ઉંડી કુવારી ખોદવાની પ્રથા હતી. જેના થકી ધરવપરાશનું મીઠું પાણી મળે. ઉંડા પાણી સમુદ્ર નજીક હોવાથી ખારા હોય.

કુવારી એટલે કે નાનો સાંકડો ખુલ્લો કુવો કે જેની દિવાલો ઉપરથી ઈંટથી ચણેલી હોય.

જ્યાં જમીનના માટીના બે પડ વચ્ચે રેતીનું પડ આવી જાય ત્યાં આ કુવારીઓમાં ભરપૂર પાણી મળતું.

દક્ષિણ ગુજરાતમાં નહેરાના જાળા પથરાતા હવે આ કુવારીમાં નથી. લગભગ બધી પુરાઇ ગઇ. વપરાશના અભાવે .

એમા પણ નર્મદા દક્ષિણે કેનાલના વધુ પડતા પિયતથી દરિયા નજીકના વિસ્તારોમાં વોટર ટેબલ ઊંચા આવી ગયા અને ઉપલા સ્તરના પાણી પણ ખારા થઈ ગયા. ૬ થી 10 ફુટ ખોદો તો પાણી નીકળે. હાંસોટ ઓલપાડ તાલુકામાં
– નિતીનભાઈ – નિસર્ગ ફાર્મ (ભરૂચ)

——

વડગામ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં તમામ જમીન ઊંચીનીચી ખાડાટેકરાવાળી અને રેતાળ છે
વડગામ તાલુકાનું વરસાદી પાણી કોઈ જ રીતે વહી જતું નથી બધું જ પાણી જમીનમાં શોષાઈ જાય છે
જ્યાં વરસાદ પૂરતો ન હોય ત્યાં રીચાર્જ પૂરું કયાંથી થાય. ખેત તલાવડી આડબંધ વગેરે ની જરૂરિયાત તો ખડકાળ અને મજબૂત જમીન હોય ત્યાં હોય છે . માટે વરસાદમાં વધારો થાય અથવા અન્ય જગ્યાએથી કેનાલ વીગેરે મારફત પાણી લાવી શકાય તે સિવાય અન્ય કોઈ ઉપાય લાભદાયી નથી.
સૌરાષ્ટ્રની મજબૂત જમીનમાં ખેત તલાવડી હોય અને ખેતર નું પાણી એમાં સંગ્રહ કરવામાં આવે તો શિયાળાની સિઝનમાં તે પાણીથી ખેતી કરી શકાય.
અમારા ખેતરમાં બાજુમાં એક તળાવ છે જેમાં ગામનું પાણી આવે છે લગભગ દરેક ચોમાસામાં એકથી બે વખત તળાવ ભરાય છે આ ભરાયેલું તળાવ એકથી બે દિવસમાં ખાલી થઈ જાય છે તમામ પાણી જમીનમાં શોષાઈ જાય છે અને બાજુમાં આવેલા અમારા કૂવામાં પાણીનો વધારો થાય છે આ કુદરતી રિચાર્જ સિસ્ટમ છે.
ત્યારે આપણે નવી સિસ્ટમ ની જરૂરિયાત જ નથી.
પરંતુ ગયા વર્ષે એક પણ વાર તળાવ ભરાયું ન હતું અને આ વર્ષે પણ હજુ સુધી તળાવ ભરાયું નથી હવે જો વરસાદ ના હોય તો રિચાર્જ શું કરવાનું ?
હાલે ગ્રુપમાં લોકો રિચાર્જ ના ફોટા મૂકે છે તે જોઈ ભવિષ્યની ચિંતા થાય છે. જ્યારે શુદ્ધ પીવાનું પાણી ઘટતું જાય છે ત્યાં બહારનુ પ્રદૂષિત વરસાદી પાણી સીધેસીધું જમીનમાં ધકેલી દેવું એ ભવિષ્ય માટે એક મોટો દુઃખદ પ્રશ્ન બની રહેશે .
વડગામ તાલુકા માટે વરસાદમાં વધારો થાય અથવા કોઈ પ્રકારની ભૂગર્ભ પાઇપ લાઇનો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તો જ પાણીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.
મોટી ટનલ દ્વારા નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે અને વડગામ તાલુકાના ગામ તળાવો ફક્ત નર્મદાના ચોમાસાના પાણીથી ભરવામાં આવે તોપણ વડગામ તાલુકાનું ભૂતળ આપો આપ રિચાર્જ થઇ જાય તેમ છે આ સિવાય હાલે રિચાર્જ ના કરવામાં આવતા ખર્ચ બિનજરૂરી થઈ રહેશે.
– દિનેશભાઈ એફ પટેલ (ધોતા -વડગામ )

—–

સાચી વાત, અમારા ગામની વાત કરું તો. મારું ગામ નગાણા સરસ્વતી નદી ના કિનારે છે પણ ગામમાં જો એક સાથે દસ થી વધારે ઇંચ વરસાદ થાય તો ન ગામનું અને ગામની સીમ નું પાણી નદીમાં જાય અને રે પણ બધા ચેક ડેમ ભરાઈ ને છલકાય જાય ત્યારે. પરંતુ ગયા વરસે પણ ચેક ડેમ ભરાયા ના હતા અને આ વરસે. બીજું ચેક ડેમો માં પણ પાણી ત્યારે જ જાય જ્યારે ખેતરો માં આવેલા શેઢા પાળા ઉપરથી પાણી જાય અથવા તે ફાટી જાય ત્યારે.
એટલે જે પણ વરસાદ પડે છે તે બધું ક્યાં તો જમીન માં જાય છે અથવા બાષ્પી ભવન થાય છે.

અને જે ભૂગર્ભ માં પાણી ઉતારવામાં આવે છે તે જો શુદ્ધ કર્યા વગર ઉતારવામાં આવશે તો તેની આડ અસરો પણ આપણે જ ભોગવવાની છે.

હિદાયતભાઈ બિહારી (નાગાણા- વડગામ)

—–

જળ-સંચય અને ભૂગર્ભ જળ એ ઘણો વિસ્તૃત વિષય છે. Group માં આ બાબતે ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થઈ રહી છે એટલે જળ સંચય અને ભૂગર્ભજળ ને લઈને જે તે વિસ્તાર ની જે પણ સમસ્યાઓ હોય એ જાણવા મળવાની સાથે એના અનેક વિકલ્પો આવનાર સમયમાં આપણને મળશે.

વરસાદ નું પ્રમાણ વધુ હોય કે ઓછું હોય , ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય એમાં ભૂગર્ભ જળ સાચવવાના કે વધારવાના શું ઉપાયો થઈ શકે ? જળ સંચય ક્યાં અને કેવી રીતે થઇ શકે?

આ group નો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે જળ સંચય માટેના વિવિધ અનુકૂળ વિકલ્પો અને ટેકનીક જાણવી, શીખવી અને અમલમાં મુકવી.

વ્યક્તિઞત ધોરણે, લોકભાગીદારી થી કે સરકારી રાહે જળ સંચય ના જે પણ વિકલ્પો જે તે વિસ્તાર ની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ શક્ય હોય એ કરવા તો પડશે એ સનાતન સત્ય છે એટલે જે પણ મિત્રો-વડીલો જળ સંચય નું કામ કરી રહ્યા છે કે કરવાના છે એમના અનુભવો તેમજ group માં સામેલ વિશિષ્ટ મહાનુભાવો નું માર્ગદર્શન આપણને સૌ ને જળ-સંચય અને ભૂગર્ભ જળને લઈને એના ઉકેલની યોગ્ય દિશા તરફ લઈ જશે જે આવનારા સમયમાં ખૂબ ઉપયોગી બનશે.

જળ સંચય અને ભૂગર્ભ જળને લઈને જે તે વિસ્તાર ની જે પણ મુશ્કેલીઓ‌ હોય એ જાણી એના ઉકેલની દિશામાં આપણે પ્રેરક રીતે આઞળ વધી શકીશું.

આભાર ?
નિતીન એલ.પટેલ
વડગામ

——–

સદીઓથી યુગોથી પ્રકૃતિગત રીતે કુદરતી સ્રોતો ગોઠવાયા છે અને આખી સૃષ્ટિ એ મુજબ વિકસી છે. હવે સૃષ્ટિના એ પાણી વિતરણને કૃત્રિમ રીતે ભૌગોલિક સીમાડાઓની બહાર વિતરણ કરાય ત્યારે એની સમસ્યાઓ પણ ગંભીર હોય છે.
સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ ગણી શકાય કે કુદરતી રીતે મળતા પાણીનો શક્ય એટલો સમજદારીપૂર્વક ઉપયોગ.

કદાચ પ્રકૃતિગત વહેતા પાણીના વહેણ બદલી ટૂંકા ગાળાના ફાયદા લઇ શકાય પણ લાંબા ગાળે એ પણ નવા અસંતુલન પેદા કરે જ.

નદીના મોટા બંધો એ મોટી સમસ્યા પણ લાવે છે.

ઉપરવાસના લોકોના કાયમી સ્થળાંતર, બેઘર થયાની વેદનાઓ , તેની પાછળ સરજાતા અકલ્પનીય દુખો પણ એ અભિશાપ રૂપે વહાવે છે.
વળી એ બંધોથી હેઠવાસમાં પાણીના વહેણ અદ્રશ્ય થતા ઉભા થતા પ્રકૃતિગત દુષચક્રો ભયંકર હોય છે.

ઘરમાં ટીવી ફ્રીજ એસી લાવ્યા ત્યારે આપણે ખૂબ ખુશ થઈએ છીએ પણ લાંબા ગાળે એ આપણને નવી ઉપાધિમાં પણ મૂકે,
જો ઉપયોગમાં સંયમ ન હોય તો.

દરેક લોભામણી લાગતી ચીજ સમજદારી માગે છે.

એ જ રીતે બહારના પાણી પણ મજા સાથે ઉપાધિઓ પણ લાવે.

– નિતીનભાઈ – નિસર્ગ ફાર્મ (ભરૂચ)

મારા ખેતરની નવી જમીન માં ખેતરનું પાણી ખેતરમાં રહે એવી આ વર્ષે વ્યવસ્થા કરી છે. જે પાણી વહી જતું હતું એ હવે ખેતરની જમીનમાં ઉતરે છે એ જોયું.જમીન ફળદ્રુપ બનવાની સાથે ભેજનું પ્રમાણ સારૂ એવું જળવાશે એવી આશા છે. રહેઠાણ સ્થળે પણ અઞાશીનુ પાણી ટાંકા માં ઉતારવાની વ્યવસ્થા ગોઠવવી છે.- નિતીન એલ. પટેલ

હવે 1/6 ભાગમાં ખેત તલાવડી કે કુંડી બનાવી સંગ્રહ કરો, પછી ટપકથી પાણી પાઓ.પાક વધુ ઉતરશે. એક પાણમાં માત્ર અઢી ઇંચ પાણી પાઓ, વધુ નહીં.- શ્રી વિદ્યુતભાઈ જોષી

**********

Bufferzone at my farm 2019
વરસાદનું વધારાનું બધું પાણી કેનાલમાં આવે અને કેનાલમાંથી ખેતતાલાવડી માં જાય…. અને ખેતતાલાવડી પાસે બોરવેલ છે
કેનાલ હોવાથી કોઈના પશુ, ભૂંડ, રોઝ વગેરે ખેતરમાં ન આવે
કેનાલની આજુબાજુ એગ્રોફ્રોરેસ્ટરી તૈયાર કરવાથી ઉત્તમ પ્રકારનું ખાતર મળે….જે ઉકરડા કરતા પણ સારું હોય….શકય હોય તો મિયાવાકી forest તૈયાર કરવું….સાથે ગરમ પવનો, વાવાઝોડું વગેરેથી ખેતીનું રક્ષણ થાય

-ધવલસિંહ ચૌહાણ – પારખેટ (ભરૂચ)

**********

મલાણા પંથકમાં હાલમાં ખેતી માટેના પાણીની ખુબજ અછત છે, જેનાથી આપ સર્વે માહિતગાર હશો જ. હું પણ એક ખેડૂત પુત્ર હોય મારી જાતે ખેતી ન કરવા છતાં આ વિકટ સમસ્યાથી માહિતીગાર છું. એપ્રિલ-મે માસમાં lockdown દરમિયાન મેં મારા કૂંટુબના સભ્યો સાથે મળી તથા YouTube માંથી વિડિયોનો સહારો લઈ કૂવો રિચાર્જ કરવા પ્રયત્ન કરેલ છે. જેનો ફોટો અને વિડિયો ગૃપમાં મોકલું છું.
આ મારો પ્રથમ પ્રયત્ન હોય ગૃપમાં શેર કરું છું, જેથી મને ગૃપના અનુભવી લોકો દ્વારા વધુ માર્ગદશન મળી શકે.
(કૂવો રિચાર્જ કરવા માટે કૂવાની બાજુમાં ખેતરના પાળા જોડે આશરે ૫ ફુટ લાંબા, ૩ ફુટ પહોળા અને ૩.૫ ફુટ ઊંડા કાચા ખાડા બનાવેલ છે, ખાડામાં તળિયાના ભાગે ૮ ઇંચનું ભુંગળુ ખાડાના તળીયાની સપાટીથી થોડું ઉંચુ મુકી તેના stainless steel ની જાળી લગાવી તેનું કૂવામાં કનેકશન આપેલ. ખાડામાં નીચેના ભાગે ઇંટના રોડા, ઉપરના ભાગે કપચી તથા કાંકરી નાંખેલ.)
-પ્રવીણભાઈ ચૌધરી (મલાણા- પાલનપુર )

**********

ઉં ગુજરાતની રેતાળ કાંપવાળી વાળી જમીનમાં તો જ્યાં પાણી ભરાતું હોય એ જમીનમાં થોડા થોડા અંતરે ઓગરથી દશ ફૂટ ઉંડા હોલ કરી એમાં નજીકની નદીમાંથી નાના કાંકરા પત્થર હોય તો તે લાવી ભરી દેવાના 8 ફૂટ પરથી ધાસ કચરૂ એક ફૂટ ભરી તે ઉપર ખેતરની માટી ભરી જમીન લેવલ કરી દેવું. પાણી ઝડપથી જમીનમાં ઉતરી જશે. જમીનના ઉપલા સ્તરોમાં જ શોષાય જશે.

ઉંડી કાળી જમીનોમાં એ સફળ ન રહે પણ ઉંગુજરાતની રેતાળ ગોરાડું માં વાંધો ન આવે. અનુમાનથી કહું છું.
આવા હોલ ઓગરથી કરી કાંકરા ભરી ઉપર માટી કરી દેવી. ઉપર ખેતી કરતા રહેવાય

બોર કે કુવામાં પાણીનું રિચાર્જ કરતી વખતે ફિલ્ટરેશન બરાબર હોવું જોઈએ. જો માટી વધુ પડતી જાય તો સમસ્યા થઈ શકે. ખાસ તો માટી (clay)ના જવી ન જોઈએ.

-નીતિનભાઈ પટેલ – નિસર્ગ ફાર્મ ( ભરૂચ )

**********

ગૃપ મિત્રોના માર્ગદર્શનથી જિલ્લાના જે જે ખેડૂતો મિત્રો દ્રારા પોતાના બંધ પડેલા બોર-કૂવા રીચાર્જની કામગીરી કરવામાં આવી રહેલ છે.આ રીચાર્જ પધ્ધતિમાં એક ટેકનિકલ બાબત જણાવવા માંગુ છું કે બંધ પડેલ બોર જ્યારે રીચાર્જ કરવાનું આયોજન કરવામાં આવે તેમાં પી.વી.સી.પાઇપ બોરની અંદર લાવવાની નથી, પરતું બોરની લોખંડની પાઇપને કાપી તેને ધારો ધારા મુકવાની છે.જેથી ભવિષ્યમાં આ બંધ પડેલ બોર ચાલુ થાય તો ત્યારે બોરની કોલમ પાઇપને પી.વી.સી.પાઇપ નડે નહી.
આ ગૃપમાં ૨૫૦ થી પણ વધુ મિત્રો જિલ્લામાં જળ સંચયની ઉમદા કામગીરી માટે જોડાયા છે.આપણે સૌઉ સાથે મળી ચાલુ ચોમાસામાં વ્યક્તિદીઠ ૧૦-૧૦ બોર-કૂવા રીચાર્જ કરાવાનું નક્કી કરીશું તો આ સાલે જિલ્લામાં ૨૫૦૦ થી પણ વધુ બોર-કૂવા રીચાર્જ કરી શકીશું.

આશિષભાઈ પટેલ (WASMO)

**********

આપડે લોકો એ પાટડી દાસડા ના ખેડૂતો જે હોલિયા પદ્ધતિ થઈ જળ સંચય કરે તેનો અભ્યાસ કરી બનાસ મોડેલ ઉભું કરવું રહ્યું.
જો
બનાસ નદી જીવિત થાય.તો તેના 30 ફૂટ થઈ 120 ફૂટ સુધી એકલું ચોળીયું યાની સેન્ડ અને સ્મોલ સેન્ડ પાર્ટીકલ છે. જે માં ચુસાયેલું પાણી..
આખા ઉત્તર ગુજરાત ને પાતાળ સજીવન કરે.

જીતુભાઈ વૈઘ – ડીસા

**********

આપ સૌ Group મેમ્બર ના ઞામમા નાના મોટા તળાવો તો હશે જ.

આ ચોમાસામાં જે તળાવ માં પાણીનો આવરો હોય પણ કોઈ કારણસર એ અવરો બંધ થઈ ગયો હોય અને ખુલી શકે તેમ હોય તો JCB બોલાવી એને ખુલ્લો કરાવવો જેથી વહેતું પાણી સરળતાથી તળાવ માં પ્રવેશી શકે.

આપણે દબાણો દૂર કરવાના વિવાદોમાં પડવાનું નથી પણ કુદરતી આવરો હોય અને એ વ્યવસ્થિત રીપેર થઈ શકતો હોય અને થોડું ઘણું પાણી આવી શકે એમ હોય તો આ પૂણ્ય ના કાર્ય માં પાંચસો હજાર ખર્ચી નાખવા જેવા ખરા.. ખૂબ આત્મસંતોષ ની અનુભૂતિ થશે ઉપરાંત આપના કાર્ય ની નોંધ ‌www.vadgam.com લેશે….

તો આપણી આ group માં જોડાવાની જવાબદારી સમજી ફરજરૂપે જે શક્ય હોય એ જળ સંચય ના કાર્યો કરતા રહીએ…

નિતીન એલ. પટેલ

**********

જય ભારત સાથે જણાવાનું કે બનાસકાંઠા માં ખુબજ પાણી ની તકલીફ છે. તેમાં પણ પાલનપુર અને વડગામ તાલુકા માં ખુબજ મોટી તકલીફ છે. હું પોતે વડગામ અને પાલનપુર તાલુકા ના ખેતર માં જય ને બોરવેલ માટે પાણી ના પોઇન્ટ આપુ છું. તો જાણવા મલેલ છે કે ૮૦૦-૯૦૦ ફિટ થી પણ વધારે ઊંડા પાણી છે ..જે થી એક ખેડૂત ને બોરવેલ ના ખર્ચ પોસાઈ તેમ નથી..મારી વડગામ તાલુકા તથા પાલનપુર તાલુકા ના ખેડૂત વતી સરકાર ને વિનંતી છે કે તેમને કોઈ પણ રીતે કર્મવાદ talav ..મુક્તેશ્વર dem .ઉમરેચા કોઝવે કાયમી ભરેલા રહે તે પ્રમાણે નું આયોજન કરે ..અને દેશ નું ભવિષ્ય એવા ખેડૂત મિત્રો નો સાથ આપે ..જય હિન્દ ..

મિહિર રાના (ગાંધીનગર

ભારત ખેડૂત ભાઈઓ નો મિત્ર
ભારત વોટર ડિટેક્ટર
7048629487

**********

છેલ્લા 2 વર્ષ થી વરસાદ ખુબ ઓછો થાય છે જેના કારણે નદી તટ વિસ્તાર ના બોર કૂવાના પાણીના તળ ઉંડા ચાલ્યા ગયા છે તો દુર ના લોકોની શું હાલત હશે જે આપણા સૌ માટે ખુબ જ મોટી ચિંતાનો વિષય છે,

હવે તમે આટલી મોટી ચિંતા હોવા છતાંય કદી ચિંતન કર્યું, ..?

ના,

મેં આ બાબતે ઘણી વખત દર વખતે કહુ છું, પણ આપણે એક કાનથી બીજા કાને થી કાઢી દઈએ છીએ એ આપણી સૌની સૌથી મોટી નિષ્ફળતા છે,

અત્રે આપણી આ સમસ્યા નુ સમાધાન કુદરત જ કરી શકે છે પણ આપણે તેનો સદ્ઉપયોગ કે દુર ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખી શક્યા નથી કે એ કરવા આપણને ગાંડપણ જેવું લાગે છે,

અત્રે વરસાદ ખેંચવાના મુખ્ય કારણો માં કુદરત સાથે આપણે મોટુ કપટ કરી રહ્યાં છીએ, દૈનિક કરોડો વૃક્ષો કાપી રહ્યાં છીએ પણ એક વૃક્ષ વાવવા માટે જરાય વિચારતા નથી, તેમજ સીઝન માં જે વરસાદ રૂપે પાણી આવે છે એ જમીન માં તો ઉતરી જાય છે, પણ તેને આપણા ખેતર ગામ માં તલાવડી, ખાડાઓ, કે કુવા બોર રિચાર્જ કરી આપણી જ પોતાની જમીન માં શોષિત કરતા નથી જેથી લાખો લીટર પાણી આપણા ગામેથી બીજા ગામે વહી જાય છે,

બસ હવે આપણે આ કુદરત ને રીઝવવા બસ બે કામ જ કરવા ના છે,

1- થઈ શકે એનાથી વધુ તેમજ તમારા પરીવાર ના સભ્ય દિઠ 1 વૃક્ષ દર વર્ષે પોતાની જમીન માં,જંગલ માં વાવવા આંદોલન થકી જાગ્રુતી લાવવી,

2- દર વર્ષે લાખો લીટર વરસાદનું પાણી વહી જાય છે તેને રોકીને તમારા ખેતર, ઘર, કુવા, બોર, રિચાર્જ કરી તમારા ગામથી બીજે પાણી જવા દેવું નહી,

બસ આ બે કામ કરવા થઈ શકે એનાથી ભારે આંદોલન થકી જાગરૂકતા લાવશો, તો આ કુદરત ની કુદરતી કળા સોળે કળાએ ખીલી ઉઠશે જે આવનાર આપણી પેઢી માટે સદ્ઉપયોગ નીવડશે,

હારૂનખાન બિહારી – મેપડા

**********

કુવા રીચાર્જ તેમ જ હેન્ડપમ્પ રીચાર્જ ટેકનીક પર શામજીભાઇ આંટાળાની પુસ્તીકા જોઇ લેવી. જ્યા રીચાર્જ કરવું હોય ત્યા બે ફુટ દૂર 2 બાય 2નો ખાડો કરી તેમા રેત- ઇટોડા ભરો.કચરો તેમાફીલ્ટર થઇ જશે. તે ખાડામાથી કુવા કે ડંકીમાં ઉતારો. અન્ય રીચાર્જ ટેકનીકો જુદી છે.

વિદ્યુતભાઈ જોષી

**********

મોટાભાગના ગામડાઓમાં ધણા તળાવો હયાત છે જ. તેને ગામલોકો જ સાફસફાઈ કરાવી ઞાદ નીકાળી પાણી ના આવરા શરૂ કરાવે, તળાવ ફરતે વૃક્ષો વાવે તો ઞામનું એક રમણીય સ્થાન બનવાની સાથે જળ સંચય નું પણ ઉમદા કાર્ય થઈ શકે. પ્રાચીન સમયમાં લોકો આ કામ કરતા જ હતા..આ બધું પ્રજા એ શીખવું પડશે.

જ્યાં જ્યાં સરકાર નો સહયોગ જરૂરી હોય તો એ પણ લઈ શકાય. પણ બધુ જ સરકાર કરશે એ આશાએ બેસી રહેવું એ હવે પોષાય એમ નથી. અને સરકારી કામો મા મોટેભાગે કોઈ ભલીવાર પણ ન આવે.

લોક સહકાર અને લોકભાગીદારી , લોક જાગૃતિ એ પ્રાથમિકતા હોવી જોઈએ પછી સરકારનો સહયોગ મેળવવા આઞળ વધવું જોઈએ એવો મારો અંઞત મત છે. ખાટલે મોટી ખોડ લોકજાગૃતિ નો અને એકતાનો ભયંકર અભાવ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માં અવરોધરૂપ બનતો હોય છે.
જળ સંચય ના ધણા એવા કાર્યો છે જે વ્યક્તિઞત ધોરણે કે સામુહિક ધોરણે આપણે‌ કરી શકીએ એમ છીએ જ પણ એ આપણે કરતા નથી જે કરવું હવે આવશ્યક બનવાનું છે. આ group ના માધ્યમથી આપણે સ્વયં આપણાથી જળ સંચય ના જે કામો થયા શકે એમ હોય એ કરીને સમાજમા એક દાખલો બેસાડવાની જરૂર છે જેથી ભવિષ્યમાં મોટો જનસમૂહ જળ સંચય ના આ કાર્ય માં સ્વયંભૂ જોડાય.

નિતીન એલ. પટેલ (વડઞામ)

**********

આ ખેતર નાં પાણી ની વાત છે, પણ જો થોડાક અંશે દુષિત પાણી આવવાની શક્યતા હોય તો એક લેયર ‘એકટિવેટેડ કાર્બન’ નું લગભગ ૩૦૦-૫૦૦ mm જાડાઈ નું ઉમેરી શકાય, જે Free chloride તેમજ અન્ય કેટલાંક કેમીકલ ને શોષવા ની પ્રક્રિયા થશે.
પ્રવીણભાઈ ડી. પટેલ (જલોતરા – વડગામ )

**********

બોર રિચાર્જ કરો એ સારી બાબત કહેવાય પણ એ પાણી ક્યાંથી આવે છે એ પણ મહત્વ નુ છે..
વરસાદી પાણી તો ચોખ્ખુ જ હોય છે પણ જમીન પર પડ્યા પછી તેમા અવનવા તત્વો પણ ભળે છે જેમા અમુક તત્વો કે જે કેમિકલ યુક્ત કે પછી રાસાયણિક હોય તો આવા તત્વો પાણી સાથે ભૂગર્ભ મા જાય તો આગળ જતા ભવિષ્ય મા ભૂગર્ભજલ પણ દૂષિત થઈ જશે જે એક ખતરાની ઘંટી રૂપ કહેવાય. ..પ્રવીણભાઈ એ રજૂ કરેલો ટીકામેપ સારો છે જેમા આવા દૂષિત કણો મોટાભાગ ના ગળાઈ જાય પણ 100% તો નહિ જ…એટલે ઝીણી રેતી નુ લેયર થોડુ ક વધારે નાખવુ જોઈએ. …આ સિવાય ડાયરેક્ટર કૂવા કે બોર મા પાણી નાખતા પહેલા તો ખાસ વિચારવુ જોઈએ કે પાણી ચોખ્ખુ જ હોય. …નેવા નુ પાણી પાઈપ વાટે ઉતારો તો ચાલે…ગાંધીનગર શહેર મા આવા જ બોર રિચાર્જ ના અનેક પોઈન્ટ નાખ્યા છે…પણ ત્યા દૂષિત પાણી શોષાય છે એટલે આવનાર સમય મા પાણી માટે નવા બોર બનશે તો આવા પાણી ના ઉપયોગ થી રોગચાળો અને ચામડી ના રોગો પણ થશે જે ખૂબ ચિંતાનો વિષય છે…એટલે આપણે પત્થર અને રેતી ના ફિલ્ટર બનાવવા મા ખાસ કાળજી રાખીએ.
– ગોવિંદભાઈ ચૌધરી (પેપોળ – વડગામ )

**********

લેયર ની સાઈઝ આ પ્રમાણે રાખશો:

Layer-0 : 40-50 mm
Layer-1 : 15-20 mm
Layer-2 : 5-10 mm grit
Layer-3 : Nadi ni jadi reti
Layer- 4: Nadi ni zini reti
Layer- 5 : 5-10 mm grit
Layer- 6 : 15-20 mm
Layer- 7 : 40-50 mm

પથ્થર નું લેયર ઓછામાં ઓછું 200-300 mm જાડાઈ નું રાખવું. રેત નું લેયર 300-500 mm જાડાઈ નું રાખવું.

આ ચેમ્બર નો જે ભાગ કુઆ કે બોર તરફ રહે.ત્યાં જો શક્ય હોય તો એક આંટા વાળો 150 કે 200 mm નો ગેલ્વેનાઈઝ પાઈપ નાંખવો, જેથી કરીને ફીલ્ટરેશન ચેમ્બર નો બેક વોશ કરી શકાય. આ બેકવોશ થી ફીલ્ટરેશન ચેમ્બર માં રિચાર્જ રમયે જામી ગયેલો કચરો પાછો બહાર નીકાળી શકાય.

મોટાભાગના રિચાર્જ વેલ આવાં કચરાના પરિણામે ચોક થઈ ને ફેલ થઈ જાય છે.

પથ્થરો જો નદી માંથી કાઢેલાં ગોળ- લંબગોળ આકાર નાં મેળવી શકાય તો વધું સારું ફીલ્ટરેશન થશે, જો ન મળે તો કપચી-મેટલ પણ વાપરી શકાય.

પ્રવીણભાઈ ડી. પટેલ (જલોતરા – વડગામ )