પર્યાવરણ પ્રત્યે જાગૃત વડગામ તાલુકાની શાળા.

Bhukhla shala-2શિક્ષણથી પહેલા કેળવણી ની જરૂર છે અને દરેક શાળાઓ પ્રાથમિક ધોરણે જ પાયાની બાબતોની સમજ બાળકોમાં વિકસાવે તો સમાજની મોટાભાગની સમસ્યાઓ વકરતી અટકી જાય. આપણા સદ્દભાગ્યે આવું કામ હવે તાલુકાની અમુક શાળાઓએ આરંભ્યું છે. કેળવણી બાબતે માતા પિતા કે સમાજ પાસે કોઈ ઝાઝી અપેક્ષા રાખ્યા સિવાય શાળાઓએ જ આ બાબતે જાગૃત બની શિક્ષણ પહેલા કેળવણી ને મહત્વ આપવું પડશે.

આવી જ કદમાં નાની પણ વિચારો માં વિરાટ એવી વડગામ તાલુકાના ભુખાલા પ્રાથમિક શાળા નું કામ શાળાના નામ ને ગૌરવ બક્ષે છે…અન્ય શાળાઓ માટે પ્રેરણાસ્ત્રોત ભૂખ્લા શાળા ના વર્તમાન આચાર્ય શ્રી જગદીશભાઈ ભાવસાર ના જણાવ્યા અનુસાર ભુખલા પ્રા. શાળા એ ધો. ૧ થી ૫ ની શાળા છે. જેમાં દર‌ વર્ષે સરેરાશ ૯૫ જેટલાં બાળકો અભ્યાસ કરે છે. કુલ ૪ શિક્ષકો કામ કરે છે. શાળા માં દર વર્ષે ઈકો ક્લબ અંતર્ગત વિવિધ પર્યાવરણ ને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળા માં શિયાળું શાકભાજી જેવા કે લીલી ડુંગળી, મેથી,પાલક,મુળા, ગાજર અને ધાણા ઉગાડવામાં આવે છે. જેનો ઉપયોગ બાળકો માટે મધ્યાહન ભોજન યોજનામાં કરવામાં આવે છે.આ સાથે શાળા માં વિવિધ જાતની વનસ્પતિઓ અને ઔષધીય વનસ્પતિ પણ ઉગાડવામાં આવેલ છે. સરકાર શ્રી દ્વારા દરવર્ષે ઈકો ક્લબ અંતર્ગત રૂ. ૧ 000/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છેલ્લા ૫ થી ૬ વર્ષ થી આ પ્રવૃત્તિ ચાલુ છે.

Bhukhla shala-3વડગામ તાલુકાની દરેક શાળાઓ સાચા અર્થમાં ઇકો ક્લબ માં સામેલ થાય તો આજ નહિ તો આવતીકાલનો સમાજ પર્યાવરણને લઈને ઘણો જાગૃત હશે જે અંતે તો પર્યાવરણની રક્ષા સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરશે .

વડગામ તાલુકાની ભુખ્લા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી , શાળા સ્ટાફ અને બાળકો ને ઉત્તમ પ્રેરક શાળાકીય પ્રવૃત્તિ કરવા બદલ વડગામ.કોમ અભિનદન સહ અઢળક શુભેચ્છાઓ પાઠવે છે.