સદ્દભાવનાગ્રુપ દ્વારા માનવતાનું પ્રેરણાદાયી કાર્ય.

વડગામ તાલુકાના ગીડાસણ ગામ નાં મૂળ વતની શ્રી હરેશભાઈ એચ. ચૌધરીએ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પ્રેરણાદાયી કાર્યો થકી માનવતાની મહેંક ફેલાવી છે જે આપણા સૌનાં માટે ગૌરવપ્રદ બાબત ગણી શકાય, વડગામ તાલુકાના આ યુવાને પોતાના સદભાવના ગ્રુપના નેજા નીચે સમાજસેવા ક્ષેત્રે…

વડગામના દિલિપભાઈ મેવાડાનું સમાજઉપયોગી પ્રેરણાદાયી કાર્ય…

૨૦૧૦ માં કેન્સર જેવી જીવલેણ બિમારીનો બહાદુરીપૂર્વક સામનો કરી આજે સફળતાપૂર્વક સ્વસ્થ જિંદગી જીવી રહેલા મુબઇ સ્થિત વડઞામના જાણીતા આર્કીટેક્ટ  શ્રી દિલીપભાઇ મેવાડા એ કેવી રીતે multiple myeloma જેવી જીવલેણ બિમારી સામે લડીને સ્વસ્થ જિદઞી જીવી શકાય તે બાબતે આવી…

ટોરેન્ટ ગ્રુપ નાં માતૃશ્રી સુશ્રી શારદાબેન ઉત્તમભાઈ મહેતા વતનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા.

સ્વ. ઉત્તમભાઈ એન. મહેતા ( યુ.એન.મહેતા ) જગતમાં જાણીતું નામ છે. ટોરેન્ટ ગ્રુપ ની ધંધાકીય સફળતાની આપણ ને જાણ છે. તેની ઝળહળતી સફળતા પાછળ આદરણીય સ્વ. ઉત્તમભાઈ નો સંઘર્ષ પ્રેરણારૂપ છે. સ્વ. ઉત્તમભાઈ પરીવાર દ્વારા અનેક સામાજિક કાર્યો પણ થયા…

કોદરામના મનોજભાઈની સાઇકલ યાત્રા….!

Health is a Wealth and Cycling is the best Exercise ના સુત્રને સાર્થક કરી વડગામ તાલુકાના કોદરામના વતની શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિએ આપણને સૌને અનોખો સંદેશ આપ્યો છે. સુરતના માર્ગો પર પોતાના cyclist ગ્રુપ સાથે રાત ભર Cycling કરવું. એક…

Indian Red Cross Society વડગામનું સ્નેહમિલન યોજાયુ.

તાલુકા મથક વડગામમાં વૈશ્વિક સંગઠન Indiana Red cross Society  ની શાખા ૧૯૮૭થી કાર્યરત છે વડગામ મહાલમાં અનેક સમાજલક્ષી કાર્યો થકી માનવતાને ઉજાગર કરનાર Indian Red cross સોસાયટીએ પ્રેરક કાર્યો થકી સંસ્થાના મૂળભૂત હેતુઓને સફળતાપૂર્વક સિધ્ધ કર્યા છે જે તેની વિશેષ…

વિરપરિવાર નું વિરભૂમીમાં પ્રેરણાત્મક સેવાકીય કાર્ય.

આસો સુદ પૂનમનાં રોજ વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલ જગવિખ્યાત મણીભદ્ર વીર દાદાના સ્થાનકમાં યોજાતા લોકમેળામાં દરવર્ષે હજારો લોકો ઉમટી પડે છે. વીરદાદાના દર્શન, માનતા અને હવનની સાથે લોકમેળાનો અનોખો સંગમ આ દિવસે અહી જોવા મળે છે આ ઉપરાંત આસો…

પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન સંચાલિત ધાર્મિક મનોરંજન પ્રદર્શન.

છેલ્લા આઠ વર્ષથી વડગામ તાલુકાના પસવાદળ ગામમાં આવેલ લોક્શ્રધ્ધાના કેન્દ્ર સમા વિરપાનાથ દાદા મંદિર પરિસરમાં દર વર્ષે આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ સુધી લાગલગાટ પંદર દિવસ સુધી દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી ધાર્મિક મનોરંજન પ્રદર્શન યોજાય…

સ્મિત ચૌધરી ને અભિનંદન.

AIIMS (All India Institute of Medical Sciences) , Delhi આયોજિત ૧૦૦ x ૪ Relay દોડ માં વડગામ તાલુકાના ધોતા- સકલાણાનાં સ્મિત સુરેશકુમાર ચૌધરીએ સિલ્વર મેડલ જીત્યો. પોતાની Pacific Institute of Medical Science ની ટીમ સાથે સ્મિત અને તેના સહધ્યાયી ત્રણ…

વડગામની ઋજુ જાદવના ગરબાના આલ્બમની શાનદાર રજુઆત..

વડગામ તાલુકાના કોદરામ ગામના મારા મિત્ર પ્રશાંત કેદાર જાદવની દિકરી ઋજુ નુ “હે મા….” ગરબાનું આલ્બમ ગુજરાતના લોકપ્રિય કલાકાર શ્રી કિર્તિદાન ગઢવીની સાથે રજુ થઈ રહ્યું છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છુ. ગુજરાતી ગીતોના સુરીલા કંઠોના સમ્રાટ શ્રી કિર્તીદાનભાઈ ગઢવી…

વડગામની કેશરબા જાડેજા વિદ્યાસંકુલ માં વૃક્ષારોપણ તો ગેલેક્ષીમા નિબંધ સ્પર્ધા યોજાઈ.

વિવિધ સાતત્યપૂર્ણ પ્રવૃતિઓ થકી શિક્ષણ જગતમાં સતત વિકસી રહેલી વડગામ તાલુકાની ઉપરોક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૦૬.૦૯.૨૦૧૭ નાં રોજ LIC of India, બનાસકાંઠા દ્વારા અનુક્રમે વૃક્ષારોપણ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરી નોધપાત્ર કાર્ય કરવામાં આવ્યું. આ પ્રસંગે LIC of India, બનાસકાંઠા…