આપણા તિર્થસ્થળો

વડગામ રણછોડરાય મંદિર સંકુલ નો ઇતિહાસ

પુરાતન કાળમાં  હાલના આ સંકુલ માં જે સતસંગ હોલ આવેલ છે,તેની સામેની ખુલ્લી જગ્યામાં અને હાલના રાધા-કૃષ્ણ મંદિર અને ઉત્તર તરફના લીમડાના ઝાડની વચ્ચે પતરાના ઘર મંદિર તરીકે ત્રણ ઓરડા વાળુ જુનુ પુરાણું મંદિર હતુ અને તેમા વચ્ચેના ઓરડામાં શ્રી રણછોડજી ભગવાનની મુર્તિવાળુ ઘર મંદિર હતુ. અને તે મંદિર નો ચેરીટી કમિશ્નર અમદાવાદની કચેરીમાં નોધણી કરાવેલ અને તેનો નોધણી નબર- એ /બી.કે.૧૨૧,તા.૦૭.૦૪.૧૯૫૩ છે.અને તેને રણછોડજી મંદિર ટ્રસ્ટ ,વડગામ એ રીતે ટ્રસ્ટ નોધાવેલ છે.અને આ નોધણી વખતના પ્રથમ ટ્રસ્ટીઓ (૧) સ્વ.ગલબાભાઈ માનજીભાઈ પટેલ (૨) સ્વ. વિરસંગભાઈ જીવાભાઈ પટેલ (૩) સ્વ.બબલદાસ મગનભાઈ સોની (૪) સ્વ.કાળીદાસ ધનેશ્વર જોષી હતા અને ટ્રસ્ટને દીવા ધુપ તરીકે સરકારની તિજોરી માંથી દર માસે રૂપિયા ૨ (બે) મળતા હતા.

આ મંદિર ની જગ્યામા હાલમા જે નવુ શિવાલય બનેલ છે .તેની જગ્યાએ નાન કદનુ  અને આજથી આશરે ૨૦૦ વર્ષ પહેલા બનાવેલુ નીલકંઠેશ્વર મહાદેવનુ મદીર હતુ જે અંગેનો શીલાલેખ આજે પીપળાના ઝાડ નીચે મોજુદ છે.અને પૂર્વ દિશા તરફ તેનુ પ્રવેશદ્વાર હતુ  અને તેની બાજુમાં  હાલ પુરાણુ હનુમાનજીનુ મંદિર હતુ અને જે હાલ હયાત છે.અને હનુમાન ના મંદિર પછી ફરતે કોટ બનાવેલ હતો અને આ મંદિર ના સંકુલમા આવવા જવા માટેનો એક જ પ્રવેશદ્વાર હતો જે પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ હતો.પ્રવેશદ્વાર પછી મંદિરમાં આવવાનો રસ્તો છોડી પુરાતન કાળમાં એટલે કે ત્રણસો થી ચારસો વર્ષ પહેલા લાખા વણજારાએ  એક વાવ બનાવેલ છે.જે હાલમાં મોજુદ છે.આ વાવ માં જવા માટે દક્ષિણ તરફ્થી પગથીયા થી ઉતરી ઉત્તર તરફના ભાગે થી નીચે જવાય છે.ગામ લોકો આ વાવના પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ વાવનો પીવાના પાણી તરીકે નો ઉપયોગ બંધ થયેલ છે. હાલમાં પુજારી નિવાસ સ્થાન અને ટ્રસ્ટની કચેરીની જગ્યામા જુના વખતથી પતરાના શેડ વાળી ધર્મશાળા હતી અને જુના ઘર મંદિરમાં ઉત્તર તરફના ઓરડામા સાધુ સંતો રહેતા અને મંદિરની સેવા પૂજા કરતા દક્ષિણ તરફના ઓરડામાં સ્ટોર રૂમ તરીકે ઉપયોગ થતો હતો અને જુની ધર્મશાળામાં સૌ પ્રથમ વડગામની નવયુગ વિધ્યાલય તરીકે ધોરણ-૮ થી માધ્યમિક શાળા શરૂ કરવામા આવેલી હાલ માં જે જગ્યાએ ધુણી બનાવેલ છે તે અને તેના બાજુમાં આવેલા લીમડાના ઝાડ વચ્ચે કુઈ હતી અને તેના ઉપર એક બળદથી ચાલી શકે તેવો રેંટ હતો. અને આ કુઈના પાણીથી મંદિરની ખુલ્લી જગ્યામાં ફળફળાદી ઘાસ ચારો ઉગાડવા માં આવતો.

ઈ.સ. સને ૧૯૬૭ અને વિક્રમ સવંત-૨૦૨૫ના વર્ષમા વડગામની અદર બેંક ઓફ બરોડાના મેનેજર તરીકે ઉંઝા ના વતની શ્રી સોની સાહેબ તથા વડગામ તાલુકા પંચાયતની કચેરીમા હીસાબનીશ તરીકે કામ કરતા શ્રી કીર્તીભાઈ રાવલ તથા વિસ્તરણ અધિકારી સહકાર તરીકે કામ કરતા શ્રી જેઠાભાઈ પટેલના સહયોગથી હાલના ટ્રસ્ટીગણ તથા ગામ આગેવનોના સહકારથી આ મંદિરની જગ્યામાં ભગવાન શ્રી રાધા-કૃષ્ણ નુ શિખરવાળુ નવીન મંદિર બનાવવાની શરૂઆત કરવામા આવેલ અને ગામ માંથી લોક્ફાળો ભેગો કરી જુના મંદિરની દક્ષિણે ખુલ્લી જગ્યા હતી તેમા એક ભવ્ય મંદિર  તૈયાર કરી તેમા રાધા-કૃષ્ણ ની આરસની મુર્તિઓ તથા ઉપરના ભાગે શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે ઈ.સ.૧૯૬૯ અને વિ.સ.૨૦૨૭ના વૈશખસુદ-૮ ના રોજ સિધ્ધ્પુરના પ્રખ્યાત કર્મકાંડ ના શાશ્ત્રી માન.શ્રી નરહરી શાશ્ત્રી ધ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં  આવેલ.

સમયાનુસાર આ મંદિર  પરિસરમાં  ટ્રસ્ટીઓ તરીકે  સ્વ.ગલબાભાઈ માનજીભાઈ પટેલ , સ્વ. વિરસંગભાઈ જીવાભાઈ પટેલ , સ્વ.બબલદાસ મગનભાઈ સોની , સ્વ.કાળીદાસ ધનેશ્વર જોષી, સ્વ.ઇશ્વરલાલ વિરચદભાઈ ભટ્ટ, સ્વ.મફતલાલ કાળીદાસ, રાવલ અમૃતલાલ  ભાયચંદભાઈ,સોલંકી પ્રતાપજી ચેલાજી, સ્વ. રામચંદભાઈ તલકચંદ મેવાડા,પટેલ ભેમજીભાઈ હાથીભાઈ, પટેલ રામજીભાઈ વિરસગભાઈ,મેવાડા જ્યંતિભાઈ રેવાશંકર,પંચાલ રામજીભાઈ ચેલાભાઈ જેવી વ્યક્તીઓ એ સેવા આપી હતી આપી રહ્યા છે. આ મંદિર  સંકુલની હિસાબી જવાબદારી શ્રી ચેલજીભાઈ રાજસંગભાઈ ઉપલાણા તેમજ તેજમાલસિંહ અભેસિંહ  સોલંકી ઘણા વર્ષોથી સંભાળી રહ્યા છે.

સને ૧૯૮૨ના વર્ષમા તા.૩૦.૦૫.૧૯૮૨ના રોજ ટ્રસ્ટીઓની મીટીંગ બોલાવી તેમા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે પટેલ ભેમજીભાઈ હાથીભાઈની નિમણૂક કરવામા આવેલ અને આ ટ્રસ્ટીઓ આ મંદિર મા વહીવટ કરતા હતા અને મંદિર  પાસે આવક્નુ કોઈ સાધન ન હતુ અને મંદિર  પાસે જે ખુલ્લી જગ્યા હતી તેમા કેટલાક ઇસમોએ ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરતા અને ભાડુ આપતા હતા કેટલાક ઇસમોએ બિનપરવાનગીએ ઉપયોગ કરીને દબાણ કરતા એટલે આ માટે સને ૧૯૯૦ ના વર્ષમા ટ્રસ્ટીઓ તરફથી ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો અને મંદિર ની આવક વધારવા ગામ લોકોનો સહકાર લઈ હાલના ટ્રસ્ટીગણે બેંક ઓફ બરોડા જે ગામ માં  ભાડા પટ્ટેથી બેસતી હતી તે બેંક ના જે તે વખતના મેનેજર શ્રી મોગા સાહેબ પાસે લોનની માંગણી કરેલી અને તે લોન થી મંદિર ની જગ્યામા બેંક ઓફ બરોડાને મકાન બનાવી આપવાની બાહેંધરી  આપેલી અને એ મુજબ બેંક ઓફ બરોડા પાસેથી પ્રથમ તબ્બકે રૂ.૧,૨૫,૦૦૦/- અને બીજા તબક્કે રૂ. ૭૫,૦૦૦/- લોન મેળવી બેંક ઓફ બરોડાનુ હાલનું  અધ્યતન મકાન બનાવી આપેલ અને તેની બન્ને બાજુએ શરૂઆતમા આઠ દુકાન બનાવેલ ત્યારબાદ સમય જતા બેંક ઓફ બરોડાના મકન થી ગામ તરફ વીસ દુકાનો જાહેર હરાજીથી ગામ લોકો પાસેથી દાન ભેટ મેળવી પાકી દુકાનો બનાવી વધુ દાન આપનારને ભાડા પટ્ટેથી આપેલી અને મંદિર ની નિભાવણી માટે ભાડાની આવક ચાલુ કરવામા આવેલ.

તે પછી જુની ધર્મશાળાને તોડીને તેની જગ્યાએ તેનાથી ગામ તરફી ખુલ્લી જગ્યામા વિશાળ ધર્મશાળા બનાવી તે ધર્મશાળાનું  નામધીકરણ શ્રીમતી મણીબેન રેવાશંકર મીસ્ત્રી રાખવામા આવેલ.તા.૧૮.૧૦.૧૯૯૨ના રોજ દંતાલી નિવાસી સંત શ્રી સચ્ચિદાનંદ  મહારાજ ના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં  આવેલી અને આ ધર્મશાળામાં  મંદિર  ના પૂજારીનું  નિવાસ,ટ્ર્સ્ટ કાર્યાલય,સ્ટોર રૂમ,સંતનિવાસ અને બાથરૂમની સુવિધાઓ કરવામા આવેલ છે.ત્યારબાદ સમય જતા હાલની ધર્મશાળાથી દક્ષિણના ભાગે કોટ બનાવી મંદિર નુ મુખ્ય પ્રવેશદ્વાર  વિશાળ સ્વરૂપ માં  ગામ તરફ અને મંદિર ની દક્ષિણે બનાવવામા આવ્યુ.અને ત્યાર પછી ટ્રસ્ટે વિચારણા કરી જે અઠ્ઠાવિસ દુકાનો બનાવી તેના ઉપર પહેલા માળે  બીજી અઠ્ઠાવીસ દુકાનો બનાવીને ભાડાપટ્ટે આપવામા આવેલ આમ અત્યારે આ મંદિર ની કુલ ૫૬ દુકાનો અને બેંક ઓફ બરોડાને ભાડે આપેલ મકાન જે મંદિર ની મલિકીની મિલકત છે અને તે માસિક ભાડેથી આપેલ છે, જે બાબતના નીતી નીયમો તથા કરારો ભાડુતો પાસે કરાવવામા આવેલા છે.સમય જતા મંદિર ની જગ્યાની અંદર  પુરાણુ શિવાલય તથા હનુમાનજીના મંદિર નો જીર્ણોધ્ધાર જરૂરી બનતા આ ભગીરથ કાર્ય માટે પરમ પૂજ્ય શિવગીરી મહારાજને મેનેજીંગ ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓએ આ જગ્યા માં પધારવા આમંત્રણ આપતા.

તા.૨૩.૦૯.૧૯૯૩ ના રોજ શિવગીરી બાપુ વડગામ મંદિર  માં પધરેલા અને તેમની આસ્થા મુજબ એક કોરો કુંજો મંગાવી તેમા જળ ભરી ઉપર શ્રીફળ મુકી કપડાથી બાંધી  તે કુંજા સાથે શીવગીરી બાપુ અને ટ્રસ્ટીઓએ જુના શિવાલયની પ્રદક્ષિણા કરી કુંજાને લિમડા નીચે જમીનમા સ્થાપિત કરવામા આવેલ અને શિવગીરી બાપુએ ત્રિકમ વડે જુના શિવાલયને તેમના હસ્તે પાંચ વખત પાંચ ફટકા મારી જુના શિવાલયને તોડવા માટે અને નવુ શિવાલયને પશ્વિમ તરફના પ્રવેશ ધ્વારે જમીન મા સ્થાપિત કરેલ કુંજાની બરાબર સામે પ્રવેશધ્વાર રાખવા આદેશ કરતા ગામ લોકોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધેલ અને તે પછી જુના શિવાલયનો જીર્ણોધ્ધાર કરી તેની જગ્યાએ પશ્વિમ ધ્વારે નવુ શિવાલય બનાવવામાં  આવેલ.આ શિવાલયની સામે હનુમાનજીનુ મંદિર   શિવાલયથી પશ્વિમ તરફ દક્ષિણ મુખે બનાવેલ છે.

સને.૨૦૦૦ની સાલમા સિધ્ધ્પુરના શાસ્ત્રી શ્રી ઘનશ્યામભાઈ ધ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવેલ ત્યાર પછી શિવગીરી બાપુની યાદગીરી માટે શાંતિ કુંભની ઉપર નાની દેરી બનાવી તેમા અંબાજીથી શિવગીરી બાપુની આરસની મૂર્તિ લાવી તા.૧૯.૦૬.૨૦૦૪ના રોજ  યજ્ઞ  કરાવી પ્રાણ પ્રતિષ્ઠા કારાવવામા આવેલ.

નવીન બનાવેલ શિવાલયના પાછળ જુનુ હનુમાન મંદિર  અને જુના સમયની સાધુ સંતની સમાધિ જે જુના વખતમાં  મંદિર ના બહારના ભાગે હતી તેને સારી અવસ્થામા બનાવી મંદિર ની જગ્યામા સમાવી ખુલ્લી જગ્યાનો રસોડા તરીકે ઉપયોગ કરવા વિચારતા સોની મોતીજી લુમ્બાજીના સહયોગથી અધ્યતન રસોડુ બનાવવામાં  આવેલ છે.અને આ મંદિર ની માલિકીની જમીનમા ખુલ્લી જગ્યા હતી તે જગ્યાએ કોટનુ બાંધકામ  પુરુ કરી મંદિર ના સંકુલ માં  પ્રવેશવા ત્રણ દરવાજા રાખેલ જેમા બેંક ઓફ બરોડાના બાજુનો દરવાજો હાલમા બંધ  રાખેલ છે.અને ઉત્તર તરફ્નો દરવાજો વાહન વ્યહવાર અને માલસામાન લાવવા માટે અને દક્ષિણ મુખ્ય પ્રવેશદ્વાર ફક્ત દર્શનાર્થીઓ માટેના પ્રવેશ સારુ ઉપયોગ કરવામા આવે છે.ત્યારબાદ ગામ લોકો ની માંગણીથી આ ટ્રસ્ટ ગ્રામ પંચાયતને લોકફાળા તરીકે રૂ.૪૦,૦૦૦/- આપી મંદિર ના મુખ્ય પ્રવેશધ્વારની બહારની જગ્યામા મંદિર ના ખર્ચે મરણ સમયે મહિલાઓને સ્નાન કરવા માટે સ્નાનાગ્રુહ તથા બેસવા માટે ઓટલો સને ૨૦૦૩ના રોજ બનાવી આપેલ છે.

ત્યાર પછી વડગામ શક્તિ મહિલા મંડળના સહયોગથી તથા ટ્ર્સ્ટના ભંડોળમાંથી ખર્ચ કરી એક સત્સંગ હોલ પણ બનાવવામા આવેલ છે. આ હોલમા સત્સંગ,ધર્મકાર્યો અને સાંસ્ક્રુતિક કાર્યક્રમો માટે ઉપયોગ કરવામા આવે છે.ત્યાર પછી જરૂરિયાત જણાતા હાલની ધુણી ઉપર પાણી માટે ટાંકી તથા ભોયતળીયે ધોલપુરી લાલ પથ્થર લાવી ભોયતળીયામા બેસાડેલ છે.આ મંદિર  માં   સુદર બગીચો બનાવવા માં  આવેલ છે.ચોકીદાર માટે રહેઠાણ બનાવવામાં  આવેલ છે.આ મંદિર ની જગ્યામાં  શ્રી રાધા-કૃષ્ણ  મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સવંત-૨૦૨૮ થી શ્રાવણ વદ-૮ ના રોજ જન્માષ્ટમી નીમીતે દિવસે મેળો ભરાય છે.અને રાત્રે કૃષ્ણ  જન્મોસ્તવ  ઉજવવામાં  આવે છે. જે ૧૯૬૯મા નવિન રાધા-ક્રિષ્ણ મંદિર ની રચના બાદ દર વર્ષે ઉજવાય છે.તેમજ મહાવદ -૧૩ના રોજ મહાશિવરાત્રીના દિવસે પરંપરાગત  શિવ પાર્વતીની શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામા આવે છે.તેમજ શ્રી રાધાક્રુષ્ણ મંદિર ની સામે પશ્વિમ તરફના પ્રવેશ દ્વાર વાળુ “ગાયત્રી માતાનું  મંદિર  આવેલ છે અને શ્રી રાધા-કૃષ્ણ ની ઉત્તર તરફે “ગાયત્રી મંદિર ની “યજ્ઞશાળા” આવેલ છે. આ સંકુલની ધર્મશાળાનો ઉપયોગ ગામના ધાર્મિક કાર્યો ઉપરાંત ગ્રામ સભા,તથા ભાદરવી પુનમે અબાજી જતા પગપાળા યાત્રીકો માટે વિશ્રામ કરવા ઉપયોગ કરવામા આવે છે.

આ મંદિર માં  સેવા પુજા માટે એક પુજારી તથા ચોકી માટે ચોકીદાર અને મંદિર ના સંકુલ માં  આવેલ મકાનો તથા દુકાનોના ભાડા વસુલ કરવા ,હીસાબ ખીતાબ રાખવા અને ટ્રસ્ટના સંચાલન માટે વહીવટી કામગીરી માટે બે પાર્ટ ટાઈમ કર્મચારી માસીક વેતનથી રાખવામા આવેલ છે.

આ ટ્રસ્ટના સંકુલ માં  આવેલ શ્રી રાધા-કૃષ્ણ  ભગવાન તેમજ લક્ષ્મીનારાયણ ભગવાન તેમજ મહાદેવજી તેમજ હનુમાનજી તથા અન્ય સ્થાપિત દેવોની પુજા અર્ચના કરવા માટે પુજારીની નિમણુક કરેલ છે.