વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૭

 • વડગામ પંથકમાં ઠંડીનું જોર વધ્યુ છે. સમગ્ર વિસ્તાર ઠંડીથી અસરગ્રસ્ત જણાઈ રહ્યો છે. ઠંડીને લઈને રવિપાક મા ખેડૂતોને સારો એવો ફાયદો થશે તેમ અત્યારે જણાઈ રહ્યું છે.
 • તા.૧૦.૧૨.૨૦૧૪ના રોજ વડગામ તાલુકાના વરણાવાડા ગામે શ્રી વળેશ્વરી માતાજી મંદિરનો પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો-મહંતો અને ગ્રામજનોની વિશાળ ઊપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે વરણાવાડાના મુળ વતની અને અમદાવાદ નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 • સાસંદ શ્રી દિલિપભાઈ પંડ્યાના હસ્તે રૂ. ૫ કરોડના ખર્ચે તેનીવાડાથી પસવાદળ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત, પસવાદળ ગામને શહેરના જેવી તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તેમેજ ગામનો ઝડપી વિકાસ થાય.
 • વડગામની કોદરામ હાઈસ્કૂલનું ભૂમિપૂજન : કોદરામ હાઈસ્કૂલ ના નવિન મકાનનું ભૂમિપૂજન મુખ્યદાતાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. સંસ્થાના પ્રમુખ નવનીતભાઈ પરીખ અને લવજીભાઈ એમ.પ્રજાપતિએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. શ્રી મહેન્દ્રભાઈ એ. પરીખના વરદ હસ્તે નવિન હાઈસ્કૂલ ભવનનું ખાત મુર્હત કરાયું હતું. કોદરામના શ્રી રાણા, મનોજભાઈ પ્રજાપતિ અને જિ.પં. ડેલિગેટ મુકેશભાઈ ચૌધરી વિશેષ ઊપસ્થિત રહ્યા હતા. કોદરામના વતની અને સરગમ બિલ્ડર્સ સુરતના શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી આ પ્રસંગે ભોજન-પ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવારે કર્યુ હતું.
 • વડગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રણછોડપુરા દૂધ મંડળીનામંત્રી ગુલાબસિંહ રાજપૂતના ખેતરમાં એક ભેંસ છે. જેની કિંમત સવા લાખ રૂપિયાઅંકાઇ રહી છે. આ ભેંસને બનાસડેરી દ્વારા ગુણવત્તાવાળા પશુઓની હરિફાઇ માટેપણ પસંદગી કરવામાં આવી છે. સવા લાખની ભેંસ સવાર અને સાંજ બે સમય મળી કુલ ૨૦લીટરથી પણ વધુ દૂધ આપે છે. જેથી આ ભેંસને જોવા પંથકના પશુપાલકો આવી રહ્યાછે.
 • વડગામ તાલુકાના નવીસેંધણી ગામના લાલજીભાઇએ બનાસકાંઠાજિલ્લાની રેતાળ જમીનમાં હળદરની ખેતી કરી તેમાં સફળતા પણ મેળવી છે. આમ વિઘાદીઠ 200 મણ લીલી હળદરનું ઉત્પાદન મેળવી 6 મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરીજિલ્લાના ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.હળદર મોટા ભાગે લાલ અને ચીકણીમાટીમાં થાય છે.વડગામ તાલુકાના અંતરિયાળ અને રેતાળ જમીનવાળા વિસ્તાર નવીસેંધણી ગામમાંરહેતા લાલજીભાઇનો પણ સમાવેશ થાય છે. લાલજીભાઇ સરદારભાઇ ચૌધરીએ ટેલીવીઝનઉપરથી હળદરની ખેતી અંગેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓએ હળદરનાવાવેતરના સમયગાળા અને ઉત્પાદન લેવાની સમયમર્યાદા અંગેની જાણકારી મેળવી હતી.અને તા. 1જૂનના રોજ 12 વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું. ત્યાબાદ તા. 1 ડિસેમ્બરથી કાચી લીલી હળદર નિકાળવાની શરૂઆત કરી હતી.આમ લીલીહળદર 6 માસમાં તૈયાર થઇ જાય છે. અને નવ માસમાં પાકી જાય છે. જેનેપીસીને હળદરનો પાઉડર બને છે. હાલમાં લાલજીભાઇના ખેતરમાંથી એક વિઘાજમીનમાંથી અંદાજિત 200 મણ લીલી હળદરનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જે હળદરનુંરોજેરોજ અમદાવાદ ખાતે વેચાણ કરાય છે. આમ રેતાળ જમીનમાં ફુવારા પદ્ધતિથીલીલી હળદરની ખેતી કરી લાલજીભાઇએ સારું ઉત્પાદન પણ મેળવી બનાસકાંઠા જિલ્લાનાખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.લીલી હળદરની ખેતી માટે તેના વાવેતર માટેના બિયારણ, ખાતર, મજુરી અનેમાર્કેટ સુધી પહોંચાડવાનો અંદાજે ત્રણ લાખ સુધીનો ખર્ચ થશે. જેની સામે એકવિઘા જમીનમાંથી 200 મણ લીલી હળદરનું ઉત્પાદન મળી રહ્યું છે. જે બજારમાં 500 થી 600 રૂપિયા મણના ભાવે વેચાય છે. આમ 12 વિઘામાંથી માત્ર છ મહિનાના ટૂંકાસમયગાળામાં રૂ. નવ લાખનો ચોખ્ખો નફો થવાનો અંદાજ છે. નવીસેંધણી ગામના ખેડૂતો માટે લાલજીભાઇ જુડાલ હમેશા પ્રેરણાસ્ત્રોત રહ્યાછે. લાલજીભાઇની ઉંમર હાલમાં માત્ર 37 વર્ષની છે. પરંતુ તેઓ પોતાનો બી.એ.સુધીનો અભ્યાસ પૂર્ણ કરી 25 વર્ષના વર્ષે ખેતીમાં ઝંપલાવ્યું હતું. અનેતેઓએ ગામમાં સૌથી પહેલાં પિયત ફુવારા, ખેતરની ફરતે ફેન્સીંગ વાડ, મગફળીનુંવાવેતર, બટાકાનું વાવેતર આમ આધુનિક ખેતીની ગામમાં સૌપ્રથમ શરૂઆત કરી ગામનાતથા પંથકના લોકોને પ્રેરણા પુરી પાડી હતી. ત્યારે આજે લાલજીભાઇથી પ્રેરાઇપંથકના અનેક ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે.
 • તાલુકામાં ચોરી-લૂંટફાટનો ઉપદ્રવ વધ્યો હતો. માલોસણા તથા રૂપાલ હાઇસ્કૂલમાં ચોરીના બનાવો નોંધાયા હતા તો છાપી નજીક ભરકાવાડા પાસે બાઈક-ચાલકને ધોકો ઝીંકી લૂંટી લીધો.(૧૦૦૦૦ રોકડા, બે તોલાની ચેન મોબાઈલ સહિત અન્ય વસ્તુ લઈ ફરાર થઈ ગયો હતો) તેમજ છાપીમાં બાઈક ચોરીના બનાવો બન્યા હતા.
 • વડગામ રેશનિંગ પુરવઠાનું સિધ્ધપુર અને ઊંઝામાં કાળાબજારથઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
 • હોમગાર્ડના સ્થાપના દિન નિમિત્તે વડગામ તાલુકાના છાપી ખાતે કાર્યરત હોમગાર્ડ યુનિટ દ્વારા ‘ભૂર્ણ હત્યા’ વિરુધ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુ થી બેટી બચાવો નાટક હોમગાર્ડ જવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું. જિલ્લામાં ૧૮ હોમગાર્ડ યુનિટ ચાલે છે તેમાં સર્વોત્તમ કામગીરી માટે છાપી યુનિટ જિલ્લામાં પ્રથમ નંબરે છે. આ પ્રસંગે હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી.
 • સ્વચ્છ ભારત અંતર્ગત પાંચડા ગ્રામજનો દ્વારા ગામને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
 • ટીંબાચૂડી ગામના સરપંચ નાથાભાઈ સદાભાઈ ચૌહાણ વિરુધ્ધ પંચાયતના પાંચ સદસ્યો દ્વારા સોગંદનામું કરીને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.
 • વડગામ તાલુકાના કોદરામ ગામના માંનબા હેમરાજજી હદાજી રાણા દ્વારા કોદરામ મુકામે સમાજ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. રાજપૂત સમાજને સંગઠિત થઈ શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ કુરિવાજો અને વ્યસન છોડવા ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
 • પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય દ્વારા વડગામના અર્બુદાનગરમાં જિલ્લા કક્ષાનો પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. આ પશુ સારવાર કેન્દ્રનું સફળ સંચાલન વડગામ દૂધ મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્દઘાટન મંત્રી તારાચંદ છેડાએ કર્યુ હતુ.
 • વડગામ માર્કેટયાર્ડ ખાતે મંત્રી શ્રી તારાચંદ છેડાની અધ્યક્ષતામાં રવિકૃષિ મહોત્સવનો-૨૦૧૪ નો પ્રારંભ તા.૧૧.૧૨.૨૦૧૪ના રોજ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી અને સહાય લાભાર્થીઓને આપવામાં આવી હતી.
 • વડગામ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડા તિર્થના સમગ્ર વિસ્તારાને સી.સી કેમેરાથી સુસજજ કરવામાં આવ્યો છે.
 • વડગામના સકલાણા ધોતા ગામે ઝુંપડપટ્ટીમાં રહેતા વાદી પરિવારના બાળકેને પોલીયોની રસી પીવડાવ્યા બાદ મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. આરોગ્યની ટીમે પોલીયોની રસી તેમજ પંચગુણી રસીનું ઇંજેક્શન આપ્યા બાદ બાળકનું મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જો કે આ મૃત્યુ રસી આપવાથી થયું કે કોઈ અન્ય કારણોસર તે તપાસનો વિષય છે.
 • વડગામ તાલુકાના ટીંબાચૂડી ગામના રહીશ વિષ્ણુપુરી મંગલપુરીના પરપાંતિય મિત્ર દ્વારા તેના વતન ઉત્તરપ્રદેશ આવવા આમંત્રણ આપી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કુટુંબીજનો પાસે રૂ. ૧.૨૦ લાખ હિન્દી ભાષી આપેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ વિષ્ણુપુરીને છોડવામાં આવ્યા હતા.
 • વડગામ હોમગાર્ડ યુનિટને માર્ગ-મકાન સ્ટેટ વિભાગ દ્વારા કાર્યાલય ભવન ફાળવવામાં આવ્યું. તા.૧૮.૧૨.૨૦૧૪ને ગુરૂવારના રોજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડટ શ્રી એન.એસ.નિનામા (ડી.વાય.એસ.પી) પાલનપુર ના વરદહસ્તે વડગામ મુકામે ઉદ્દઘાટન થયું ત્યારે વેપારીઓ, ગ્રામજનો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 • તા.૧૭.૧૨.૨૦૧૪ને બુધવારે સાંજે વડગામ તાલુકાના કાલેડા ગામની કુંવાસીએ પોતાના ત્રણ માસના બાળક સાથે કોઈ અગમ્ય કારણસર મોકેશ્વર ડેમમાં આપધાતના ઇરાદે ઝંપલાવતા ત્યાં ડેમ ઉપર હાજર તરવૈયાઓ અને અકબરભાઈ ઘોરીની જહેમતથી એક કલાકના દિલધડક ઓપરેશન બાદ બંને મા-દિકરાને જીવતા બહાર કાઢવમાં આવ્યા હતા. બંનેને વધુ સારવાર અર્થે વડગામ આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.
 • વડગામ તાલુકામાં કોમર્શિયલ અને રહેણાંક બાંધકામમાં નદીની રેતીનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ઉમરદશી નદીના તટમાં બેરોકટોક રેતખનન : કુદરતી સંપદા સાથે સરકારને રોયલ્ટીનો ચૂનો. અત્રે ઉલ્લેખનિય છે કે વડગામ તાલુકા મથક સહિત નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા મજાદર, છાપી, તેનીવાડા, ધારેવાડા, નગાણા, કોદરામ, પિલુચા વગેરે વિસ્તારોમાં કરોડોના ખર્ચે કોમર્શિયલ બાંધકામો અને રહેઠાણ વસાહતોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉપરાંત ગામાડામાં કોન્ટ્રાક્ટર પધ્ધતિથી રહેઠાણ મકાનો ઉભા થઈ રહ્યા છે. આ તમામ વિકાસ કામોમાં સરસ્વતી નદી તટ, ઉમરદશી નદી તટ અને વ્હોળાઓની રેતીનો ઉપયોગ થાય છે. દૈનિક આઠ થી દશ લાખ રૂપિયા સુધીની રેતી રોયલ્ટી વગર વહન થાય છે. જેમા સબંધિત વિભાગ અને સરકારી તંત્રના કર્મીઓ હપ્તા લઈ મોટી કમાણી કરે છે અને સરકારી રોયલ્ટીને નુકશાન કરાવે છે. છતાં સ્થાનિક તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા કોઈ જ પગલા ભરાતા નથી. જિલ્લા ક્લેક્ટર દ્વારા સત્વરે રોયલ્ટી ચોરી કરતા ઠેકેદારો સામે ઘટતા પગલા ભરાય તેવી પ્રજાની માંગ છે.
 • વડગામ તાલુકામાં ૧૨૫૦ હેક્ટરમાં રાયડાનું વાવેતર ખીલી ઊઠ્યું.- વડગામ તાલુકાની ૮૨ ગ્રામ પંચાયતોમાં ૧૧૦ ગામોમાં રવિ સીઝનમાં રાયડાનુ વાવેતર ખીલી ઊઠતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. શિયાળાની મોસમ પૂર બહારમાં ખીલી ઊઠી છે ત્યારે સિઝન જામતા જ જગતના તાત એવા ખેડૂત રવિ સિઝન માટે કમર કસી લીધી છે ત્યારે વડગામ તાલુકામાં પણ રવિની સિઝનમાં રાયડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાની ૮૨ ગ્રામ પંચાયતના ૧૧૦ ગામોમાં રવિ સિઝનમાં રાયડાનું વાવેતર ૧૨૫૦ હેક્ટરમાં થયું હોવાનું તાલુકા ખેતિવાડી વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. અંદાજે એક હેક્ટર દીઠ ૧૬૦૦ કિલો રાઈ ઉત્પાદન થવાની સંભાવના છે.
 • વડગામ તાલુકામાં કામોમાં ગતિ શિલતા લાવવા જરૂરી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા માંગ – વડગામ તાલુકા મથકના વડગામ, મેમદપુર, મોરીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક વર્ગ-૧ ની (ત્રણ જગ્યાઓ) સહિત માર્ગ-મકાન પંચાયત પેટા વિભાગના નાયબ ઇજનેરની જગ્યા, તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ, ક્લાર્કો, તલાટીઓ સહિત શિક્ષકોની જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી પડેલ હોઈ તાલુકાની જનતાને સરાકારી કામ અર્થે ભાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ સરકારી કર્મચારીઓના અભાવે તાલુકામાં કામોની ગતિ શિલતા જોવા મળતી નથી.

રેફ:- આભાર સહ તાલુકા પ્રતિનિધી (રખેવાળ, દિવ્યભાષ્કર, ગુજરાત સમાચાર, સંદેશ) – શ્રી પુષ્કર ગોસ્વામી, શ્રી સુરેશ અગ્રવાલ, રણજીતસિંહ હડિયોલ