વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૬

 • વડગામ તાલુકાના રૂપાલ ગામમાં રક્તદાન તથા છાપી ગામે હર્દય નિદાન કેમ્પ યોજાયા.
 • વડપ્રધાન શ્રી એ દરેક સંસદ સભ્યને ત્રણ ગામ દત્તક લેવા કરેલ અપીલ અનુસંધાને સંસદ સભ્ય શ્રી દિલિપભાઈ પંડ્યાએ વડગામ તાલુકાનું સુપ્રસિધ્ધ તિર્થ પસવાદળ ગામને દત્તક લઈ દેશ કક્ષાએ આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
 • વડગામ તાલુકામાં ચોમાસા દરમિયાન ધોવાઈ ગયેલ માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વિવિધ ગામડાઓને જોડતા રસ્તાઓની સાઈડો વરસાદમાં ધોવાઈ જઈને રોડની સાઈડોમાં ખાડા પડી ગયા છે જે અનુસંધાને માર્ગ-મકાન સત્તાધિશો દ્વારા સમારકામનું કોઈ કામ હાથ ધરાતું નથી.
 • વડગામમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો લોકઉપયોગી બની શક્યા નથી. બે વર્ષ પૂર્વે વડગામ માર્કેટયાર્ડ ત્રણ રસ્તાથી વિ.જે.પટેલ હાઈસ્કૂલ સુધી તેમજ ગોળા જવાના માર્ગ ઉપર આવેલ રાજ્ય સરકારના ગેસ્ટહાઉસથી માર્કેટ યાર્ડ સુધી વિકાસપંથ અંતર્ગત ફૂટપાથ બનાવવાની હતી જેનું કામ અધવચ્ચે અટવાઈને પડ્યુ છે. તે જ રીતે ગામડાઓમાં નાખવામાં આવેલ ગટરોની લાઈનો બાદ રસ્તાઓની મરામતનું કોઈ જ કરવામાં આવતુ નથી. યોગ્ય આયોજન અને માહિતીના અભાવે પંથકમાં વિકાસ કરતા વિનાસ વધતો દેખાઈ રહ્યો છે.
 • વડગામ પંથકમાં ચાલતી સરકારી બસોને છાશવારે બંધ કરી દેવામાં આવે છે અથવા તો રૂટ વારંવાર બદલી દેવામાં આવે છે જેને લઈને શટલીયા વાહનોનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. ખાસ કરીને વડગામમાં આવેલા વિવિધ તિર્થ-સ્થળો ને આવરી લેતા સવારે જવા અને સાંજે પરત આવવા માટે બસોનો રૂટ ગોઠવાય એ ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.
 • તાલુકા મથક વડગામના બસસ્ટેન્ડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ વડલાની આસપાસનો ઓટલો તોડી નંખાયો છે પરંતુ વડલાને ફરતે લારી વાળઓના અઠે દ્વારકાને લઈને પરિસ્થિતિ જેમની તેમ છે. ટ્રાફીક ઉપર સ્થાનિક પોલિસતંત્રનું કોઈ નિયંત્રણ નથી દેખાઈ રહ્યુ. તાલુકાભરમાંથી આવતા વાહનો મરજી મુજબ ચાલી રહ્યા છે. લારીઓ વાળા અને દુકાનો વાળા રસ્તાઓને દિનપ્રતિદિન સાંકડો બનાવી રહ્યા છે. ધીરે ધીરે સમગ્ર વિસ્તાર અકસ્માત ઝોન તરીકે વિકસી રહ્યો છે. પ્રજા મૌન છે. સત્તાધિશો ખામોશ છે.
 • વડગામ પંથકમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યુ છે.
 • પંથક નાં ખેડૂતો બટાકાનાં વાવેતર તરફ વળ્યા. ઉત્પાદન ની સાથે સાથે પોષણક્ષમ ભાવો મળતા હોવાથી પંથકમાં મોટા પાયે બટાકાનું વાવેતર થઇ રહ્યું છે. એક સમયે ડીસા એ જીલ્લામાં બટાકા ઉત્પાદનનું હબ ગણાતું હતું  પરંતુ હવે અનુકૂળ જમીન અને નવતર પ્રયોગના પગલે પંથકના ખેડૂતો વધુ ઉત્પાદન અને ભાવ મળતા બટાકા ની ખેતીને અપનાવી રહ્યા છે.આ વખતે પંથકમાં ખેતિમાં બટાકાનું વાવેતર પ્રમાણમાં વધે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. જ્યાં ને ત્યાં ખેડૂતો બટાકાની ખેતિ વિશે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે બટાકામાં ઉત્પાદન સારુ મળે છે. એક કટા બિયારણની સામે લગભગ દસ ગણુ ઉત્પાદન મળે છે. જો કે આ ખેતિમાં ખર્ચો પણ વધુ આવે છે કારણ કે આ વખતે બટાકાના બિયારણના ભાવ આસમાને છે આ ઉપરાંત દવાઓ અને જમીન તૈયારી પાછળ ખાસો એવો ખર્ચ આવે છે. આ વખતે બટાકા, મગફળી જેવી ખેતિને લઈને પંથકના ખેતરોમાં પાકને નુકશાન કરનાર પશુઓને દૂર રાખવા કાંટાળી વાડ તેમજ ઝટકા તારની વ્યવસ્થા મોટાપ્રમાણમાં ખેતરોમાં જોવા મળી રહી છે. જો કે ખેડૂતોને આશા છે કે બટાકા અને મગફળીની ખેતિમાં ખર્ચો કરવા છતા વળતર સારુ એવુ મળી શકે છે જેને લઈને પંથકના ખેડૂતો ઉત્સાહિત જણાઈ રહ્યા છે. તાજેતરમાં સીસરાણા પાસે ખાનગી કોલ્ડ સ્ટોરેજ શરૂ થયો છે જેથી પંથકના ખેડૂતોને પોતાના બટાકાને ઘર આંગણે સંગ્રહવાની સગવડ ઉપલ્બ્ધ થઈ છે જેને લઈને યોગ્ય સમયે અને ભાવે તેને માર્કેટમાં વેચી શકાય.
 • વડગામ તાલુકાના શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર નાગરપુરા મુકામે તા.૦૧.૧૨.૨૦૧૪ થી તા.૦૫.૧૨.૨૦૧૪ દરમિયાન શ્રી ૨૧ કુંડી અતિરૂદ્ર મહાયજ્ઞ એવમ ભંડારા મહોત્સ્વ યોજાશે.
 • નવાબી શાસન વખતે રાજ્યના દીવાન શ્રી બહાદુરખાને ધાણધાર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરાવ્યું હતું. તે સફળ રહ્યું હતું. શેરડીનું વિપુલ ઉત્પાદન થતું તેમાથી બનતો ગોળ ‘બહાદરશાહી’ તરીકે ઓળખાતો હતો.
 • નવાબ તાલેમહંમદખાનજી દ્વારા પાલનપુર અને વડગામ મહાલમાં ખેડૂતોને જમીન હક્કનો લાભ મળે તે કાયદો તા. ૧ જૂન ૧૯૪૭ના રોજ પસાર કરવામાં આવ્યો.
 • નવાબી શાસનમં રાજ્યના ઘોડાર માટે તથા હાથીઓ માટેનું કડબનું ઘાસ ઘાણધારના ગામોમાંથી કરના ભાગ તરીકે આવતું હતું.
 • વડગામ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટાચારના આક્ષેપો-પ્રતિ આક્ષેપો સામે તપાસના ધમધમાટની સાથે સાથે કરોડો ના કામ મંજુર યથા હતા. જોકે, બિજી બાજુ મોટાભાગના ગામોમાંરાજીવગાંધી ભવની કામગીરી ધીમીગતિ ચાલતી હોવાથી જે-તે ગ્રામ પંચાયતનસરંપચોને તંત્ર દ્વારા તાત્કાલિક કામ પૂર્ણ કરવા નોટિસો ફટ કારાઇ હતી.જેમને લઇ તાલુકામાં સરપંચ પોતાના પૈસા અને માલ મટીરિયલ ઉધાર લાવી કામગીરીપૂર્ણ કરી હતી અને તેનાત બિલો પણ વડગામ તાલકા પંચાયતમાં આપી દીધા છે.પરંતુ છેલ્લા એકમાસથી રાજીવગાંધી ભવનના બિલો મળતાં સરપંચોની હાલત કફોડી બનીછે.
 • ખેતજમીનોના  માલિકોને જમીનોના ભાવ સારા મળતા હોવાથી ખેતીની જમીન કોમર્શીયલ હેતુ માટે ધીમે ધીમે તબદિલ થઇ રહી છે. વડગામ નો વિસ્તાર વધી રહ્યો છે વિકાસ ઘટી રહ્યો છે. સમસ્યાઓ કાયમી ઘર કરી રહી છે. ખાનગી બાંધકામો નુ પ્રમાણ ગતિશીલ છે. દુકાનોના ભાડા વધી રહ્યા છે સામે ધંધા ઘટી રહ્યા છે.

વડગામ તાલુકાની આજ-કાલ વિશેના બધા જ  લેખો વાંચવા અહીં ક્લીક કરો.