વ્યક્તિ-વિશેષ

ગીત-સંગીત ક્ષેત્રે વડગામ નું ગૌરવ મિતાલી મહંત નો ઈન્ટરવ્યું.

[તાજેતર માં મૂળ વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની અને ગીત-સંગીત ક્ષેત્રે પ્રતિભાશાળી કલાકાર મિતાલી મહંત (નાયક) નો ઈન્ટરવ્યું ગુજરાતી પાક્ષિક સન્નારી મેગેઝીનમાં પ્રકાશિત થયો હતો. આ ઈન્ટરવ્યું ની માહિતી વડગામ.કોમ ને મોકલી આપવા બદલ મિતાલી મહંત નો અભિનંદન સહ આભાર].

Mitali-2

ત્રણ વર્ષની ઉમર થી Singing નો શોખ ધરાવે છે.

મિતાલીના જણાવ્યા અનુસાર તેઓ ત્રણ વર્ષની ઉમરથી સંગીત પ્રત્યે અનહદ રૂચી ધરાવતા હતા. મિતાલી નાં દાદા પણ એક Singer હતા. મિતાલી ત્રણ વર્ષની ઉમરથી દાદા સાથે ઘરમાં જ Singing કરતી હતી. તે દાદા સાથે બેસીને ગુજરાતી ગીતો અને સ્તુતિઓ ગાતા ત્યારથી જ મિતાલીએ સંગીતની દુનિયામાં અનહદ રસ લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ શાળામાં અને કોલેજ દરમિયાન થતા બધા જ સંગીત પ્રોગ્રામોમાં મિતાલીએ ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. મિતાલીના પતિ જય મહંત એ મ્યુઝીક ડાયરેક્ટર અને કમ્પોઝર છે. જય મહંત ગીત લખવાના પણ શોખીન છે. મિતાલી અને તેમના પતિ જય મહંતે મળીને યુ ટ્યુબ ઉપર પોતાની ચેનલ શરૂ કરી અને હાલ તેના આશરે ૧૦,૦૦૦ થી વધુ સબ્સ્ક્રાઈબર છે. હાલમાં મિતાલીના ગીતો યુ ટ્યુબ પર છવાઈ રહ્યા છે.

આખો દિવસ સંગીતમય હોઉં છું

મિતાલી પોતાના વિષે જણાવતા કહે છે કે, મારો આખો દિવસ સંગીતમય હોય છે. સંગીત સિવાય હું મારા ફેમીલી સાથે હોઉં છું જે મને ખૂબ સપોર્ટ કરે છે. મારા ફેમીલી માં ચાર મેમ્બર્સ છે. જેમાં મારા પતિ જય તો મોટે ભાગે સ્ટુડીયોમાં સાથે હોય છે. જ્યારે મારા મમ્મી-પપ્પા પણ ખૂબ supportive છે જેથી હું મારા લ્ક્ષ્ય પર ફોકસ કરી શકું છું. મારી સવાર પણ રીયાઝ સાથે થાય છે. ત્યારબાદ હું સ્ટુડીયોમાં રેકોર્ડીંગમાં હોઉં છું. મારે ઘણા કોન્સર્ટ માટે લાઈવ પરફોર્મન્સ આપવાનું હોય છે, જેમાં પણ હું હાજરી આપું છું. વિદેશમાં પણ હું મારા કોન્સર્ટ કરી રહી છું. જેમાં દુબઈ અને અમેરિકામાં પણ લાઈવ પરફોર્મન્સ આપ્યું છે. નાની હતી ત્યારે દાદાએ ગાતા શીખવ્યું હતું. ત્યારબાદ મેં શ્રી સુધા પટવર્ધન પાસે ક્લાસિકલની શિક્ષા મેળવી છે. હાલમાં હું વિકાસ ભાતવડેકર પાસે વોકલ ટ્રેનીંગ અને વોઈસ કલ્ચરની ટ્રેનીંગ લઇ રહી છું. વિકાસજી એ લતા મંગેશકર સાથે પણ કામ કર્યું છે જેથી તેઓ પાસેથી સંગીતની દરેક પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.

Mitali-1પ્લેબેક Singing ની તૈયારી કરી રહી છું.

મિતાલીને તેના ફ્યુચર પ્લાન અને કરિયર વિશે પૂછતા તેઓએ જવાબ આપ્યો કે હાલમાં હું એક ગુજરાતી અર્બન મુવીના પ્રોજેક્ટ સાથે જોડાઈ છું. ગુજરાતી મુવીમાં પ્લેબેક સિંગર તરીકે તે મારી ડેબ્યુ છે. ડીડી નેશનલ પર ક્લાસિક મ્યુઝીકના રીયાલીટી શો ‘નાદભેદ’ માં મેં સિંગિંગ કર્યું છે. ‘નાદભેદ’ માં હું ટોપ-૭ માં હતી. આ રીયાલીટી શો માં અમારે ક્લાસિકલ મ્યુઝીકને વિવિધ ફોર્મમાં પ્રેઝન્ટ કરવાનું હતું જેમાં મેં ગુજરાતને represent કર્યું હતું.

આ શો માં ગુજરાતના બે સિંગર્સ હતા. આ સિવાય અહિયાં અને વિદેશ માં મળીને અત્યારસુધીમાં હું ૨૦ જેટલા લાઈવ કોન્સર્ટસ કરી ચૂકી છું. અમદાવાદ માં યોજાતા ‘અનુષ્ઠાન પર્વ’ નામના વિખ્યાત ગુજરાતી મ્યુઝીક નાં જલસામાં દર વર્ષે ભાગ લઉં છું જેમાં ગુજરાતના જાણીતા પ્લેબેક સિંગરો એને સેલીબ્રીટીઓ પણ ભાગ લે છે.

સિંગર તરીકે હજુ હું પા પા પગલી ભરી રહી છું

હા હું એક સિંગર છું પરતું હજુ મારે ઘણો ઊંચો મુકામ હાંસલ કરવાનો બાકી છે. હાલમાં હું એક ગુજરાતી મુવીમાં ગાવાની છું. આ સિવાય પણ હું નેશનલ ટીવીમાં આવતા રીયાલીટી શો માં ભાગ લેવાની તૈયારી કરી રહી છું.

એક ઘટના જણાવું તો મારું “ યેં જો ઈશ્ક હૈ “ ગીત બોલીવુડ સિંગર રીચા શર્મા એ યુ ટ્યુબ પર જોયુ હતું .જેઓ એ તે ગીત સાંભળ્યા બાદ મને તે ગીતને ફરીથી તેમનાં ભાઈની મ્યુઝીક કંપની દ્વારા રિલોન્ચ કરવા માટે પ્રપોઝ કર્યું હતું જે ફરીથી રિલોન્ચ થયું છે. આમ હું કહી શકુ કે, સિંગર તરીકે પા પા પગલી ભરી રહી છું. સિંગિંગ એ મારું પેશન છે અને તેના માટે હું સદા કાર્યરત રહીશ.