આપણા-રિવાજો, જનરલ માહિતી, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, સામાજિક-ધાર્મિક પ્રસંગો

બારોટજીનો ચોપડો : પેઢીનામાની એક સામાજિક પરંપરા.

Barotજ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો કે બારોટજી આવે એટલે ઉત્સવ જેવું વાતાવરણ બનતું આખા કુટુંબનો ઇતિહાસ બારોટજી હળવા મુડમાં કુટુંબકબીલાની હાજરીમાં દરેકને વાંચી સંભળાવતા એ બહાને આખા કુટુબનો વંશવેલો અથ થી ઇતિ જાણવા મળતો સાથે સાથે ગામનો ઇતિહાસ પણ જાણવા મળતો. આ સંદર્ભે તાજેતરમાં વડગામ તાલુકાના જલોત્રા ગામે પધારેલા બારોટજીની પેઢીનામા લખવાની પરંપરા બાબતે જલોત્રાના વતની આદરણિય શ્રી ઘેમરભાઈ ભટોળે સંક્ષિપ્તમાં પોતાના વિચારો વ્યકત કર્યા છે જે આપ પણ વાંચો……

ભારત ની સંસ્કૃતિ, હજુ પણ દુનિયા ની અન્ય સંસ્કૃતિ કે પરંપરાઓ થી અદભુત અને અતુલ્ય રહી છે તેના કારણમાં તેની સામાજિક પારંપરાઓ છે…. સમય સાથે તેમાં બદલાવ આવીયો છે પણ… હજુ ગામડાઓ માં તે ધબકે છે…

અમારા વિસ્તાર અને ગામ માં વાહીવંચા કે બારોટ જી, જગાણા ગામથી હમણાં આવેલ છે તે શ્રી સવજી ભાઈ ગગાજી બારોટ છે .. તેઓ નો પરિવાર સૈકાઓ થી અમારા કુળ નું પેઢી નામું રાખે છે અને એકોતરા વર્ષે અમારે ત્યાં આવે છે..

આ બારોટ જી, પરિવાર ના સારા પ્રસંગો ની નોંધ રાખે છે અને તે ને માટે તેમને ભેટ આપવાનો રિવાજ છે તેને શીખ તરીકે ઓળખાય છે..

ગઈ કાલે અને આજ તેમનો વારો અમારે ત્યાં હોઈ.. અમારા કુટુંબ, સાખ અને ગામ ની સ્થાપના સુધી ની તવારીખ નું પરિવારની હાજરી માં વાંચન કરાવ્યું અને પેઢીનામું કોમ્પ્યુરાઈઝ કરાવવા માટે મારા વડવાઓ ની નામાવલી અને તવારીખ પણ મેળવી…

મારી પેઢી ના વડવાઓ ના નામ સાંભળી ખૂબ જ લાગણી અનુભવી…
..
મારુ ગામ જલોતરા ની સ્થાપના વિક્રમ સવંત 1502, ફાગણ વદ પોચમ.

ભોંયણ ગામના સોહડ મલ ભા અને સદના દે મા ના સુ પુત્ર વોસા ભા ના સાત પુત્રો પૈકી નારા ભા અને થરા ભા ભટોળે વસાવ્યું હતું….

વોસા ભા ના અન્ય પુત્રો ..

શ્રી જગમાલ ભા એ, ભુતેડી અને ગોપાલપુરા,
શ્રી વિરો ભા એ મહેમદપુર, શ્રી જેઠા ભા એ ભરકવાડા, શ્રી કોના ભા એ મડાના -પાટોસન- મુંમવાડા, છાપી અને સજના ભા એ ધોળાશણ, ડેલા-વણાગલા વસાવ્યું…
નોંધ.. બારોટ જી સાથે ચર્ચા મુજબ..