વડગામ તાલુકાની આજકાલ

વડગામની આજકાલ : ભાગ-૧૦

-: સમાચાર :-

IMG-20160315-WA0038વડગામ તાલુકાના સકલાણા ગામે નીવૃત કર્મચારી વિકાસ મંડળ ની રચના કરવામાં આવી છે જેના માધ્યમથી નીવૃત કર્મચારીઓ સામુહિક રીતે પોતાનો નીવૃત્તિ બાદનો કિમંતી સમય અનેક સમાજઉપયોગી કાર્યો પાછળ આપી સમાજને એક નવી રાહ ચીંધી છે અને ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ છે. તાજેતરમાં અશાપુરી ટ્રસ્ટ, ચુડા (સુરેન્દ્રનગર) , જ્યોતિ હોસ્પિટલ, વિસનગર તેમજ સમત્વ ટીમના સહયોગ થી નીવૃત કર્મચારી વિકાસ મંડળ સકલાણા દ્વારા સકલાણા ગામે નેત્ર અને દાંત નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ગામના તેમજ આજુબાજુના ગામોના ૪૦૦ ઉપરાંત દર્દીઓએ સારવાર તેમજ માર્ગદર્શનનો લાભ લીધો હતો.

(૨)

IMG-20160312-WA0006વડગામ ગામમાં ગાયને કોઈ અજાણ્યા ઈસમે કુહાડીનો ઘા કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી આ બાબતની જાણ ચૌધરી યુવા પરિવારના સભ્યોને થતા ગાયને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ચૌધરી યુવા પરિવાર દ્વારા જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું.

(૩)

IMG-20160310-WA0007દર વર્ષની જેમ આ વર્ષે પણ વડગામ તાલુકાના જીવદયા પ્રેમીઓની પ્રેરણા અને સહયોગથી અને www.vadgam.com સોશીયલ મીડિયાના માધ્યમથી પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા વિતરણનું કાર્ય થઈ રહ્યું છે, આ ઉપરાંત જલોત્રા ગામમાં પણ જલોત્રા જીવદયા શુભેચ્છકના સહકાર અને પ્રેરણાથી ગામના યુવાનોએ કુંડા વિતરણનું કાર્ય આરંભ્યુ હતું.

(૪)

IMG-20160319-WA0027વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની અને પાલનપુર સ્થિત શ્રી હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતાં પાલનપુરના ગુરૂનાનક ચોકમાં પીવાના પાણીની પરબ દિવ્યાંગ બાળાઓ જોડે ખુલ્લી મુકાવી સેવાકીય પ્રવ્રુતિની ઉમદા મીશાલ પુરી પાડી છે..

(૫)

 

IMG-20160308-WA0012

વડગામ તાલુકાના નાવિસણાગામના યુવાન પ્રવિણકુમાર ચૌધરીએ તા.૦૭.૦૩.૨૦૧૩ ના રોજ અખનૂર (જમ્મુ કશ્મીર) માં દેશની રક્ષા કાજે પોતાનું બલિદાન આપી શહિદી વ્હોરી વડગામ તાલુકાનું નામ ઉજ્જવળ કર્યું છે. શહિદ ક્યારે મરતા નથી એની સાબિતીરૂપે નાવિસણા ગ્રામજનોએ વિરશહિદ પ્રવિણકુમારની યાદમાં તા.૦૭.૦૩.૨૦૧૬ના રોજ વિરશહિદનું સ્મારક બનાવી સાચા અર્થમાં શ્રધાંજલી અર્પી છે.

(૬)

 

IMG-20160307-WA0012વાંચન એ કેળવણીનું પ્રથમ પગથીયુ છે. સારા પુસ્તકો જીવન સારી અને સાચી રીતે જીવવાની પ્રેરણા આપે છે. આ વિચારને સાર્થક કરતા વડગામ તાલુકાના ચંગવાડા ગામના ગ્રામજનો દ્વારા તા.૦૭.૦૩.૨૦૧૬ ને સોમવારને મહાશિવરાત્રીના રોજ પોતાના ગામમાં એકતા લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી.

(૭)

લાખણી તાલુકાના જશરા ખાતે પ્રથમ વાર વિશ્વકક્ષાની એન્ડ્યુરન્સ રેસ યોજાઈ હતી આ અશ્વ સ્પર્ધાના જુનિયર વિભાગમાં મૂળ ધોતા (વડગામ) ના વતની ધ્વનીત કમલેશકુમાર જોષી (ઉ.વર્ષ) ૧૦ એ અતિ જોખમી રેસમાં પ્રથમ નંબર મેળવી બાલવીરનો એવોર્ડ મેળવ્યો હતો.

(૮)

વડગામના પરખડી ગામના વતની રાકેશભાઈ હરેશપુરી ગોસ્વામીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કન્વિનર પદે નિયુક્તી કરવામાં આવી. તેઓની કોંગ્રેસ વિકાસ વિભાગના આંતરરાષ્ટ્રીય એકમના કન્વિરનર પદે પણ નિયુક્તી કરવામાં આવી છે.

 

-: વડગામ ગ્રુપ વોટ્સએપ  અપડેટ :-

અચ્છી વસંત માટે વધુ ને વધુ ટ્રી પ્લાન્ટ કરીએ

–  શ્રી હિતાર્થ રાજગોર(વડગામ)

પાન માવા ખાતા તમામ મિત્રોને અમારી એક નમ્ર વિનંતી છે કે પાન-માવા ખાઈને કાગળ કચરા પેટીમાં નાખશો તો પણ આપણા દેશની ૫૦% ગંદકી ઓછી થઈ જશે.

– શ્રી નરેશ ચૌધરી (વડગામ)

સારા અને પવિત્ર વિચારોનું આ ગ્રુપ ખરેખર ભવિષ્યમાં ખૂબજ ઉપયોગી થશે.

– શ્રી કિરણભાઈ પટેલ – ડી.વાય.એસ.પી. (વડગામ)

વડગામ તલુકા ડૉક્ટર ઓફ ધ યર…જો કોઈ ભી અપને યહાં ક ડૉક્ટર જિસકા બહુત અચ્છા કામ હો ઉસકો ગ્રુપ કી તરફ સે છોટા સા બુકે / છોટી ગીફ્ટ દે શક્તે હૈ…વેબ પે સ્ટોરી ભી રખ શક્તે હૈ….પ્રોફેશન ડૉક્ટર/ગવર્નમેન્ટ ડૉક્ટર/ટ્રસ્ટ /આર્યુવેદિક ડૉક્ટર વગેરે…વેલફેર ટ્રસ્ટ ભી યે કામ કર શક્તા હૈ….ઓવર ઓલ ઇટ્સ અ હેલ્થ ઓફ એન્ટાયર વડગામ તાલુકા પિપલ.

ફોર ફાર્મસ…ભાઈઓ અબ તો મોદીજી ભી કહતે હૈ.. ખેતી કે સાથ કોઇ ના કોઈ સેકન્ડ ઇન્કમ હો ઐસા કામ કરના હી કરના હૈ…ઈસ ગ્લોબલ વોર્નીંગ મૌસમ મે.. ઓન્લી ખેતી પે નહી કમા શક્તે..ઓવરઓલ ખેતી મે બહુત કુછ ઉપર વાલે કે હાથમેં હોતા હૈ….સેકન્ડ ઓપ્શન હોના હી ચાહીયે.. ઇન્કમ કા…

– ચિરાગ એચ ચૌધરી (વડગામ)

ઓરગેનિક ખાતર અને સિસ્ટમ માટે મારો કોન્ટેકટ કરી શકો છો ..૯૪૨૭૬૪૮૩૦૦

– પ્રણયભાઈ રાવલ (પસવાદળ)

આજે ગુટકા-તમાકુ નું વ્યસન કરતા લોકો વધી ગયા છે તેઓ ડેઈલી ૧૦ રૂપિયા વ્યસન પાછળ ખર્ચે તો ૩૦ વર્ષની ઉમરમાં ૧૫ લાખ રૂપિયા ઉડાવી દે છે…આ માટે વ્યસન કરતા લોકોને વ્યસન છોડાવીને વ્યસન પાછળ ખર્ચાતા રૂપિયા એક મંડળી બનાવીને રકમ ભેગી કરવામાં આવે અને તે તેનો જરૂરિયાત મુજબ આપવામાં આવે તો કેટલો ફાયદો થાય, તો આવી મંડળી બનાવવા માટે કોઈ પ્રોસેસ હોય તો આપો જેથી યુવાનોને વ્યસનમુક્ત કરીને તેમના ખોટા ખર્ચાતા રૂપિયા અને જિંદગી બચાવી શકાય.

– હારૂનભાઈ બિહારી (મેપડા)

તાજેતરમાં વડગામ તાલુકાના જલોત્રા ગામે શિક્ષિત યુવાનો ગામમાં વિકાસલક્ષી સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે તેની ચર્ચા વિચારણા કરવા એકઠા થયા હતા અને વિકાસલક્ષી બાબતો ઉપર ચર્ચા વિચારણા કરી હતી..A Long journey start from single step. વધુ માહિતી માટે બ્લોગ http://jagrutjalotra.blogspot.in/ વાંચો. યુવાનોને શુભેચ્છાઓ…હું મારા ગામના યુવાનોની આ વિચારસરણી બદલ ગૌરવ અનુભવું છું.

– શ્રી ઘેમરભાઈ ભટોળ (જલોત્રા)

જયહિંદ સાપ્તાહિકમાં રવિવારની પૂર્તિમાં મારી નવલકથા “અંધારી રાતના અજવાળા” પ્રસિધ્ધ થાય છે તો અચૂક વાંચો.

– શ્રી પ્રવિણભાઈ જોષી (પસવાદળ)

-: કેમ્પ :-

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારના રોજ શ્રી મગરવાડા વીર ભક્ત મંડળ પરિવાર તથા જ્યોતી હોસ્પિટલ વિસનગર દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ શ્રી મણિભદ્ર વીરમહારાજ મંદિર, મગરવાડ, તા. વડગામ મુકામે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન યોજાશે. દર્દીઓએ કેશ નોંધાવવો ફરજિયાત છે. વધુ માહિતી માટે સંતશ્રી વિરમદાસજી મહારાજના મો. નંબર ૯૪૨૮૮૫૩૩૭૭ ઉપર સંપર્ક કરવો.

 

-: અવસાન નોંધ :-

વડગામના અગ્રણી મહમંદખાન જાગીરદાર નું દુ:ખદ અવસાન થયું છે. મામદાકાકાના હુલામણા નામથી ઓળખાતા કાકાની દ્રષ્ટી તો અલ્લાતાલાએ પહેલાથી જ પોતાની પાસે લઈ લીધી હતી કારણ કે એમની પાસે દિર્ધદ્રષ્ટી હતી એ ભગવાન પણ જાણતા હતા. સલામ મામદાકાકાને…………….

વડગામના યુવા અગ્રણી અને વડગામ સોશીયલ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશસિંહ વી. સોલંકી (D.V.) ના ચાર વર્ષના પુત્રનું લાંબી બિમારી બાદ દુ:ખદ અવસાન થયું હતું.

વણસોલગામમાં પિતા-પુત્રીના અકાળે અવસાનથી પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. વણસોલના અગ્રણી માનજીભાઈ ધુળીયા અને તેમની પુત્રીનું તાજેતરમાં અચાનક ટૂંકાગાળામાં અવસાન થતા હર્દયદ્રાવક દ્રષ્યો સર્જાયા હતા.

 

-: કાવ્ય રચના :-

ચાલને આપણે માણસ થઈએ,

અંધારા દૂર કરી દિવસ થઈએ,

સુકા-ભીના વરસ થઈએ,

લાગણી ઘેલી તરસ થઈએ,

દીવો બનીએ ફાનસ થઈએ,

ચાલને આપણે માણસ થઈએ.

જિંદગી મળી છે મહામૂલી આપણને,

શા માટે હતાશને નિરસ થઈએ,

છોડી બુરાઈઓ સરસ થઈએ,

ભગવાનની મોંઘી જણસ થઈએ,

નફરત ઇર્ષા, સ્વાર્થ ત્યાગીએ,

ચાલને આપણે માણસ થઈએ.

– અનવરભાઈ જુનેજા (વડગામ)