વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૯

 

Tree-Plantation-8.2.15
વડગામ સરકારી પુસ્તકાલય ના પ્રાંગણમાં વડગામ.કોમ વોટ્સ અપ ગ્રુપ ના માધ્યમથી તા.૦૮.૦૨.૧૫ ના રોજ વૃક્ષારોપણ

તાજેતરમાં વડગામ.કોમ દ્વારા વડગામ તાલુકાનું www.vadgam.com વોટ્સએપ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે જેમા તાલુકાના ગામમાં અને ગામ બહાર વસતા વડગામવાસીઓ એકબીજાના પરિચયમાં આવી પોતાની સમયની અનુકુળતાએ વડગામ તાલુકાની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલો, વડગામ તાલુકાના મહત્વના સમાચારો, વિકાસલકક્ષી સૂચનોની ચર્ચાઓ કરી સામાજિક કાર્યો પણ કરી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં આ ગ્રુપના સદસ્ય દ્વારા વડગામ બાળ આંગણવાડીના કુપોષિત બાળકોને એક અઠવાડિયા સુધી અમુલ પ્રો વિટામીન દૂધ આપવામાં આવ્યું હતું ઉપરાંત તા.૦૮.૦૨.૨૦૧૫ ને રવિવારના રોજ વડગામ સરકારી લાઈબ્રેરી ખાતે આ ગ્રુપના માધ્યમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો. ફેસ તો ફેસ વ્યસનમુક્તિ અભિયાન આ ગ્રુપના માધ્યમથી ચાલી રહ્યું છે. પાલનપુર ડાયરી અને ડિસા ડાયરી મોબાઈલ એપ્સ ની જેમ વડગામ ડાયરી એપ્સ નું કામ આ ગ્રુપના માધ્યમથી આ એપ્સના ડેવલોપર શ્રી વિપુલભાઈ એન ચૌધરી દ્વારા હાથ ધરાયું છે.

વડગામ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વડગામ.કોમ વોટ્સ અપ ગ્રુપના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમ તા. ૦૮.૦૨.૨૦૧૫

 

વડગામ પ્રાથમિક શાળાની વિધ્યાર્થીની મેડિકલ ઓફિસર બની.(ગ્રામજનોની સેવા કરવા સરકારી નોકરી સ્વીકારી નહી)

વડગામ ગામના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ પરિવારના કિર્તિભાઈ ચમનભાઈ રાવલ ગુજરાત એસ.ટી. કોર્પોરેશનમાં કંડક્ટરની નોકરી કરે છે. વડગામ ગામમાં ભાડાના મકાનમાં રહેતા અને એક પુત્રી-પુત્રને અભ્યાસ કરવા વડગામ પ્રા.શાળાનં-૨ (કન્યાશાળા)માં ધોરણ-૧ માં દાખલ કર્યા હતા. જેમા તેમની દિકરી નેહા કે. રાવલ બચપણથી જ હોંશિયાર અને દિર્ધદ્રષ્ટીવાળી હતી. શાળાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નેહા ડૉક્ટર વિષય ના નિબંધ સ્પર્ધા-એકાકી નાટક વગેરેમાં ભાગ લેતી હતી. ધોરણ-૧ થી જ તેનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું. દરમ્યાન ૧ થી ૭ કન્યાશાળામાં પૂર્ણ કરી ધોરણ ૮-૯-૧૦ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી ધોરણ ૧૧-૧૨ સાયન્સ પાલનપુર કુંવરબા સ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ મેડિકલ કોલેજમાં મેડિકલ ઓફિસરની ડિગ્રી પ્રાપ્ત કરી પરંતુ વડગામ ગ્રામજનોની આરોગ્ય સેવા કરવા સરકારી નોકરી સ્વીકારી નહી અને તા.૨૬ જાન્યુ.૨૦૧૫ ના રોજ વડગામ ગ્રામજનોની ઊપસ્થિતિમાં પોતાનું પ્રાઈવેટ દવાખાનું શરૂ કર્યું છે. વિશેષમાં ડૉ. નેહા કે. રાવલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી તેની પાસે જ પોતાનું ક્લિનિક શરૂ કરી વર્ષોનું સ્વપ્ન સાકાર કર્યુ છે.

વડગામ તાલુકાના મગરવાડા તિર્થ સ્થાને શ્રી સરસ્વતી મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા રાજપૂત મહિલા સંમેલન યોજાયું. સમેંલનમાં આનંદમૂર્તિજી મહારાજે આર્શિવચન પાઠવી સ્ત્રીઓને એકસંપ થઈ સમાજ ના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓને શક્તિરૂપ માનવામાં આવે છે અને સમયની સાથે કદમ મીલાવવા બહેનોએ પણ જાગૃતિપૂર્વક આગળ આવી બાળકોને સારા સંસ્કારો અને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સુખી સમૃધ્ધ પરિવાર અને સમાજનું નિર્માણ કરવા વિરાટ યોગદાન આપવું પડશે. તેમણે કહ્યું હતું કે જે ઘરમાં નારીનું સન્માન થાય છે તે ઘર અને સમાજ સુખ અને સ્મૃધ્ધિથી ભરપુર હોય છે.

વડગામના જલોત્રા ગામ નજીક કાર અને જીપનો ગમખ્વાર અકસ્માત : એકનું મોત : ૧૨ ઘાયલ.

 ૧ લી ફેબ્રુઆરી સાંજના સમયે અંબાજી તરફથી આવતી મારૂતી અલ્ટો ગાડી જલોત્રા પાસેથી ધાણધા જવાના રોડ તરફ વળાંક લેતી હતી દરમ્યાન પાલનપુર તરફથી પુર ઝડપે આવી રહેલી કમાન્ડર જીપ ધડાકાભેર અથડાતા મારૂતિ કારમાં રહેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અને અન્ય ઇજાગ્રસ્તોને ૧૦૮ સેવા મારફત પાલનપુર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. પાછળથી મળતા બિનસત્તવાર સમાચાર મુજ્બ આ કરૂણ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યા હતા જેમા અલ્ટોકારમા બેઠેલ બે વ્યક્તિ નળાસર (ગોપાળ) ની રહીશ હોવાનું માલુમ પડયું હતું.

વડગામ તાલુકામાં શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ તથા રજત જયંતિ મહોત્સવ : મહાસુદ તેરસને રવિવારે તા.૦૧.૦૨.૨૦૧૫ ના રોજ વડગામ તાલુકાના મેમદપુર ગામે વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે શ્રી વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ સાથે આખા ગામમાં બેન્ડવાજાના નાદ સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

વડગામના એદ્રાણા ગામના ગોસ્વામી યુવકે કચ્છમાં દશ સમૂહ લગ્ન યોજી સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યુ.:- વડગામના એદ્રાણા ગામના ઉપેન્દ્રપુરી સોમપુરી ગોસ્વામી અભ્યાસ પૂર્ણ કરી કચ્છના ગાંધીધામ ખાતે વ્યવસાય શરૂ કરી ઉદ્યોગપતિ બન્યા છે. તેઓ એ વ્યવસાયની સાથે સાથે સમાજ સેવાનું કાર્ય આરંભી આજસુધી દશ સમુહ લગ્ન પૂર્ણ કર્યા છે. ઉપરાંત ગાંધીધામથી દશનામ ગોસ્વામી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સેવા યજ્ઞ કર્યો છે. ઉપરાંત વતનના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સરાહનિય કાર્યો કરી એદ્રાણા ગામ, વડગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ મજાદર ગામમાં આવેલ રામાપીરના મંદિરમાં ચાંદીના છત્ર અને અન્ય રોકડ મળી કુલ ૧,૨૪૦૦૦ ની ચોરી થવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ આ મંદિરમાં ચોરી થઈ ચૂકી છે.

તાજેતરમાં વડગામ તાલુકાવાસીઓ દ્વારા વોટ્સએપ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે જેમા તાલ્કાના ગામમાં અને ગામ બહાર વસતા વડગામવાસીઓ એકબીજાના પરિચયમાં આવી પોતાની સમયની અનુકુળતાએ વડગામ તાલુકાની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલો, વડગામ તાલુકાના મહત્વના સમાચારો, વિકાસલકક્ષી સૂચનોની ચર્ચાઓ કરી સામાજિક કાર્યો પણ કરી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં આ ગ્રુપના સદસ્ય દ્વારા વડગામ બાળ આંગણવાડીના કુપોષિત બાળકોને એક અઠવાડિયા સુધી અમુલ પ્રો વિટામીન દૂધ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વૃક્ષારોપણ તેમજ વ્યસનમુક્તિ અભિયાન આ ગ્રુપના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે.

અભિનંદન :- વડગામ તાલુકાના નળાસર (છાપી) ગામના વતની શ્રી દશરથજી ઠાકોરની ભારત સરકારના રેલ્વે મંત્રાલયમાં (પશ્વિમ ઝોન) રેલ્વે સલાહકાર બોર્ડના ડિરેક્ટર પદે નિમણૂંક કરવામાં આવી છે જેને લઈને સમગ્ર વડગામ તાલુકામાં આનંદ વ્યાપો છે .

અહેવાલ :- પુષ્કર ગોસ્વામી અને  રણજીત સિંહ હડિયોલ