વિશેષ પ્રવૃતિઓ

વડગામ આસપાસ ના ભજનિક ધાર્મીક અન્ન દાતા સહિત મહિમાવંતિ સેવા આપતા મંદિરો .આશ્રમો ની જગયાઓ.

(1) નાગરપુરા÷

નિલેશ્વર મહાદેવ.મંદિર. મુનિ વાસુદેવ મહારાજ…ની પ્રેરણાથી…
દર તેરસ ના ભોજન તથા ભજન.( હાલ રુદ્રગિરી મહારાજ આ જગ્યામાં છે)

(2) મગરવાડા.÷

માણીભદ્ર વીર મહારાજ.મંદિર. વિરમભાઈ ચોધરી તથા ધનીજીરામ મહારાજ મંડળ.
દર ચોથ ના દિવસે ભોજન તથા ભજન….આ મંડળ વર્ષે આખો મેળો પણ જમાડે છે.તથા બીજી અન્ય સેવાઓ કરેછે.
દેખભાળ યતિ વિજય સોમજી મહારાજ કરેછે તથા જગ્યામાં જ રહેછે.

(3) પાણીયારિ÷

બાલકનાથ મહારાજ.(જેમને ઇન્દરી કાપેલ) દર પુનમના ભોજન તથા ભજન. આ જગ્યામાં દેશી ગાયોછે. તથા અપંગ બૈરાં મુંગા,  માનસિક દિવ્યાન્ગોને   નિ: શુક્લ રાખવામા આવેછે.તેઓ સારા પણ થઇ જાયછે તથા હાલ બધી સેવા એ લોકો જ કરેછે આ ગુરુ મહારાજ ની ચમત્કારી ક જગયા ગણાય છે…જય ગુરુ મહારાજ.

(4) મોકેશ્વર ચામુંડા માતા મંદિર.

દરરોજ  ભોજન તથા પૂર્ણિમાના ભજન. મહંત મધુરગિરી મહારાજ. અહી બધા તર્પણ વિધી વિધાન માટે આવેછે.સિતારામ લક્ષમણ પાડવો ની જગ્યા ગણાય છે.

(5) જલોત્રા÷

ગુરુ ધુધલીનાથ મંદિર ની જગ્યા. જંગલ મા મંગલ એવી રમણીય પરકુતિ ની ગોદથી સંકળાયેલી છે.
દર અગિયારસ ના ભજન તથા ભોજન. ગૌસ્વામી મહારાજ. સેવક ગણ….

(6) વડગામ.÷

રામાપિર આશ્રમ. દર બીજના ભોજન તથા ભજન.આ મંડળ પશુ પક્ષી ગાયો કૂતરાઓની પણ ખુબ સરસ સેવા કરેછે.
*એકતા મંડળ* વડગામ.
વીરાભાઇ રાજપુત.

(7)ભક્તિ નિકેતન માનવ સેવા આશ્રમ વડગામ.÷

દર અમાવસ્યા એ ભોજન તથા ભજન.
ભાવનાબેન રામશંકર રાજગોર ભકત મંડળ વડગામ.
આ જગ્યામાં અનાથ અપંગ તથા બહેરા મુન્ગા બાળકોને નિ શુક્લ ભણવા જમવા રહેવાની સગવડ ટુંક સમયમાં કરવાની છે.

(8) ખરોડિયા.÷

રામદેવપીર આશ્રમ.દર બીજ ના તથા અગિયારસ ના ભોજન અને ભજન. ( મહિનામા બે વખત)
પ્રજાપતિ ભગવાનદાસ મહારાજ. ( ચાચરીયાવાળા). આ જગતમાં રોજના દસ માણસો ભોજન લે છે.તથા યાત્રાળુઓની રહેવા નાવા ધોવા ખાવાની સગવડ છે.

(9) વરસડા ગામે સધીમાતા મંદિર.÷

આ પણ ખુબ પ્રાચીન અને ચમત્કારી મંદિર છે. અહી કોઈ ભુવો નથી એવા બોર્ડ લગાવી જાણ કરેલછે.તથા દર રવિવારે મેળો ભરાય છે.દુર દુરની વસ્તી દર્શને આવેછે.મનોમન જાતેજ માતાજીને કલ્પના કરવામા આવેછે અને કામ પત્યા પછી જાતેજ બાધા કરી જવાનો મહિમા છે. અહિ ગામલોકો તરફથી ચા પાણી ની સગવડ 24 કલાક હોયછે ગણા શ્રદ્ધાળુ એ દિવસે દૂધ ડેરીમાં ભરાવતા નથી આ મંદિરમા જ સેવામાટે આપીદે છે.

(10) પસવાદળ÷

વિરપાનાથ મંદિર મા પણ ભજન સત્સંગ તથા ભોજનનો મહિમા અવિરત ચાલતો હોયછે.
સંત ગુલાબ નાથ મહારાજ ના શિષ્યો તથા ગ્રામજનો પસવાદળ.

(11) ડાલવાણા÷

વારંદા વિર મહારાજ ની જગયા આ પણ સુંદર રમણીય કુશળ વહીવટ વાળી જગ્યા છે ત્યા પણ અવિરત ભજન ભોજન માનતાઓ નો મહિમા ચાલુ જ હોય છે.જેની દેખભાળ ગામ કમિટી સહિત હિમ્મત સિંહ રાજપુત શંભાળે છે.

પૂર્વજોની વારસાઇને અનુલક્ષી ચાલતી પરંપરા અનુસાર સાધુ સંતો શુરા પુરા સેવા ભાવી જતિ સતિ ભકત ગણો તથા આચાર્યો મહાપુરુષો ને વંદન🙏આ દેશ🚩કોટી વંદન આ ધાનધાર ની ધરાને.🙏🔱🚩 ભૂલચૂક ક્ષમા 🙏

રજુ કર્તા. દિનેશ રાવલ. વડગામ. શિવ પુજા ફતેપુર મંદિર….જય ગુરુદેવ…..