વિશેષ પ્રવૃતિઓ

Tree-Plantation -વ્રુક્ષારોપણ.

વડગામ માં લક્ષ્મણપુરા મુકામે તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ વડગામના શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણા તેમજ શ્રીમતી સૂરજબેન લક્ષ્મણભાઈ ઉપલાણા ના આર્થિક સહયોગ તેમજ વડગામ સ્પોર્ટ ક્લબ ધ્વારા પ્રોટેક્શન કવર ની સહાય તેમજ ગામના યુવાનોના શ્રમદાન ના સહયોગ થકી વ્રુક્ષારોપણ ના સુંદર   કાર્યક્રમ નું  આયોજન વડગામ માં  લક્ષ્મણપુરા મુકામે આવેલ અંબાજી  માતાજી ના મંદિર માં  કરવામા આવ્યુ.

આ કાર્યક્રમ માં  અમદાવાદ સ્થિત ઉદવિકાસ સંસ્થાના શ્રી ગૌરવભાઈ દેસાઈ તેમજ શ્રી હિતેશભાઈ ધ્વારા સુંદર  માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ,તેઓ શ્રી પોતાની સાથે અમુક વ્રુક્ષો  પણ લેતા આવ્યા હતા.

લોકો વ્રુક્ષો નું  મહત્વ સમજતા થાય તેમજ વ્રુક્ષો વાવવાની પ્રેરણા મળે તેવા શુભ આશય થી આજના દિને અમુક વ્રુક્ષો વાવી સમાજ માં  એક શુભ સદેશો ફેલાવવાનો નમ્ર પ્રયાસ ગામના યુવાનો ધ્વારા હાથ ધરવામા આવ્યો હતો.

આ પ્રસંગે ક્વોલીટી વ્રુક્ષારોપણ થાય તેવા પ્રયત્નો ગામના યુવાનો ધ્વારા કરવામા આવ્યા હતા. તે મુજબ વ્રુક્ષો ની પસંદગી માં  ખાસ કાળજી રાખવામા આવી હતી.અમુક વ્રુક્ષો જેવા કે ગુલમહોર,આસોપાલવ,સપ્તપર્ણી,ચમેલી જેવા વ્રુક્ષો મજાદર પાસેની નર્સરી માંથી પસંદ   કરીને ખરીદવામા આવ્યા હતા તથા આ વ્રુક્ષોનુ વ્યવસ્થિત રીતે ઉછેર અને જતન થાય તેવુ તમામ આયોજન ગામના યુવાનો ધ્વારા હાથ ધરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ગૌરવભાઈ દેસાઈ,શ્રી હિતેશ બજાજ ,શ્રી કિરણભાઈ પી. પટેલ, શ્રી કમલેશભાઈ એલ.પટેલ,શ્રી સતિષભાઈ ભોજક,શ્રી ગોપાલસિહ સોલંકી,પ્રો.મેહૂલભાઈ પટેલ,શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી, શ્રી ચમનભાઈ પ્રજાપતિ,શ્રી મોઘજીભાઈ બી.પટેલ,શ્રી લક્ષ્મણભાઈ ભગવાનભાઈ પટેલ,શ્રી મોઘજીભાઈ જી.પટેલ,શ્રી ગણેશભાઈ ઉપલાણા, શ્રી સંજયભાઈ નાઈ,શ્રી પાવન સોલંકી,ચિરાગ સોલંકી,હરેશભાઈ પટેલ વગેરે એ આવી પ્રવ્રુતિ ઓ સંદર્ભે  પોતાના વિચારો વ્યકત કર્યા હતા. તથા ગામના યુવાનો ધ્વારા સુંદર કામગીરી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો તે સંદર્ભે અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમના અનુસંધાને ને લીધેલ અમુક ફોટોગ્રાફસ નીચી મુકવામા આવેલ છે.

You can also requested to visit following Links Reference to Tree-Plantation Activity in Vadgam Village.

Discussion on Nabuur Platform

Project Discussion

More Photographs on Album